________________
સંપાદકીય
પોતાના પ્રમાણ શાસ્ત્રના ગુરુરૂપે બહુમાનપૂર્વક જણાવે છે. તર્કપંચાનનશ્રીજીનું જીવનચરિત્ર અન્ય કોઈ ગ્રંથોમાં જોવા મળેલ નથી. માત્ર નીચે જણાવેલ ગ્રંથોની પ્રશસ્તિમાં તેઓશ્રીજીનું શ્રીસંમતિસૂત્રની ૨૫૦૦૦ શ્લોક પ્રમાણ વાદમહાર્ણવ ટીકાના કર્તા સ્વરૂપે બહુમાનપૂર્વક નામોચ્ચા૨ણ ક૨ાયું છે.
* શ્રી સિદ્ધસેનસૂરિષ્કૃત પ્રવચનસારોદ્વા૨વૃત્તિ
* શ્રી માણિકયચંદ્રસૂરિકૃત પાર્શ્વનાથચરિત્ર
* શ્રી પ્રભાચંદ્રસૂરિકૃત પ્રભાવક ચરિત્ર
* વાદિવેતાલ શ્રી શાંતિસૂરિકૃત ઉત્તરાધ્યયન સૂત્ર પાઈયટીકા
27
ટીકાકારશ્રીજીના અન્ય કોઈ ગ્રંથો હોવાનું વિશેષ જાણવા મળ્યું નથી.
પ્રશસ્તિઓ વગેરે દ્વા૨ા ઈતિહાસને જોતાં તેમના વિદ્યાશિષ્યો અને દીક્ષિત શિષ્યોનો પરિવાર ઘણો મોટો અને વિશાળ ફલકમાં વહેંચાયેલો હશે, તેવું અનુમાન કરી શકાય છે.
પ્રસ્તુત પ્રકાશનની આવશ્યકતા :
જૈનદર્શનના મૂળભૂત અનેકાંતસિદ્ધાંતનું સચોટ રીતે સ્પષ્ટ નિરૂપણ કરતા અને જૈન દાર્શનિક ગ્રંથોમાં સર્વોચ્ચ કક્ષાના આ ગ્રંથનું અધ્યયન અને અધ્યાપન સકલ શ્રી જૈનસંઘમાં અતિ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. આ મહાન ગ્રંથરત્નના અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રથી શ્રી જૈન સંઘ અળગો રહે તે આપણી ખોટ ગણાય. આ ખોટનું મુખ્ય કારણ જોવા જઈએ તો દરેકના હૈયામાં શ્રી સંમતિતર્ક ગ્રંથની બહુ અઘરા દાર્શનિક ગ્રંથ તરીકેની જ છાપ જોવા મળે છે. ‘જેણે દર્શન શાસ્ત્રોનો અભ્યાસ કરવો હોય તેણે આ ગ્રંથ વાંચવો.' આવી જ વિચારણા સવિશેષ જોવા મળે છે. પણ આ ગ્રંથ મુખ્યતાએ અનેકાંત સિદ્ધાંતનું પ્રરૂપણ
કરે છે તે વાત ખ્યાલ બહાર રહી જાય છે.
વળી, આ ગ્રંથ ઉપરની પ્રાચીન તર્કપંચાનનશ્રીજીની ‘તત્ત્વબોધવિધાયિની’ અર્થાત્ ‘વાદમહાર્ણવ’ ટીકા ઉપલબ્ધ છે. પણ તેનું કદ, ભાષા, દાર્શનિક ચર્ચા વગેરેની કઠિનતાને કારણે મોટા ભાગના અભ્યાસુ આ ટીકા સામે આંખ ઉંચી કરી જોવાનું પણ વિચારી શકતા નથી. તે પછી પૂ.આ. શ્રી દર્શનસૂરિજી મ.સા. દ્વારા ‘સંમતિતર્કમહાર્ણવાવતારિકા' નામની ટીકા રચવામાં આવી હતી. જે ટીકામાં દાર્શનિક ચર્ચાઓને સારું એવું સ્થાન આપવામાં આવ્યું છે અને તે પછી વ્યાખ્યાનવાચસ્પતિ, કલિકુલકીરિટ પૂ.આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ સંમતિતત્ત્વસોપાન ગ્રંથનું સંપાદન કર્યું હતું. જેમાં તેમણે તર્કપંચાનનશ્રીજીની મુખ્ય ટીકાને જ નાના-નાના પ્રશ્નોત્તર પદ્ધતિમાં ઢાળી પૂર્વપક્ષ તથા ઉત્તરપક્ષ સમજવો સરળ પડે તેવી મહેનત કરી છે. પણ બંને ટીકામાં અનેકાંતસિદ્ધાંતની સ્પષ્ટતાની સાથોસાથ દાર્શનિક ચર્ચાઓને પણ પૂરતું સ્થાન આપેલું હોવાથી વર્તમાનકાળમાં દાર્શનિક બોધની રુચિ વિનાના જીવો તેનાથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. આ બે ટીકા ઉપરાંત, પં. સુખલાલે ગુજરાતી ભાષામાં ગાથાર્થ અને
Jain Education International. 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org