________________
સંતિતપ્રજર,
દુ-૩,
થા-૬૬-૬૭
२५९
જેઓ ચરણસિત્તરી અને કરણસિત્તરીના પાલનમાં મગ્ન છે પણ સ્વસિદ્ધાંત તેમજ પરસિદ્ધાંતની વિચારણામાં અનાદરવાળા છે, તેઓ ખરેખર, નિશ્ચયદષ્ટિથી શુદ્ધ એવા ચરણસિત્તરી અને કરણસિત્તરીના ફળને અનુભવી શકતા નથી અથવા ચરણસિત્તરી અને કરણસિત્તરીના સારસ્વરૂપ નિશ્ચયથી શુદ્ધ સમ્યગ્દર્શનને જાણતા નથી. (૬૭)
તાત્પર્યાર્થ : જેઓ માન-સન્માનમાં અને શિષ્ય પરિવારના મોહમાં રત છે તથા જેઓ શાસ્ત્રીય ચિંતન છોડી માત્ર ક્રિયામાં રત છે તેઓને ખ્યાલમાં રાખી ગ્રંથકારશ્રી કહે છે કે, સિદ્ધાંતના ચિંતન વિનાનો અને તેથી જ શાસ્ત્રોના ઔદંપર્યાયબોધથી અપરિણત એવો પુરુષ જેમ જેમ શાસ્ત્રાર્થને નહિ જાણનારા લોકોમાં બહુશ્રુત તરીકે માન્ય થતો જાય, શાસ્ત્રના અભિપ્રાયને નહિ જાણનારા-સંસારાભિનંદી - ગતાનુગતિક ક્રિયા કરનારા-બાહ્ય આડંબરને જોવા માત્રથી વિસ્મય પામનારા-મુગ્ધમતિવાળા ઘણા લોકો વડે સન્માનનીય બને અને બહુમૂઢ એવા જ શિષ્યોને એકત્રિત કરી તેઓનો ગુરુ થતો જાય, તેમ તેમ તે જૈન સિદ્ધાંતનો શત્રુ જ થવાનો. બહુશ્રુતપણાની છાપ, ઘણા લોકોમાં સંમાનનીય કે મોટો શિષ્ય પરિવાર એ કાંઈ સિદ્ધાંતના નિશ્ચિત જ્ઞાનનાં કારણ નથી; ઊલટું બાહ્ય આડંબર અને દંભ તેવા પારમાર્થિકજ્ઞાનના બાધક જ થાય છે.
તત્ત્વચિંતનનો ત્યાગ કરી જેઓ પાંચ મહાવ્રત, દશ શ્રમણધર્મ વગેરે સ્વરૂપ ચરણસિત્તરી અને પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિ વગેરે સ્વરૂપ કરણસિત્તરી વગેરે વિવિધ આચારોમાં રત રહે છે તેઓ શ્રમણાચારના ફળથી વંચિત રહી જાય છે. શ્રમણાચારનું ફળ તત્ત્વોનું યથાર્થજ્ઞાન મેળવી, તે પ્રમાણે વિશદરૂચિ કેળવી, આત્મશુદ્ધિ કરવી એ છે. હવે જો શાસ્ત્રાભ્યાસ કરી તત્ત્વચિંતન કરવામાં ન આવે તો તત્ત્વોનું સામાન્યજ્ઞાન પણ થતું નથી અને સામાન્યજ્ઞાન ન હોય તો તત્ત્વોનું વિશેષરૂપે વિશદજ્ઞાન કયાંથી જ સંભવે ? એવા વિશદજ્ઞાન વિના વાસ્તવિક તત્ત્વરૂચિ - સમ્યગ્દર્શન પણ ન જ સંભવે; અને એના વિના આત્મશુદ્ધિ પણ અટકે. તેથી આત્મશુદ્ધિના લક્ષથી વ્રત-નિયમ અંગીકાર કરનાર માટે જરૂરી છે કે તેણે તત્ત્વચિંતન કદી ન છોડવું. તે પણ અનેકાંતદષ્ટિપૂર્વક કરવું. અનેકાંતસ્વરૂપ વસ્તુની રજૂઆત કરવામાં આવે તે જ સ્વસિદ્ધાંત છે અને માત્ર એકાદ નયને આશ્રયી રજૂઆત કરવામાં આવે તે પરસિદ્ધાંત છે તેવો વિવેક કરવાપૂર્વક ચારિત્રાચારના પાલનથી જ ચારિત્રના ફળને અનુભવી શકાય છે.
જેઓ સ્વતંત્રપણે તત્ત્વચિંતન કરવા અસમર્થ હોય, તેમણે પણ છેવટે યોગ્ય ગુરુ વગેરેનો આશ્રય લઈ, તત્ત્વચિંતનના વાતાવરણમાં જીવન વ્યતીત કરવું એ જ વ્રત-નિયમને સફળ બનાવવાનો રાજમાર્ગ છે. (-૩૭)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org