________________
२५६
સંમતિતÁપ્રરણે, ાવુ-૩, ગાથા-૬૬
અન્નવાર્થ : તદ્દા = તેથી, અહિયસુત્તેળ = સૂત્રના જ્ઞાતા વડે અત્યસંપાયમ્મિ અર્થપ્રાપ્તિમાં નયનં = પ્રયત્ન કરવા યોગ્ય છે. દૈવિ = (અન્યથા) ખરેખર, આયરિયધી હત્યા = શાસ્ત્રના અર્થને નહિ પામેલા અને આચારમાર્ગને નહિ શીખેલા હોવા છતાં પણ ધૃષ્ટપણા વડે પ્રવૃત્તિ કરનારા આચાર્યો મહાળ = આપ્તપુરુષના શાસનની વિãત્તિ વિડંબના કરે છે.
=
ગાથાર્થ ઃ સૂત્ર એ અર્થનું સ્થાન છે. પણ માત્ર સૂત્રથી અર્થનો બોધ થતો નથી. ખરેખર, અર્થનું જ્ઞાન નયવાદરૂપી દુર્ગમ જંગલમાં રહેલું છે અને દુર્લભ છે. (૬૪)
તેથી સૂત્રના જ્ઞાતા વડે અર્થ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ, અન્યથા શાસ્ત્રના અર્થને નહિ જાણનારા અને આચારમાર્ગને અભ્યસ્ત ન કરવા છતાં પણ ધૃષ્ટતાથી પ્રવૃત્તિ કરનારા આચાર્યો આપ્તપુરુષના શાસનની વિડંબના કરે છે. (૩૫)
=
તાત્પર્યાર્થ : કોઈ સૂત્રપાઠના અભ્યાસમાત્રથી તત્ત્વજ્ઞતાનો દાવો કરે, તો તેને ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, સૂત્રપાઠ એ અર્થનું પ્રતિપાદક હોવાથી તેનો આધાર છે ખરો; પરંતુ માત્ર સૂત્રપાઠથી અર્થનું પૂર્ણ અને વિશદ જ્ઞાન થઈ શકતું નથી. એવું જ્ઞાન ગહન નયવાદ ઉપર આધાર રાખતું હોવાથી, તેને મેળવવું કઠણ છે. જો નયવાદમાં બરાબર પ્રવેશ થાય, તો જ એવું જ્ઞાન સુલભ થાય.
તેથી, જે તત્ત્વોનું પૂર્ણ અને વિશદ જ્ઞાન મેળવવા ઇચ્છે, તેણે સૂત્રપાઠ શીખી લીધા પછી પણ તેનો નયસાપેક્ષ પૂર્વાપર અવિરુદ્ધ અર્થ જાણવા માટે સતત પ્રયત્ન કરવો જ જોઈએ; અને તે માટે તેણે નયવાદમાં પ્રવેશ ક૨વો જ જોઈએ. જેઓ એમ નથી કરતા અને અકુશલ છતાં ધૃષ્ટ થઈ શાસ્ત્રપ્રરૂપણા અને પ્રવૃત્તિ કરે છે, તેઓ પ્રવચનને અર્થાત્ જૈનશાસનને ડૂબાડવાનું કામ કરે છે.
આ ગાથાની ટીકામાં પૂર્વપક્ષ તરીકે દિંગબરમતનું સ્થાપન કરી તેમની ‘સાધુપણામાં વસ્ત્ર બાધક છે’, ‘સ્ત્રીની મુક્તિ ન થઈ શકે' વગેરે માન્યતાઓનું યુક્તિ અને આગમ પાઠોપૂર્વક ખંડન કરી તેઓ કઈ રીતે જૈનશાસનને ડૂબાડી રહ્યા છે તે રજૂ કરેલ છે. (૬૪-૬૫) शास्त्रपर्यालोचनाभावे बाह्याडम्बरे आगच्छतो दोषान् कथयन्नाह
Jain Education International 2010_02
-
जह जह बहुस्सुओ संमओ य सिस्सगणसंपरिवुडो य । अविणिच्छिओ य समए तह तह सिद्धंतपडिणीओ ।। ६६ ।।
यथा यथा बहुश्रुतः सम्यगपरिभावितार्थानेकशास्त्रश्रवणमात्रेण श्रुतपल्लवग्राहितया
For Private & Personal Use Only
www.jainelibrary.org