SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ २५४ संमतितर्कप्रकरणे, काण्ड - ३, गाथा - ६४ બન્નેને લક્ષી ગ્રંથકાર કહે છે કે, શાસ્ત્રની યથાવત્ પ્રરૂપણાનો અધિકાર મેળવવા માટે તત્ત્વોનું પૂર્ણ અને નિશ્ચિત જ્ઞાન જોઈએ. એ કાંઈ માત્ર શાસ્ત્રની ભક્તિથી કે તેના થોડા ઘણા જ્ઞાનથી સિદ્ધ નથી થતું; કારણ કે ભક્તિ છતાં ઘણામાં શાસ્ત્રનું જ્ઞાન નથી હોતું અને શાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર બધા જ કાંઈ નિયમથી પ્રરૂપણા કરવાની લાયકાત ધરાવતા નથી. એવી લાયકાત શાસ્ત્રજ્ઞોમાં પણ વિરલને જ હોય છે કે જેઓ શાસ્ત્રોનું સાંગોપાંગ જ્ઞાન મેળવીને અનેકાંતદષ્ટિને સ્પર્શનારા હોય છે. આથી, શાસ્ત્રમાં કહેવાયેલા જીવ વગેરે સાત તત્ત્વોને સંપૂર્ણપણે અને નિશ્ચિતપણે જાણવા જરૂરી છે. તો જ તે વ્યક્તિ પારમાર્થિક સિદ્ધાંતનો જ્ઞાતા તથા સિદ્ધાંતની પ્રરૂપણાનો અધિકારી બની શકે છે. આ ગાથાની ટીકામાં જીવ વગેરે સાત તત્ત્વોનું પ્રમાણપૂર્વક નિરૂપણ કરવામાં આવ્યું છે. તેની સાથે અન્ય દર્શનકારોએ માનેલ પદાર્થોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું છે. બંધ તત્ત્વનું નિરૂપણ કરતી વખતે તેના કારણભૂત શુભ અશુભ અધ્યવસાયો અને તે અધ્યવસાયો ઉપર આધારિત આર્ટ, રૌદ્ર, ધર્મ તથા શુક્લધ્યાનનું પણ સંક્ષેપમાં વિશદ વર્ણન ४२वामां आवे छे. (५३) नयवादस्य ज्ञानेनैव यथावस्थितस्य सूत्रार्थस्य बोधः संभवेदिति दर्शयन्नाह सुत्तं अत्थनिमेणं न सुत्तमेत्तेण अत्थपडिवत्ती । अत्थगई उण णयवायगहणलीणा दुरभिगम्मा ।।६४।। - सूत्रमनेकार्थराशिसूचनाद् अर्थनिमेणं साक्षात् सूत्रस्याभिधेयः अर्थस्तस्य स्थानम्, सूत्रार्थस्य निर्युक्त्याद्यपेक्षत्वान्न सूत्रमात्रेणैव अर्थप्रतिपत्तिः पौर्वापर्येणाविरुद्धस्यार्थस्य वोधः । अर्थगतिः पुनर्यथाव्यवस्थितस्य अर्थस्य प्राप्तिस्तु नयवादगहनलीना शतशतप्रभेदविशिष्टैकैकनैगमादिनयभेदविशिष्टद्रव्यार्थिकपर्यायार्थिकलक्षणौ नयवादावेव गहनं दुर्गमारण्यं तत्र लीना तथा दुरधिगम्या दुरवबोधा । इदं बोध्यम् सूत्रमर्थस्याधारभूतम्, किन्तु केवलसूत्रपाठेनार्थस्य पूर्णविशदज्ञानस्यासंभवः, सूत्रेण सह नियुक्ति - भाष्य- - चूर्णि-वृत्त्यादेर्ज्ञानमप्यावश्यकम्, तज्ज्ञानं तु गहननयवादाधारि । यदा च नयवादज्ञानं यथोचितं प्राप्यते तदैव यथाव्यवस्थितार्थस्य बोधं भवेत् । ततो नयवादज्ञाने विशेषप्रयत्नः करणीयः । । ६४ ।। Jain Education International 2010_02 - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy