________________
२५२
ગાથા :
છાયા :
સંમતિતઋપ્રો, જાવુ-૩, ગાથા-૬-૬૨
सम्मदंसणमिणमो सयलसमत्तवयणिज्जणिद्दोसं । अत्तुक्कोसविणट्ठा सलाहमाणा विणासेंति ।। ६२ ।। सम्यग्दर्शनमेतद् सकलसमाप्तवचनीयनिर्दोषम् । आत्मोत्कर्षविनष्टाः श्लाघमाना विनाशयन्ति ।। ६२ ।।
અન્વયાર્થ : અત્તોસવિઠ્ઠા = જાત બડાઈ વડે (અનેકાંતવાદનો) અનાદર કરનારા અને સહાદમાળા = જાતની પ્રશંસા કરનારા લોકો સયસમત્તવયणिज्जणिद्दोसं સઘળાયે ધર્મમાં વ્યાપી નિરૂપણ વડે નિર્દોષ એવા इमो = આ સમ્મદંસળું = સમ્યગ્દર્શનનો વિસંતિ
= નાશ કરે છે.
=
0:0
ગાથાર્થ : એક એક નયમાર્ગને અનુસરનાર એવા સૂત્રને ભણી જેઓ ‘અમે સૂત્રધર’ એ પ્રમાણે શબ્દમાત્રમાં સંતુષ્ટ થયેલા છે તથા શાસ્ત્રમાં કહેવાયેલા અર્થને નયના વિવેક વગર સ્વીકાર કરનારા, અને તેથી તેઓ અજ્ઞ છે અર્થાત્ સૂત્રનો વિષયવિભાગ સમજવામાં અસમર્થ હોવાથી અજ્ઞાની છે.
અથવા
જૈનદર્શનને માનનારા પણ એક નયના સ્વીકારપૂર્વક કેટલાક સૂત્રોને ભણીને ‘અમે ગીતાર્થ’ એ પ્રમાણે જેઓ અભિમાન કરે છે અને અન્ય નયથી સાપેક્ષ એવા સૂત્રોના અર્થને જેઓ જાણતા નથી, તેઓ વાસ્તવમાં વિદ્વાન નથી. (૬૧)
Jain Education International 2010_02
પોતાના ઉત્કર્ષને ગાવા વડે અનેકાંતવાદનો અનાદર કરનારા તથા ‘અમે સૂત્રધર છીએ' એ રીતે પોતાની પ્રશંસા કરતાં લોકો સઘળાયે ધર્મમાં વ્યાપી નિરૂપણ વડે નિર્દોષ એવા આ સમ્યગ્દર્શનનો નાશ કરે છે. (૬૨)
તાત્પર્યાર્થ : કોઈપણ એક વસ્તુને આશ્રયી જેઓ બધી દૃષ્ટિઓનો વિચાર કર્યા વિના એકાદ દૃષ્ટિને પકડી લે છે, અને તે દૃષ્ટિના સમર્થક સૂત્રનો અભ્યાસ કરી પોતાને સૂત્રધર મનાવી તેટલામાં જ સંતુષ્ટ થઈ જાય છે, તેવા પોતાની જાતને પઽિતમન્યાઃ = પંડિત માનનારા જૈન દર્શનને માનતા હોય કે અજૈન દર્શનને માનતા હોય છતાં તેઓમાં અનેકાંતદૃષ્ટિયોગ્ય વિદ્વત્તાનું સામર્થ્ય નથી જ આવતું અને તેથી તેઓનું જ્ઞાન માત્ર શબ્દપાઠ પૂરતું વિશદ હોય છે; પણ સ્વતંત્રપ્રજ્ઞાજન્ય વિશદતા તેમનામાં આવી શકતી નથી. એટલે તેઓ થોડામાં ઘણું માની ફુલાઈ જાય છે અને પોતાની બડાઈ હાંક્યાં અનેકાંતદૃષ્ટિનો અનાદર કરે છે. આ રીતે તેઓ સમ્યગ્દર્શનનો અર્થાત્ અનેકાંતદૃષ્ટિનો નાશ જ કરે છે અર્થાત્ પોતાના આત્મામાં સમ્યગ્દર્શનની ભૂમિકાનો નાશ કરી બેસે છે. (૧-૬૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org