________________
२५०
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-६१
સમ = સમાનપણાથી પUUવિUITMા = સ્યાદ્વાદરૂપ પ્રરૂપણાનો
માર્ગ છે. ગાથાર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પર્યાય, દેશ, સંજોગ અને ભેદરૂપ આઠ ભાવોને આશ્રયીને જીવઅજીવ વગેરે દ્રવ્યોનો ભેદ થયે છતે જ સમાનપણાથી સર્વવસ્તુ વિષયક સ્યાદ્વાદરૂપ પ્રરૂપણાનો માર્ગ છે. અર્થાત્ એ જ સન્માર્ગ છે. (૧૦)
તાત્પર્યાર્થ : પદાર્થોની અનેકાંતદૃષ્ટિપ્રધાન પ્રરૂપણા યોગ્ય રીતે કરવી હોય, તો જે જે બાબતો તરફ ધ્યાન અવશ્ય રાખવું જોઈએ તે બાબતોનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. એવી બાબતો આઠ છે. પૃથ્વી દ્રવ્ય ખ્યાલમાં રાખી આ મુજબ જણાવી શકાય કે -
૧. દ્રવ્ય-પૃથ્વી વગેરે પદાર્થની મૂળજાતિ; ૨. ક્ષેત્ર - દ્રવ્યના જનક અવયવ અથવા દ્રવ્યનો આધાર આકાશ; ૩. કાલ ‘વર્તના પર્યાય સ્વરૂપ, સમય વગેરે; ૪. ભાવ - મૂલ, અંકુરો વગેરે સ્વરૂપ; ૫. પર્યાયરૂપ વગેરે સ્વભાવ; ૬. દેશ – મૂળ, પછી અંકુરો, પત્ર, થડ વગેરે ક્રમિક વિભાગ; ૭. સંજોગ - ભૂમિ, પાણી વગેરેનો સમૂહ જે દ્રવ્ય અને પર્યાય ઉભયસ્વરૂપ છે અને ૮. ભેદ – પ્રતિસમય થવાવાળા વિવાઁ.
આ જ રીતે ધ્યાન, ત્યાગ વગેરે કોઈ ચારિત્રાશના અધિકારનું નિરૂપણ કરવું હોય અથવા આત્મતત્ત્વનું સ્વરૂપ બતાવવું હોય, તો ઓછામાં ઓછું ઉપરની આઠ બાબતો ઉપર બરાબર લક્ષ્ય રાખવાથી જ તે વિશદ રીતે અને અભ્રાંત રીતે નિરૂપણ થઈ શકશે. (૬૦) अविवेचितागमज्ञानमज्ञतासूचकमिति ख्यापयन्नाह -
पाडेक्कनयपहगयं सुत्तं सुत्तहरसहसंतुट्ठा ।
अविकोवियसामत्था जहागमविभत्तपडिवत्ती ॥६१।। प्रत्येकनयपथगतं सूत्रम् एकैकसङ्ग्रहादितत्तन्नयेभ्यः प्रसृतं तत्तत्परवाद्यागमगतं सूत्रमधीत्य सूत्रधरशब्दसंतुष्टा ‘वयं सूत्रधरा' इति शब्दमात्रण गर्ववन्तः, यथागमाविभक्तप्रतिपत्तय आगममनतिक्राम्येति यथागमं यथाश्रुतमविभक्ता नयविवेकरहिता प्रतिपत्तिः स्वीकारो येषां ते तथा, अत एव ते पण्डितमानिनः अविकोविदसामर्थ्या अविकोविदमज्ञं सामर्थ्य येषां ते तथा, इतरजनवदज्ञा इति भावः । अथवा स्वयूथ्याः साधव एकनयदर्शनेन सापेक्षसूत्राणि निरपेक्षतयाऽधीत्य ‘वयं सूत्रधराः, वयं गीतार्थाः' इति गर्विता यथावस्थितान्यनय-सापेक्षसूत्रार्थापरिज्ञानादज्ञातात्मविद्वत्स्वरूपा ज्ञेयाः ।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org