________________
સંપાદકીય
દ્વારા “ગચ્છમાં જ રહેવું, ગુરુનિશ્રાએ વસવું, ગુરુ ભગવંતની સેવા-ભક્તિ-વિનય-વૈયાવચ્ચ કરવી, તેના દ્વારા જ્ઞાનને પાત્ર બની જ્ઞાન મેળવવું' વગેરે બાબતોનો અભુત દિશાનિર્દેશ કરવામાં આવ્યો છે.
તે પછી દ્રવ્યાસ્તિકન અને પર્યાયાસ્તિકનયનું સ્વરૂપ વર્ણવી, તેના જ ભેદ સ્વરૂપ અન્ય સર્વે નયો છે તે વાતની સ્પષ્ટતા કરી છે. નૈગમનયનો, સંગ્રહનય અને વ્યવહારનયમાં સમાવેશ કરી સંગ્રહ વગેરે છ નયોને જ સ્વીકારનાર ગ્રંથકારશ્રી છએ નયોને દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયમાં વિભાજિત કર્યા છે. ત્યાર બાદ પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકન મિથ્થારૂપ છે, તેની સ્પષ્ટતા કરીને બંને નયોનો સાધારણ વિષય, વિવલાથી જ નયોનો ભેદ, એક નયને માન્ય વિષય બીજા નય માટે અમાન્ય, પરસ્પર નિરપેક્ષ બંને નન્યોને માન્ય વસ્તુનું ભિન્ન ભિન્ન સ્વરૂપ, પરસ્પર નિરપેક્ષ દ્રવ્ય અને પર્યાયનો અભાવ જણાવી દ્રવ્યનું લક્ષણ, બંને નયો સુનય સ્વરૂપ કે દુર્નય સ્વરૂપ થવાનું કારણ વગેરે બાબતો તર્કપ્રધાન શૈલીથી સ્પષ્ટ કરી છે. આટલું વર્ણન કર્યા બાદ મુખ્ય નયોના વિષયને જ અન્ય નયો સ્પષ્ટ કરતા હોવાથી જે રીતે નિરપેક્ષ મુખ્ય નયો દૂષિત બને છે તે જ રીતે અન્યનો પણ દૂષિત બને છે. આ રીતે મુખ્ય નયો હોય કે તેના આધાર પર રહેલા અન્ય નયો હોય, પણ જો તે નિરપેક્ષ હોય - અન્ય નયની માન્યતાનું ખંડન કરી પ્રવર્તતા હોય તો તે નયોમાં સંસારસ્થિતિ, સુખ-દુ:ખનો સંબંધ, કર્મબંધ, કર્મસ્થિતિ કે કર્મથી મોક્ષ વગેરે કાંઈપણ ઘટી શકતું નથી; તે વાત સચોટ રીતે જણાવવામાં આવી છે. આટલી સ્પષ્ટતા બાદ સર્વનયો મિથ્થારૂપ કે સમ્યકરૂપ ક્યારે બને? - તે વાત રત્નાવલીના દૃષ્ટાંતથી જણાવવામાં આવી છે. સાથોસાથે દષ્ટાંતનું શું મહત્ત્વ છે ? તેનાથી લાભ શું? તે જણાવી કાર્ય-કારણ અંગે નિરપેક્ષપણે પ્રવર્તતા સત્કાર્યવાદુ, અસત્કાર્યવાદ અને કાર્ય-કારણની અભિન્નતા માનનાર અદ્વૈતવાદની મિથ્યા માન્યતાઓનું ખંડન કરી સ્યાદ્વાદ-સાપેક્ષતા દ્વારા જ તેનો સમન્વય થઈ શકે છે તે વાત સ્પષ્ટ કરી છે. ત્યાર બાદ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયના વિષયરૂપ ક્રમિક અભેદ અને ભેદનું વર્ણન કરી દ્રવ્યને એક કે અનેક કઈ અપેક્ષાએ કહેવાય તે માટે દ્રવ્યના વ્યંજન-પર્યાયો અને અર્થ-પર્યાયોનું દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટીકરણ કરી દ્રવ્યને એકાંતે એક કે અનેક માનવામાં આવતા દોષો જણાવ્યા છે.
આટલું વર્ણન કર્યા બાદ સ્યાદ્વાદની પીઠિકા સ્વરૂપ સપ્તભંગીનું પ્રતિપાદન કરી, વ્યંજન-પર્યાય અને અર્થ-પર્યાયમાં કેટકેટલા ભંગ સંભવે છે, તેનું નિરૂપણ કર્યું છે. તે પછી માત્ર પર્યાયનયની કે માત્ર દ્રવ્યાસ્તિકનયની દેશનામાં અપૂર્ણતા જણાવી કેટલાંક દૃષ્ટાંતોનો સહારો લઈ દેશનાનું ઓત્સર્ગિક અને આપવાદિક સ્વરૂપ વર્ણવી ધર્મોપદેશકોને ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડીને પ્રથમ કાંડની પૂર્ણાહુતિ કરી છે. આ રીતે પ્રથમ કાંડમાં દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયની મુખ્ય ધરી ઉપર આરોહણ કરી વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને મુખ્ય નયો હોય કે તેના ભેદ સ્વરૂપ અન્ય નયો હોય, પણ જ્યાં સુધી તે નયોનું અનેકાંતવાદથી-સ્યાદ્વાદથી-સાપેક્ષવાદથી નિરૂપણ કરવામાં આવતું નથી ત્યાં સુધી તે નયો સમ્યકપણાને - સુનયપણાને પામી શકતા નથી, તે વાત અત્યંત સચોટ અને સ્પષ્ટપણે જણાવી છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org