________________
સંપાદકીય
(સમઈપયરણનાં) કેટલાંક સૂત્રોની વ્યાખ્યા વડે જે પુષ્કળ પુણ્ય મેં ઉપાર્જન કર્યું છે તેના વડે ભવ્ય જીવોનો સંસારનો ભય દૂર થઈ તેઓ જ્ઞાનગર્ભિત, નિર્મળ અને આનંદપૂર્ણ એવા અભયદેવ (?) અર્થાત્ મોક્ષને પામો. આમ જો કે અહીં કેટલાંક સૂત્રો” એમ કહ્યું છે. છતાં એમણે વ્યાખ્યા કરતી વેળા એકે પદ્યને કે એના મુખ્ય અંશને છોડી દીધેલ નથી. સમઈપયરણનો સાંગોપાગ અભ્યાસ કરનારે વાદમહાર્ણવનું પરિશીલન કરવું જોઈએ. પરંતુ આ મહાસાગરમાં પ્રવેશ કરવો એ કંઈ સાધારણ વાત નથી. આને લક્ષમાં રાખીને જૈનરત્ન, વ્યાખ્યાન વાચસ્પતિ, પૂજ્ય જૈનાચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજીએ સમ્મતિતત્ત્વસોપાનની યોજના કરી છે.
(૫) ન્યાયાચાર્યકૃત ટીકા - ન્યાયાચાર્ય પૂ.મહો.શ્રી યશોવિજયગણિએ સમઈપવરણનું આકંઠ પાન કર્યું છે. એમણે પોતાની વિવિધ કૃતિઓને આ અમૂલ્ય કૃતિમાંથી અવતરણો આપી એનું મૂલ્ય વધાર્યું છે. વિશેષમાં એ અવતરણો ઉપર પોતે વિવરણ પણ રચ્યું છે. કેટલીક વાર તો એ સ્વતંત્ર છે કેમ કે એ વાદમહાર્ણવને અનુસરતું નથી. કઈ કઈ કૃતિમાં સમ્મઈપયરણની ગાથાઓ આવે છે એ બાબત ઉપર્યુક્ત સંસ્કરણમાં પાંચમા ભાગમાં ત્રીજા પરિશિષ્ટરૂપે રજૂ થઈ છે એટલે હવે તે તે સ્થળો તેમ જ ત્યાર પછી પ્રકાશિત કેટલીક કૃતિઓ જોઈ ફક્ત સંકલના જ કરવાની બાકી રહે છે. એ થતાં આપણને આ મહત્ત્વપૂર્ણ કૃતિ ઉપર પૂ.ઉપાશ્રી યશોવિજયગણિ જેવા પ્રતિભાશાળીને હાથે રચાયેલી લઘુ ટીકા મેળવવાનો લાભ થશે.
() અજ્ઞાતકક ટીકા - સમ્મઈપયરણ ઉપર કોઈકની ટીકા હોવાનો ઉલ્લેખ જિ. ૨ કો. (વિ. ૧, પૃ. ૪૨૩)માં છે.” સંમતિતર્ક પ્રકરણ : વિષય :
મહાવાદિ-શ્રુતકેવલિ પૂજ્ય આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા રચિત અનેક ગ્રંથોમાં શ્રેષ્ઠ ગ્રંથ તરીકે સંમતિતર્ક ગ્રંથને જ સ્થાન આપવું ઘટે. આ ગ્રંથમાં વિષયોની વ્યાપકતા, જૈન શાસનના મૂળભૂત પદાર્થોની સ્પષ્ટતા, અર્થની ગંભીરતા, અનેકાંતવાદની સુદઢ સ્થાપના, અનુભવના પરિપાકરૂપ વચનો વગેરે આ ગ્રંથમાં સવિશેષ જોવા મળે છે.
પૂર્વે જણાવ્યા મુજબ પ્રસ્તુત ગ્રંથ ત્રણ કાંડમાં વિભક્ત છે. ત્રણે કાંડના સામાન્ય વિષયોને અનુસરીને તેની ઓળખ આપવી હોય તો પ્રથમ કાંડને નયકાંડ, દ્વિતીય કાંડને ઉપયોગકાંડ અથવા જ્ઞાનકાંડ તથા તૃતીય કાંડને યકાંડ તરીકે ઓળખાવી શકાય.
ગ્રંથકારશ્રીએ પ્રથમ નયકાંડના પ્રારંભમાં જ જિનશાસનના અસાધારણ ગુણોની સ્તવના દ્વારા મંગલાચરણ કર્યા બાદ પ્રતિજ્ઞા કરી છે કે, “આગમના પદાર્થોને સમજવામાં મંદ બુદ્ધિવાળા જીવો શાસ્ત્રના પરમાર્થના વિસ્તારને પ્રકાશિત કરનારા મહાપુરુષોની સેવા કરવા પ્રેરાઈને આગમના હાર્દને પામી શકે તે રીતે અર્થને કહીશ.” દ્રવ્યાનુયોગના મહાન ગ્રંથરત્નના પ્રારંભમાં જ આ સ્વરૂપની પ્રતિજ્ઞા
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org