________________
સંપાદકીય
“સમ્મઈપવરણની ટીકાઓ :
(૧) સ્વોપજ્ઞ વિવરણ – પૂ.આ.શ્રી સિદ્ધસેન દિવાક્રસૂરિજીએ ૧૬૬ પદ્યમાં સમ્મઈપયરણ રચ્યું છે. એ ત્રણ કાંડમાં વિભક્ત છે. આ પાઈઅ કૃતિનું મહત્ત્વ જોતાં એમ ભાસે છે કે તેઓ શ્રીમદે જાતે આના ઉપર સંસ્કૃતમાં વિવરણ રચ્યું હશે. આ પૂર્વે પ્રો. લોયમેને સ્વોપજ્ઞ વિવરણ હોવાની સંભાવના કરી છે.
(૨) મલવાદી રચિત ટીકા - ‘વાદિમુખ્ય પૂ.આ.શ્રી મલ્લવાદીસૂરિજીએ સમઈપયરણ ઉપર સંસ્કૃતમાં ટીકા રચી હતી એમ પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિજી કૃત અનેકાન્તજયપતાકાની સ્વોપજ્ઞ વ્યાખ્યા (ખંડ ૧, પૃ. ૫૮ ને ૧૧૬) જોતાં જણાય છે. પૂ.ઉપા. શ્રી યશોવિજયગણિએ અષ્ટસહસ્ત્રીની ટીકામાં પૂ.આ.શ્રી મલ્લવાદીસૂરિજીનો સમઈપયરણના ટીકાકાર તરીકે ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં પૂ.આ. શ્રી મલવાદીસૂરિજીએ આ ટીકામાં કોટિશઃ ભંગો દર્શાવ્યા છે એમ પણ એમણે કહ્યું છે. બૂટિ માં આ ટીકાનું પરિમાણ ૭૯૦ શ્લોકનું નોંધાયું છે. આ ટીકાની હાથપોથી હજી સુધી તો કોઈ સ્થળેથી મળી આવી નથી એટલે વિશેષ તપાસ થવી ઘટે. એમ લાગે છે કે પૂ.ઉપાશ્રી યશોવિજયગણિએ તો આ ટીકા જોઈ હતી. એ જો લુપ્ત હોય તો સમ્મઈપયરણના અભ્યાસ માટેનું એક ઉત્તમ સાધન આપણે ગુમાવ્યું છે એમ કહેવાય.
(૩) સુમતિકૃતટીકા - પૂ આ શ્રી હરિભદ્રસૂરિજીએ શાન્તરક્ષિતનો ઉલ્લેખ કર્યો છે. આ શાન્તરક્ષિત બૌદ્ધ ગ્રંથકાર છે. એમણે તત્ત્વસંગ્રહ રચ્યો છે. આમાં “સ્યાદ્વાદપરીક્ષા” (કારિકા ૧૨૬૨ ઈ.) અને “બહિરWપરીક્ષા” (કારિકા ૧૯૮૦ ઈ.)માં સુમતિનું ખંડન કર્યું છે. આ દિગંબર સુમતિએ સમઈપયરણ ઉપર ટીકા રચી છે એ વાત શ્રી વાદિરાજસૂરિકૃત પાર્શ્વનાથચરિત્રના પ્રારંભ ઉપરથી અને શ્રવણ બેલ્ગોલાની મલ્લિષણ પ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે. આ સુમતિનું બીજું નામ સન્મતિ પણ છે. એમણે રચેલી ટીકાની કોઈ હાથપોથી મળતી હોય એમ જણાતું નથી.
(૪) તત્ત્વબોધવિધાયિની કિંવા વાદમહાર્ણવ - પૂ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીના શિષ્ય તર્કપંચાનન’ પૂ.આ.શ્રી અભયદેવસૂરિજીએ ૨૫૦૦૦ શ્લોક જેવડી અને પોતાના સમય સુધીની વિવિધ દાર્શનિક ચર્ચાઓને રજૂ કરનારી તત્ત્વબોધવિધાયિની નામની અને વાદમહાર્ણવ તરીકે પ્રખ્યાતિ પામેલી વિવૃતિ રચી છે. સમ્મઈપયરણના પ્રથમ કાંડની ૪૦મી ગાથાની વિવૃત્તિ (પૃ. ૪૪૭)માં એમણે કહ્યું છે કે એ આદ્ય બે ભંગોના ત્રણ ત્રણ પ્રકારો, તૃતીય અને ચતુર્થના દસ દસ અને પાંચમા વગેરેના ૧૩૦ પ્રકારો છે તે પૂ.આ.શ્રી મલ્લવાદીસૂરિજીએ દર્શાવ્યા છે. વળી એ પૂ.આશ્રી મલવાદીસૂરિજીએ કહ્યું છે કે એ ૧૪૨૬ પ્રકારો દ્ધિ. આદિ સંયોગની કલ્પના કરતાં કરોડ થાય છે. સમ્મઈપયરણના ત્રીજા કાંડની ઉપમી ગાથાની વિવૃત્તિમાં (પૃ. ૭૫૪માં) મૂર્તિને આભરણો વડે ભૂષિત કરવી કે નહિ એ બાબતની ચર્ચા કરે છે. આ મહાકાય વિવૃતિની પ્રશસ્તિમાં પૂ આ શ્રી અભયદેવસૂરિજીએ કહ્યું છે કે આ રીતે
ક ૫. સુખલાલ સંપાદિત સંમનિતર્કપ્રકરણ ભાગ ૧ થી ૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org