SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય 21 एतेन मूलस्य सन्मतिगर्भितमेव नाम दिगम्बरपरम्परायां महावीरस्य वाचकत्वेन सन्मतिशब्ददर्शनात्तत्सिद्धान्तप्रतिपादकत्वेनास्य मूलस्य तेन सह सम्बन्धप्रदर्शनौचित्यात्, श्लेषेण श्रेष्ठमतिमत्त्वस्यापि प्रदर्शनौचित्यात्, सम्मतिशब्दव्यवहारस्तु सन्मतिशब्दस्य महावीरवाचकत्वेनाग्रहणाद् भ्रममूलक एवेति मतमपास्तम्, महावीरेणैव प्रतिपादितसिद्धान्तप्रतिपादकत्वेनाभ्युपेतत्वे भवजिनानां जिनानां शासनं सिद्ध प्रतिपाद्य तद्व्याख्यातृप्रतिपादितार्थावधारणसामर्थ्यसम्पादकत्वं निजप्रकरणस्याभिधाय तीर्थकरवचनसङ्ग्रहविशेषप्रतिपादकद्रव्यार्थिक-पर्यायार्थिकनयादिव्यावर्णनस्य भद्रं जिनवचनस्य भगवत इत्युपसंहरणस्य च मूलकारकृतस्य चारुताऽनिर्वाहात्, सामान्यतयोक्तेहेतुमन्तरेण महावीरविशेषार्थपर्यवसायित्वव्यावर्णनस्यानौचित्यात् । सत्सु बहुषु महावीरपर्यायशब्देषु परम्परान्तरप्रसिद्धशब्दोपादाने प्रयोजनमन्तरेण मूलकृदभिप्रायकल्पनाया निर्मूलत्वात्, सम्मइ इति प्राकृताभिधानस्य गार्वाणवाण्यां सन्मतीत्येव च्छाया न तु सम्मतीत्यत्र नियामकाभावात्, सम्मतिशब्दस्योक्तरीत्या सार्थकत्वे बाधकाभावाच्च।" આ કારણોમીમાંસા જોતાં પ્રસ્તુત ગ્રંથનું નામ સમ્મતિ (સંમતિ) કે સમ્પતિતર્ક (સંમતિતર્ક) માનવું એ જ ઉચિત જણાય છે, પણ સન્મતિ નામ ઉચિત જણાતું નથી. સંમતિતર્ક પ્રકરણ : ગ્રંથ પ્રમાણ : આ ગ્રંથને ત્રણ કાંડમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ કાંડમાં ૫૪ ગાથા, બીજા કાંડમાં ૪૩ ગાથા તથા ત્રીજા કાંડમાં ૬૯ ગાથા છે. આ રીતે આર્યાછંદમાં બનેલ કુલ ૧૬૬ ગાથા પ્રમાણે આ ગ્રંથ છે. કેટલીક હસ્તલિખિત પ્રતોમાં ત્રીજા કાંડમાં નીચે જણાવેલી એક ગાથા વધુ મળે છે. જેમાં કહ્યું છે કે, जेण विणा लोगस्स ववहारो सव्वहा न णिब्बडइ । तस्स भुवणेक्कगुरुणो णमोऽणेगंतवायस्स ।। ભાવાર્થ : જે (અનેકાંતવાદ)ના અભાવમાં સર્વ પ્રકારે લોકો વ્યવહાર સંભવી શકતો નથી, તેવા ત્રણે ભુવનના અદ્વિતીય ગુરુ સમાન અનેકાંતવાદને નમસ્કાર થાઓ. જોકે આ ગાથા ઉપર એક પણ હસ્તલિખિત પ્રતમાં તર્કપંચાનનશ્રીજીની ટીકા ઉપલબ્ધ થઈ નથી, માટે આ ગાથાને પ્રક્ષિપ્ત ગાથા તરીકે સ્વીકારવામાં આવી છે. સંમતિતર્ક પ્રકરણ - ઉપલબ્ધ-અનુપલબ્ધ ટીકાઓ : આની સ્પષ્ટતા માટે વર્તમાનમાં છેલ્લા વર્ષોમાં સાલ મુજબ પ્રકાશિત સંમતિતર્ક ગ્રંથની આવૃત્તિઓની નોંધ અમે પરિશિષ્ટમાં આપી છે. તે ઉપરાંત “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” પુસ્તકના ત્રીજા ખંડમાં આ અંગેની જે વિગતો મળી છે તે નીચે મુજબ છે. Jain Education International 2010 02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy