________________
२४०
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-५३
છયા : कालः स्वभावो नियतिः पूर्वकृतं पुरुषकारणैकान्ताः ।
मिथ्यात्वं ते चैव समासतो भवन्ति सम्यक्त्वम् ।।५३।। અન્વયર્થ : વત્રો = કાળ, સદવિ = સ્વભાવ, પિયરું = ભાગ્ય, પુત્રેવયં = કર્મ
અને પુરિવાર તા = પુરુષરૂપ કારણો સંબંધી એકાંતવાદો મિચ્છત્ત = મિથ્યાત્વરૂપ છે. તે વેવ = અને તે જ વાદો સમાસો =
સાપેક્ષપણે મળવાથી સમ્પન્ન = સમ્યકત્વરૂપ દતિ = થાય છે. ગથાર્થઃ કાલ, સ્વભાવ, નિયતિ (ભાગ્ય), વકૃત (કર્મ) અને પુરુષરૂપ કારણ વિષેના એકાંતવાદો મિથ્યાત્વરૂપ છે; અને તે જ વાદો સમાસથી અર્થાત્ પરસ્પર સાપેક્ષપણે મળવાથી સમ્યકત્વરૂપ બને છે. (૫૩)
તાત્પર્યાર્થ: કાર્યની ઉત્પત્તિ કારણને આભારી છે. કારણ વિષે પણ અનેક મતો છે. તેમાંથી આ ગાથાની ટીકામાં એકાંતવાદી પાંચે કારણવાદોનું નિરૂપણ કરી ખંડન કરવામાં આવ્યું છે.
કોઈ કાલવાદી છે; જેઓ ફક્ત કાલને જ કારણ માની તેની પુષ્ટિમાં કહે છે કે, જુદાં જુદં ફળો, વરસાદ, શરદી, ગરમી વગેરે બધું ઋતુભેદને જ આભારી છે અને ઋતુભેદ એટલે કાળવિશેષ. આથી, વસ્તુની ઉત્પત્તિમાં “કાળ' કારણભૂત છે.
કોઈ સ્વભાવવાદી છે; જેઓ ફક્ત સ્વભાવને જ કાર્યમાત્રનું કારણ માની તેના સમર્થનમાં કહે છે કે, પશુઓનું સ્થળગામીપણું, પક્ષીઓનું ગગનગામીપણું અને ફળનું કોમળપણું તેમજ કાંટાનું અણીદારપણું એ બધું પ્રયત્ન કે કોઈ બીજા કારણથી નહિ પણ વસ્તુગત સ્વભાવથી જ સિદ્ધ છે. આથી વસ્તુ સ્વભાવજન્ય જ છે.
કોઈ નિયતિવાદી છે; તે નિયતિ સિવાય બીજા કશાને કારણ ' માતા પોતાના પક્ષની પુષ્ટિમાં કહે છે કે, જે સાંપડવાનું હોય તે સારું કે નરસું સાંપડે જ છે, ન થવાનું થતું નથી અને થવાનું મટતું નથી; તેથી તે બધું નિયતિને આભારી છે, એમાં કાળ, સ્વભાવ કે બીજા એક કારણને સ્થાન નથી.
કોઈ અદષ્ટવાદી અષ્ટને જ કારણ માની તેની પુષ્ટિમાં કહે છે કે, બધા માણસો પૂર્વસંચિત કર્મયુક્ત જન્મે છે અને પછી તેઓ પોતે ધાર્યું ન હોય તેવી રીતે સંચિત કર્મના પ્રવાહમાં તણાય છે. માણસની બુદ્ધિ સ્વાધીન નથી, પૂર્વાર્જિત સંસ્કાર પ્રમાણે જ તે પ્રવર્તે છે; માટે અદૃષ્ટ જ બધાં કાર્યોનું કારણ છે.
કોઈ પુરુષવાદી પુરુષને ફક્ત કારણ માની તેની પુષ્ટિમાં કહે છે કે, જેમ કરોળિયો બધા તાંતણા સરજે છે, જેમ ઝાડ બધા ફણગાઓ પ્રગટાવે છે, તેમ ઈશ્વર જ જગતના સર્જન, પ્રલય અને સ્થિતિનો કર્તા છે. ઈશ્વર સિવાય બીજું કશું જ કારણ નથી. જે કારણરૂપે બીજું દેખાય છે, તે પણ ઈશ્વરને જ આધીન છે; તેથી બધું જ ફક્ત ઈશ્વરતંત્ર છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org