________________
२३६
સંતતÉપ્રરો , [Uડું-૩, માથા-૧૨
ગાથાર્થ : શાક્યો અર્થાત્ બૌદ્ધી અને ઔલૂક્યો અર્થાત્ વૈશેષિકો, સાંખ્યોના એકાંત સદ્વાદપક્ષમાં જે દોષો કહે છે, તે સર્વે પણ દોષો તેઓના (બૌદ્ધ અને વૈશેષિકોએ રજૂ કરેલા) સાચા જ છે અને તે સાંખ્યો, બૌદ્ધના અને વૈશેષિકના એકાંત અસદ્ધાદપક્ષમાં જે દોષો કહે છે, તે સર્વે પણ દોષો તેઓના (સાંખ્યો એ રજૂ કરેલા) સાચા છે. (૫૦)
તાત્પર્યાર્થ : કાર્ય અને કારણના ભેદભેદ વિષે અનેક દૃષ્ટિઓ પ્રવર્તે છે. બૌદ્ધદર્શન અને વૈશેષિકદર્શન ભેદવાદી હોવાથી કારણ અને કાર્ય ભિન્ન ભિન્ન છે એમ માને છે; તેથી જ તેઓ અસત્કાર્યવાદ માને છે અર્થાત્ અસતું એટલે ઉત્પત્તિ પહેલાં કારણમાં વિદ્યમાન ન હોય એવા અપૂર્વ જ કાર્યની ઉત્પત્તિ સ્વીકારે છે. તેથી ઊલટું, સાંખ્યો અભેદવાદી હોવાથી કારણ અને કાર્ય અભિન્ન છે એમ માને છે અને તેથી જ તેઓ સત્કાર્યવાદ માને છે અર્થાત્ સત્ એટલે ઉત્પત્તિ પહેલાં પણ કારણમાં વિદ્યમાન એવા કાર્યની ઉત્પત્તિ વર્ણવે છે.
બૌદ્ધ અને વૈશેષિક પોતાના પક્ષનું સ્થાપન કરતાં સાંખોના સત્કાર્યવાદને દૂષિત કરવા કહે છે કે, જો કારણમાં ઉત્પત્તિ પહેલાં પણ કાર્ય સત્-વિદ્યમાન હોય, તો ઉત્પત્તિ માટે પ્રયત્ન નકામો છે; તેમજ ઉત્પત્તિ પહેલાં પણ સત્ હોવાથી કારણમાં કાર્ય દેખાવું જોઈએ અને કાર્યસાપેક્ષ બધી ક્રિયાઓ અને બધા વ્યવહારો કાર્યની ઉત્પત્તિ પહેલાં પણ થવા જોઈએ, વગેરે.
એ જ રીતે સાંખ્યો પોતાના પક્ષનું સ્થાપન કરતાં બૌદ્ધ અને વૈશેષિકોના અસત્કાર્યવાદને દૂષિત કરવા કહે છે કે, જો અસત્ કાર્યની ઉત્પત્તિ થતી હોય, તો ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય કેમ ઉત્પન્ન થતું નથી ? માટીમાંથી ઘટ જ અને સૂતરમાંથી કપડું જ થાય છે એવો નિયમ શા માટે ? તેમ જ જો અસત્ વસ્તુની ઉત્પત્તિ થતી હોય, તો માણસને શીંગડાં કેમ ન આવે ? વગેરે. આ બન્ને દૃષ્ટિઓ એક બીજાને જે દોષ આપે છે, તે બધા જ સાચા છે, કારણ કે, એ દૃષ્ટિઓ એકાંગી હોઈ બીજી બાજુ જોતી જ નથી. એ ઊણપને લીધે સ્વાભાવિક રીતે જ તેમાં દોષો આવી જાય છે.
આ ગાથાની ટીકામાં સત્કાર્યવાદ અને અસત્કાર્યવાદ એ બંને માન્યતાઓ રજૂ કરી બંનેમાં આવતાં દોષોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. (૫૦) परस्परसापेक्षतयोपनीतौ तौ द्वौ नयावेव भवदुःखनाशे समर्थाविति दर्शयन्नाह -
ते उ भयणोवणीया सम्मइंसणमणुत्तरं होति ।
जं भवदुक्वविमोक्खं दो वि न पूरेति पाडिक्कं ।।५१।। तु पुनः तौ द्रव्यास्तिक-पर्यायास्तिकनयौ भजनोपनीतावनेकान्तदृष्ट्योपयोजितावनुत्तरं सर्वोत्कृष्टं सम्यग्दर्शनरूपं भवतः । यद् यस्माद् द्वावपि तौ प्रत्येकं पृथक् पृथग्
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org