________________
२३४
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-४९
VIRોન = પોતપોતાના વિષયને પ્રધાનતા આપતા હોવાથી
૩voોઇનિરવેરા = (બંને નયો) પરસ્પર નિરપેક્ષ છે. ગાથાર્થ જો કે ઉલૂકે અર્થાત્ કણાદઋષિએ દ્રવ્યાસ્તિકનય તથા પર્યાયાસ્તિકનય એમ બંને નયોથી પોતાનું શાસ્ત્ર બનાવ્યું, છતાં પણ તે મિથ્યાભૂત છે. કારણ કે, તે બંને નયો પોતપોતાના વિષયને જ પ્રધાનતા આપનારા હોવાથી પરસ્પર નિરપેક્ષ છે. (૪૯)
તાત્પર્યાર્થ : અહીં પ્રશ્ન થાય છે કે, એક જ વસ્તુ પરત્વે નિત્યત્વ, અનિત્યત્વ આદિ વિરોધી ધર્મોના સમન્વયમાં જ જો જૈનદૃષ્ટિ કહેવાતી હોય, તો વૈશેષિકદર્શનને પણ જૈનદર્શન કહેવું પડશે; કારણ કે એ દર્શન પણ માત્ર નિત્યત્વ કે માત્ર અનિયત્વ ન સ્વીકારતાં નિત્યત્વ અને અનિયત્વ બન્ને સ્વીકારે છે.
તેનો ઉત્તર એ છે કે, વૈશેષિકદર્શનમાં નિત્ય અને અનિત્યત્વ એ વિરોધી બે અંશોનું પ્રતિપાદન હોવાથી એમાં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક બન્ને નયોને સ્થાન છે ખરું; પણ એ બન્ને નયો પોતપોતાના વિષયનું સ્વતંત્રપણે જ પ્રતિપાદન કરે છે. કારણ કે વૈશેષિકદર્શન એમ માને છે કે, જે પરમાણુ, આત્મા આદિ પદાર્થો નિત્ય છે તે નિત્ય જ છે; અને જે ઘટ, પટ આદિ પદાર્થો અનિત્ય છે તે અનિત્ય જ છે; એટલે નિત્ય મનાયેલ પદાર્થમાં અનિત્યત્વને અને અનિત્ય મનાયેલ પદાર્થોમાં નિયત્વને સ્થાન જ નથી. સમગ્ર દર્શનને આશ્રયી નિત્યત્વઅનિયત્વ બન્નેનો સ્વીકાર હોવા છતાં, વસ્તુપરત્વે એ બન્ને ધર્મો એકબીજાથી છૂટા અને સ્વતંત્રપણે જ સ્વીકારાયેલા છે. તેથી એ દર્શનમાં ઉપલક દૃષ્ટિએ નિત્યત્વ અને અનિત્યત્વગામી બન્ને નયો દેખાવા છતાં, તાત્ત્વિક રીતે તેમાં સમન્વય પામેલા નથી; માટે જ વૈશેષિકદર્શન એ જૈનદર્શન નથી. જૈનદર્શન કોઈપણ એક જ વસ્તુ પરત્વે એ વિરોધી દેખાતા ધર્મોનો સમન્વય અપેક્ષાવિશેષથી કરે છે; અને વૈશેષિકદર્શન વસ્તુ“દે વિરોધી ધર્મોનો ભેદ સ્વીકારે છે. આ જ બન્નેમાં તફાવત છે.
એ જ પ્રમાણે સામાન્ય અને વિશેષની બાબતમાં પણ ખુલાસો છે. વૈશેષિકદર્શન વસ્તુમાં થતા સામાન્ય અને વિશેષ વ્યવહારના નિયામક તરીકે એ વસ્તુમાં એકબીજાથી નિરાળાં એવાં સામાન્ય અને વિશેષ બે સ્વતંત્ર તત્ત્વો સ્વીકારે છે; જ્યારે જૈનદર્શન એ જ વ્યવહારના નિયામક તરીકે વસ્તુમાત્રને સામાન્ય-વિશેષ ઉભયસ્વરૂપ સ્વીકારી લે છે અને કહે છે કે તદ્દન સ્વતંત્ર એવા સામાન્ય-વિશેષ જુદા ધર્મો કોઈપણ વસ્તુમાં સંભવી જ ન શકે.
આ રીતે વૈશેષિકદર્શનમાં કહેવાયેલા પદાર્થો અપ્રમાણભૂત હોવાથી તથા પ્રમાણથી બાધિત હોવાથી તે પદાર્થોને રજૂ કરનાર વૈશેષિકદર્શનના શાસ્ત્રો પણ મિથ્યા છે - અપ્રમાણભૂત છે.
ગાથા૪૯ની ટીકામાં ટીકાકાર મહર્ષિએ વૈશેષિકદર્શનમાન્ય દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય, અભાવસ્વરૂપ સાતે પદાર્થો રજૂ કરી તેમની પદાર્થ વ્યવસ્થા કઈ રીતે અસંગત છે તેનું તર્કબદ્ધ રીતે સુંદર નિરૂપણ કરેલ છે. (૪૯)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org