________________
સંમતિતÓપ્રર્ળે, વ્હાઇડ-રૂ, ગા-૪૭
:
ગાથાર્થ : પરિશુદ્ધ નયવાદ એ પ્રમાણથી પરિશુદ્ધ આગમમાં કહેવાયેલા અર્થમાત્રનો સાધક બને છે; વળી તે જ નયવાદ જો ખોટી રીતે (નિરપેક્ષ રીતે) ૨જૂ ક૨વામાં આવે, તો બન્ને પક્ષોનો ઘાત કરે છે. (અર્થાત્ તે અપરિશુદ્ધ બને છે.) (૪૬)
२३०
તાત્પર્યાર્થ : પ્રમાણથી દરેક વસ્તુ અનેકધર્માત્મક સિદ્ધ છે; તેનું કોઈપણ એક વિવક્ષિત અંશરૂપે પ્રતિપાદન ક૨વાનો અભિપ્રાય તે નયવાદ છે. જો એ અભિપ્રાય એકાંશસ્પર્શી હોવા છતાં તે વસ્તુના બીજા અવિવક્ષિત અંશપરત્વે માત્ર ઉદાસીન હોય અર્થાત્ તે અંશનું ખંડન કરવાનો આગ્રહ ન ધરાવતો હોય, અને પોતાના વક્તવ્ય પ્રદેશમાં જ પ્રવર્ત્તતો હોય, તો તે પરિશુદ્ધ નયવાદ છે. તેથી ઊલટું, જે અભિપ્રાય પોતાના વક્તવ્ય એક અંશને જ સંપૂર્ણ માની તેનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા અંશોનું ખંડન કરે, તે અપરિશુદ્ધ નયવાદ છે. પરિશુદ્ધ નયવાદ એક અંશનો પ્રતિપાદક હોવા છતાં ઇતર અંશોનું ખંડન ન કરતો હોવાથી તેને બીજા નયવાદો સાથે વિરોધ નથી હોતો; એટલે છેવટે તે શ્રુતપ્રમાણના અખંડ વિષયનો જ સાધક બન્ને છે; અર્થાત્ નયવાદ જો કે હોય છે અંશગામી, પણ જો તે પરિશુદ્ધ એટલે ઇતર સાપેક્ષ હોય, તો તેના વડે છેવટે પ્રમાણસિદ્ધ અનેક ધર્માત્મક આખી વસ્તુનું જ સમર્થન થાય છે.
સારાંશ એ છે કે, બધા જ પરિશુદ્ધ નયવાદો પોતપોતાના અંશભૂત વક્તવ્ય દ્વારા એકંદરે સમગ્ર વસ્તુનું જ પ્રતિપાદન કરે છે; એ જ પરિશુદ્ધ નયવાદનું ફળ છે. તેથી ઊલટું અપરિશુદ્ધ નયવાદ માત્ર પોતાથી જુદા પડતા બીજા પક્ષનું જ નહિ પણ સ્વપક્ષનું પણ ખંડન કરે છે. કારણ કે, તે જે બીજા અંશને અવગણી પોતાના વક્તવ્યને કહેવા માગે છે, તે બીજા અંશનું અસ્તિત્વ સ્વીકાર્યા વિના પોતાને માન્ય એવા અંશનું અસ્તિત્વ પણ સંભવી શકતું જ નથી, તેથી બીજા અંશનું ખંડન કરવા જતાં તે પોતાના વક્તવ્ય અંશનું પણ ખંડન કરી જ બેસે છે. વસ્તુનું સમગ્રસ્વરૂપ અનેક સાપેક્ષ અંશોથી ઘડાયેલું છે એટલે જ્યારે એ સાપેક્ષ અંશોને એકબીજાથી તદ્દન છૂટા પાડી દેવામાં આવે, ત્યારે તેમાંથી એકે સિદ્ધ થઈ શકતો નથી. તેથી જ એમ કહ્યું છે કે, અપરિશુદ્ધ એટલે બીજાની પરવા ન કરતો નયવાદ પોતાના અને બીજાના એમ બન્ને પક્ષનાં મૂળ ઉખાડે છે. (૪૬)
अपरिशुद्धनयवादः परसमयरूपः, तस्य भेदान् वर्णयन्नाह -
जावइया वयणवहा तावइया चेव होंति णयवाया ।
जावइया णयवाया तावइया चेव परसमया ।। ४७ ।।
यावन्तो वचनमार्गा वक्तृविकल्पहेतवोऽध्यवसायविशेषाः, तावन्ता एव नयवादाः तज्जनितवक्तृविकल्पाः शब्दात्मकाः भवन्ति । यावन्तो नयवादास्तावन्त एव परसमया अन्यतीर्थिक सिद्धान्ता भवन्ति ।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org