________________
२१६
સંતિતÉપ્રકર, 10-રૂ,
થા-રૂપ-રૂ૭
આંગળી એ એક વસ્તુ છે; તે જ્યારે વાંકી હોય ત્યારે સીધી રહી શકતી નથી અને જ્યારે સીધી હોય ત્યારે વાંકી રહી શકતી નથી. વક્રતા અને સરળતા એક જ વસ્તુમાં એક કાળે સંભવતાં ન હોવાથી ક્રમવર્તી છે. વળી, આંગળીમાં વક્રતાપર્યાયના વિનાશ અને સરળતાપર્યાયના ઉત્પાદ વચ્ચે સમયભેદ નથી જ. એ બન્ને એક જ સમયમાં એક જ ક્રિયાનાં થતાં બે પરિણામો છે. એ જ સમયે આંગળી તો આંગળીરૂપે સ્થિર હોય છે જ, તેથી આંગળીરૂપ એક વસ્તુમાં એક જ સમયે ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ ઘટી જાય છે; તેથી ઊલટું તેના એક જ વક્રતા કે સરળતા પર્યાયને લઈએ તો તેમાં ઉત્પાદ, વિનાશ અને સ્થિતિનો કાળભેદ ઘટે છે. આંગળી વાંકી મટી સીધી થઈ તે તેના સરળતાપર્યાયનો ઉત્પાદસમય, અમુક વખત સીધી રહી પાછી વાંકી થાય ત્યારે તે તેના સરળતાપર્યાયનો વિનાશસમય અને સીધી થવાના ક્ષણથી માંડી સીધી મટી જવાના ક્ષણ સુધીનો વચલો એકરૂપ સીધી રહેવાનો ગાળો તે સરળતાપર્યાયનો સ્થિતિસમય એ કાળભેદ થયો.
ઉક્ત ભિન્નકાલીન કે સમકાલીન ઉત્પાદ, નાશ અને સ્થિતિએ ત્રણે એક સત્-ધર્મીદ્રવ્યના ધર્મો હોવાથી તેનાથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. ભિન્ન એટલા માટે કે તે તેના અંશ છે અને અભિન્ન એટલા માટે કે તે અંશ હોવા છતાં પોતાના ધર્મીભૂત લક્ષ્યમાં જ સમાઈ જાય છે, તેનાથી જુદું અસ્તિત્વ ધરાવતા નથી.
વળી, કોઈ એક દ્રવ્યને ત્રિકાલવર્તીત્વરૂપ વિશેષથી અંકિત કરવું હોય - સમજવું હોય, તો આ પ્રમાણે સમજવું જોઈએ. મકાનરૂપ એક દ્રવ્ય પર્યાય લઈ વિચારીએ કે જ્યારે તે બનતું હોય છે ત્યારે એક સળંગ આખા મકાનરૂપે બની રહ્યું છે, તેમાં જેટજેટલો ભાગ બન્યો હોય તેટલા ભાગરૂપે એ બનતું જ મકાન બની ગયું છે; અને જે ભાગ હજી બનવાનો બાકી છે. તેની અપેક્ષાએ તે મકાન બનનાર છે. આ રીતે કોઈપણ ઉત્પન્ન થતું દ્રવ્ય ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયું છે અને ઉત્પન્ન થશે – એમ ત્રણે કાળના વિષયને સ્પર્શનારૂં બને છે.
તેમ જ ઉત્પાદાદિ વડે નાશ પણ નૈકાલિક છે. જેમ તે ઉત્પન્ન થતા મકાનમાં ઈંટ આદિ અવયવો પોતપોતાની સ્વતંત્ર અવસ્થા છોડતા હોવાથી અવયવરૂપે એ નાશ પામી રહ્યું છે અને જેટલો ભાગ બન્યો હોય તેટલામાં અવયવોની સ્વતંત્ર અવસ્થા નાશ પામેલી હોવાથી તે ભાગમાં તે નાશ પામેલું છે; તેમજ જે ભાગ બનવાનો બાકી હોય, તેમાં અવયવોનું સ્વતંત્રપણું જવાનું હોવાથી તે ભાગમાં તે નાશ પામનાર છે. એ જ પ્રમાણે એ મકાનમાં સ્થિતિ પણ સૈકાલિક ઘટાવી શકાય. આથી ઊંડા ઊતરી વિશેષ વિચાર કરનાર એકેક ઉત્પદ્યમાન, ઉત્પન્ન અને ઉત્પસ્યમાન પદાર્થમાં સૈકાલિક વિગમ અને તેવા પ્રત્યેક વિગમમાં સૈકાલિક સ્થિતિ પણ ઘટાવી શકે.
જે એક સામાન્ય બાબત અહીં ધ્યાનમાં રાખવાની છે તે એ છે કે, સૈકાલિક ઉત્પાદ, નાશ અને સ્થિતિ એક આધારમાં ઘટાવવા માટે કાં તો કોઈ એક દ્રવ્યપર્યાય લેવો અને કાં તો કોઈ એક ગુણપર્યાય લેવો. કારણ કે કેવળદ્રવ્ય કે કેવળગુણમાં એ ઘટવાનો સંભવ નથી અને જ્યારે કોઈ દ્રવ્યપર્યાય કે ગુણપર્યાય લઈ, એ ઉક્ત વિકલ્પો ઘટાવવામાં આવે છે, ત્યારે તે પર્યાય બીજા બધા સજાતીય-વિજાતીય પર્યાયોથી ભિન્નરૂપે જ ગ્રહણ થાય છે. આ વિચાર વસ્તુને વિશેષરૂપે ગ્રહણ કરવાનો ઉપાયમાત્ર છે. (૩૫-૩૭).
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org