________________
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३५-३७
२१५
વિષાર્થ = નાશ પામ્યું તિ = એ પ્રમાણે પUUવવંતો = પ્રરૂપણા કરતો પુરુષ રવિવું = દ્રવ્યને તિલાવિયં = ત્રણે કાળના વિષય વડે
વિસેલેડુ = વિશિષ્ટ બનાવે છે. ગાથાર્થ ઉત્પાદ વગેરે ત્રણે ધર્મો દ્રવ્યમાં એક સાથે રહેનારા પણ છે અને ભિન્ન-ભિન્નકાળમાં રહેનારા પણ છે. તથા આ ઉત્પાદ વગેરે ત્રણે ધર્મો દ્રવ્યથી ભિન્ન પણ જાણવા તેમજ અભિન્ન પણ જાણવા. (૩૫)
અંગુલિ વગેરે દ્રવ્યના જે સંકોચનકાળ છે તે જ તેનો પ્રસરણકાળ છે, તેવું માનવું યુક્ત નથી. વળી, તે ઉત્પત્તિ તથા વિનાશના સમયે અંગુલિદ્રવ્યનું ભિન્નકાળપણું નથી અર્થાત્ પૂર્વપર્યાયનાશ, ઉત્તરપર્યાયઉત્પત્તિ અને અંગુલિદ્રવ્યની સ્થિતિ ત્રણે સમકાળે છે. (૩૬)
ઉત્પન્ન થતાં સમયે દ્રવ્ય “ઉત્પન્ન થયું છે અને ઉત્પન્ન થનાર છે તેમ જ નાશ પામતાં સમયે દ્રવ્ય “નાશ પામ્યું છે અને નાશ પામનાર છે' એ રીતે પ્રરૂપણા કરતો પુરુષ તે દ્રવ્યને ત્રણે કાળના વિષયથી વિશિષ્ટ બનાવે છે. (૩૭)
તાત્પર્યાર્થઃ ‘ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યયુક્ત સત્' આ પ્રમાણોનું તત્વાર્થસૂત્રનું વચન હોવાથી સસ્તુનું (વિદ્યમાન પદાર્થનું) લક્ષણ ઉત્પાદ, નાશ અને સ્થિતિ એવું કરવામાં આવ્યું છે. તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરતાં ગ્રંથકાર જણાવે છે કે, લક્ષણભૂત ઉત્પાદ આદિ ત્રણે અંશોનો કાળ એકબીજાથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે; તેમ જ એ લક્ષણસ્વરૂપ ઉત્પાદ વગેરે ત્રણે લક્ષ્યભૂત દ્રવ્યથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે.
દરેક વસ્તુ દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ હોવાથી તેનું સંપૂર્ણ સ્વરૂપ તે ઉભયમાં જ સમાય છે. પર્યાયો કેટલાક પરસ્પર વિરોધી હોવાથી ક્રમવર્તી હોય છે તો કેટલાક અવિરોધી હોવાથી સહવર્તી પણ હોય છે. ક્રમવર્તી બે પર્યાયોને લઈ તેના ઉત્પાદ અને વિનાશના સમયનો વિચાર કરીએ, તો તે સમકાલીન છે એમ કહેવું જોઈએ. કારણ કે અનંતર પૂર્વપર્યાયની અંતિમ કાલસીમાં તે જ ઉત્તરપર્યાયની આદિ કાલસીમા હોય છે, પરંતુ કોઈપણ એક પર્યાયને લઈ તેના ઉત્પાદ-વિનાશના સમયનો વિચાર કરીએ, તો જણાશે કે તે બન્ને ભિન્નકાલીન છે. કારણ કે, એક પર્યાયના કાળની આદિસીમા અને અંતિમસીમા જુદી જુદી હોય છે.
પૂર્વ પર્યાયની નિવૃત્તિ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિ જે સમયમાં થતી હોય છે, તે જ સમયમાં તે વસ્તુ અમુક સામાન્યરૂપે સ્થિર પણ હોય છે. તેથી એ રીતે જોતાં ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ એ ત્રણે સમકાલીન છે. પરંતુ કોઈ એક જ પર્યાયને લઈ સ્થિતિનો વિચાર કરીએ, તો તેના ઉત્પાદ અને વિનાશની જેમ તેની સ્થિતિનો કાળ ભિન્ન છે એમ લાગશે; અર્થાત્ તેનો ઉત્પાદ એટલે પ્રારંભ સમય અને વિનાશ એટલે તેનો નિવૃત્તિ સમય અને સ્થિતિ એટલે, પ્રારંભથી નિવૃત્તિ સુધી સામાન્યરૂપે રહેવાનો તેનો બધો સમય એ ત્રણે ભિન્ન છે. ગ્રંથકાર આ બાબતને એક આંગળીના દાખલાથી વધારે સ્પષ્ટ કરે છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org