________________
२१०
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३२-३४
સામુદાયિક ઉત્પાદ અને સામુદાયિક વિનાશ બન્ને પ્રાયોગિક તેમ જ સ્વાભાવિક એમ બબ્બે પ્રકારના છે. ઘટ-પટ આદિ જે કંધો કોઈ ને કોઈના પ્રયત્નથી બને છે તેમ જ નાશ પામે છે, તે સામુદાયિક ઉત્પાદ અને સામુદાયિક વિનાશ પ્રાયોગિક છે; અને વાદળાં, પહાડ આદિ સ્કંધો જે કોઈના પ્રયત્ન વિના જ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, તે સામુદાયિક ઉત્પાદ અને સામુદાયિક વિનાશ સ્વાભાવિક છે.
ત્વિવ - કોઈ બીજા દ્રવ્ય સાથે મળી સ્કંધત્વનું રૂપ ધારણ કર્યા વિના જ રહેલ અર્થાત્ સ્વતંત્ર એક-એક દ્રવ્ય વ્યક્તિમાં જે ઉત્પાદ અને વિનાશ સંભવે છે, તે એકત્વિક ઉત્પાદ અને વિનાશ છે. એ ઉત્પાદ અને વિનાશ સ્કંધ આશ્રિત ન હોવાથી પરિશુદ્ધ પણ કહેવાય છે. આવા ઉત્પાદ અને વિનાશનો વિષય અમૂર્ત દ્રવ્ય અને તેમાં પણ જે અમૂર્ત દ્રવ્ય માત્ર એક એક વ્યક્તિરૂપ છે તે જ હોઈ શકે છે. તેથી જ આકાશ, ધર્મ અને અધર્મ એ ત્રણ અસ્તિકામાં ઐકત્વિક ઉત્પાદ અને ઐકત્વિક વિનાશ કહેવામાં આવ્યો છે. આ ઉત્પાદ અને વિનાશ માત્ર સ્વાભાવિક હોય છે, પ્રાયોગિક હોતો નથી. કારણ કે આકાશ વગેરે ત્રણે દ્રવ્યો પરિણામી હોવા છતાં ગતિક્રિયા વિનાનાં હોવાથી તેમાં પુદ્ગલની જેમ પ્રયત્નને અવકાશ જ નથી. ક્રિયાશીલ પુદ્ગલ અને જીવની અવગાહનક્રિયા, ગતિક્રિયા અને સ્થિતિક્રિયામાં દેશભેદે અને કાળભેદે તટસ્થ નિમિત્ત બનવું કે ન બનવું એ જ આકાશ વગેરે ત્રણે દ્રવ્યોનો ઉત્પાદ અને વિનાશ છે, જે માત્ર પરસાપેક્ષ હોવાથી અનિયત છે.
વિનાશ વિષે ખાસ જાણવાની બાબત એ છે કે પ્રાયોગિક અને સ્વાભાવિક બન્ને પ્રકારનો સામુદાયિક વિનાશ (૧) સમુદાયવિભાગમાત્ર અને (૨) અર્થાતરભાવપ્રાપ્તિ એમ બે પ્રકારનો છે. તે પૈકી (૧) સમુદાયનો ભંગ થવાથી અવયવોનું છૂટા પડી જવું અને સ્કંધપણું ત્યજી દેવું એ સમુદાયવિભાગમાત્રરૂપ નાશ કહેવાય છે. એનો પ્રાયોગિક દાખલો પ્રયત્નથી મકાન તૂટવાને લીધે ઈંટ વગેરે અવયવોનું છૂટા પડવું તે છે; અને સ્વાભાવિક દાખલો પ્રયત્ન વિના જ વાદળું વિખરાવાથી કે પહાડ તૂટવાથી તેના અવયવોને જુદા પડવું તે છે. (૨) અવયવોનો વિભાગ થયા વગર જ સ્કંધદ્રવ્યનું પૂર્વ આકાર છોડી બીજા આકારમાં બદલાઈ જવું તે અર્થાતરભાવપ્રાપ્તિરૂપ વિનાશ છે. આનો પ્રાયોગિક દાખલો કડાનું કુંડલ બનાવવું તે છે; અને વૈઋસિક દાખલો બરફનું પાણી અને પાણીનું હવારૂપમાં ભૌતિક સંયોગો કે ઋતુના પ્રભાવ વગેરેથી બદલાઈ જવું તે છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org