________________
સંમતિતપ્રજર), વાજુ-૩, TIથા-રૂ૨-૩૪
२०९
સુવિMો = બે પ્રકારનો, સમુદામાન્ત = સમુદાયના વિભાગ માત્ર સ્વરૂપ (૧) અત્યંતરમાવામvi = = અને અન્ય સ્વરૂપને પામવા
રૂપ (૨). ગાથાર્થ : ઉત્પાદ બે પ્રકારનો છે. (૧) પ્રયત્નજન્ય અને (૨) વૈઋસિક (સ્વાભાવિક). તે પૈકી પ્રયત્નજન્ય ઉત્પાદ એ સમુદાયવાદસ્વરૂપ છે અને તે અપરિશુદ્ધ છે. (૩૨)
સ્વાભાવિક (વૈઋસિક) ઉત્પાદ બે પ્રકારનો છે. (૧) સમુદાયકૃત અને (૨) ઐકત્વિક. આકાશ વગેરે ત્રણ દ્રવ્યોમાં પરનિમિત્તજન્યરૂપે એકત્વિક ઉત્પાદ અનિયમથી (અનેકાંતથી) દેખાય છે. (૩)
વિનાશના પણ એ જ પ્રકાર છે અર્થાત્ સ્વાભાવિક તથા પ્રયત્નજનિત એમ બે પ્રકાર છે. સમુદાયકૃત ઉત્પાદમાં (એટલે પ્રયત્નજનિત અને સ્વાભાવિક એ બન્ને પ્રકારના સમુદાયકૃત ઉત્પાદમાં) તે વિનાશ બબ્બે પ્રકારનો છે. (૧) સમુદાયના વિભાગ માત્ર રૂપ અને (૨) અર્થાતરપણાની પ્રાપ્તિરૂપ. (૩૪)
તાત્પર્યાર્થ : ઈશ્વરકારણવાદી દર્શનોના મત પ્રમાણે પ્રાણીના પ્રયત્નથી દેખાતા અને પ્રાણીના પ્રયત્ન વિના જ દેખાતા દરેક જન્ય પદાર્થનો ઉત્પાદ અને વિનાશ ઈશ્વરાધીન હોવાથી ઈશ્વરપ્રયત્નજનિત છે. એ મત જૈનદર્શનને માન્ય નથી એ બતાવવા ગ્રંથકારશ્રી કહે છે કે, સઘળા પદાર્થોનો ઉત્પાદ અને વિનાશ કોઈના પ્રયત્નથી થાય છે તેવું નથી અને તેમ માનવામાં ઈશ્વર કર્તુત્વ માનવું પડે. પણ ઘણા દૃષ્ટિકોણો તથા હેતુઓથી વિચારતાં ઈશ્વરનું કર્તૃત્વ સંભવતું જ નથી; તેથી અનુભવ પ્રમાણે જ્યાં કોઈપણ પ્રાણીનો પ્રયત્ન હોય, ત્યાં ઉત્પાદ અને વિનાશ પ્રયત્નજન્ય માનવા અને જ્યાં કોઈનો પ્રયત્ન ન હોય ત્યાં ઉત્પાદ અને વિનાશ અપ્રયત્નજન્ય માનવા એ જ યોગ્ય છે. એટલે જન્ય પદાર્થના ઉત્પાદ અને વિનાશ બન્ને પ્રાયોગિક (પ્રયત્નજન્ય) અને વૈસિક (અપ્રયત્નજન્ય કે સ્વાભાવિક) એમ બબ્બે પ્રકારના છે, એ જ ફલિત થાય છે. તેને વૈશેષિક આદિ દર્શનોની જેમ માત્ર પ્રાયોગિક માનવા એ અનુભવવિરુદ્ધ છે. ઉત્પાદ અને વિનાશનું વિશેષ સ્વરૂપ
સામુવિ - છૂટા છૂટા રહેલા અવયવોના મળવાથી સમુદાયરૂપે પદાર્થનો જે ઉત્પાદ થાય છે, તે સામુદાયિક ઉત્પાદ કહેવાય છે. તેને જ જૈનદર્શનમાં સ્કંધ અને ન્યાય વગેરે દર્શનોમાં અવયવી કહે છે. એ ઉત્પાદ કોઈ એક જ દ્રવ્યને આશ્રિત ન હોવાથી અપરિશુદ્ધ પણ કહેવાય છે. એ જ પ્રમાણે સમુદાય અંધ કે અવયવીરૂપે ઉત્પન્ન થયેલ પદાર્થનો જે નાશ થાય છે, તે સામુદાયિક નાશ છે. સામુદાયિક ઉત્પાદ કે સામુદાયિક વિનાશ બન્ને જન્યસ્કંધસાપેક્ષ હોવાથી અને તેવો સ્કંધ પુદ્ગલદ્રવ્યમાં જ સંભવતો હોવાથી, એ બન્ને મૂર્તદ્રવ્યમાં જ ઘટી શકે, અમૂર્તમાં નહિ. કારણ કે અમૂર્તદ્રવ્યનો જ સ્કંધ સંભવતો જ નથી.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org