________________
સંમતિતપ્રકરણે, ક્રાહુ-૩, થા-૨૬-૩૨
૨૦૫
ગતિ કરતું નથી. જો એ ઊંચે ઊડતું હોય તો તે નીચી દિશામાં ગતિ નથી જ કરતું; જો તે પૂર્વદિશામાં જતું હોય છે, તો પશ્ચિમ દિશામાં તેની ગતિ નથી જ. એ જ રીતે કોઈપણ એક જ દિશામાં એક કાળે ગતિ સંભવતી હોવાથી તે વખતે તે વસ્તુમાં બીજી દિશાઓની અપેક્ષાએ ગતિ નથી જ. આ પ્રમાણે સૂક્ષ્મદ્રષ્ટિથી દેખાયેલા સાપેક્ષ ગતિ અને તેના અભાવને લીધે સ્થૂલદષ્ટિએ એક જ વસ્તુમાં દેખાતો ગતિ-અગતિનો વિરોધ આપોઆપ દૂર થઈ જાય છે, અને એ વસ્તુ એક જ કાળમાં કઈ રીતે ગતિવાળી અને કઈ રીતે ગતિ વિનાની છે, એ સ્વરૂપ અનેકાંતદૃષ્ટિએ નક્કી થઈ જાય છે.
(૨) લાકડાં વગેરેને બાળે છે માટે અગ્નિ એ દહન છે અને કચરાને ઉડાડી અનાજને સૂપડાની જેમ સાફ કરે છે માટે વાયુ એ પવન છે. દહન-પવન વગેરે શબ્દોની વ્યુત્પત્તિ જાણનાર જો પૂલદૃષ્ટિવાળો હોય, તો દહનને અદહન અને પવનને અપવન કહેતા કોઈને સાંભળી જરૂર વિરોધ કરે અને કહે કે, એમ કહેવું તે ખોટું છે. આ સ્થળે શું સત્ય છે તે જાણવું હોય, તો થોડા પ્રશ્નો જ કરવા જરૂરી છે. અગ્નિ બાળે છે માટે જ દહન કહેવાય છે ને ? જો એમ હોય તો તે ઘાસ વગેરે બળવા લાયક વસ્તુઓને બાળે છે, પણ આકાશ-આત્મા-વજઅણ વગેરે વસ્તઓને કેમ બાળતો નથી ? એટલે તે બળવા યોગ્ય વસ્તુઓની અપેક્ષાએ દહન હોવા છતાં અદાહ્ય વસ્તુઓની અપેક્ષાએ દહન નથી. આ રીતે જોતાં દહન એ યૌગિક નામ હોવાથી જ્યાં દાહ ન કરી શકે ત્યાં તે એ નામ ધારણ ન જ કરી શકે. એટલે એક જ અગ્નિમાં દહનપણું અને અદહનપણું સાપેક્ષ રીતે છે જ; તેમાં કશો જ વિરોધ નથી. આ જ યુક્તિ પવનમાં લાગુ પડે છે. આ પ્રમાણે અનેકાંતષ્ટિથી જે દ્રવ્ય જે ક્રિયા કરવા સમર્થ હોય છે, તે દ્રવ્ય તે ક્રિયાની અપેક્ષાએ તે તે નામ ધરાવે છે. તે જ પ્રમાણે જે દ્રવ્ય જે પ્રકારે નિષેધ કરાયું હોય અર્થાત્ જે ક્રિયા કરવા અસમર્થ હોય, તે દ્રવ્ય તે ક્રિયાની અપેક્ષાએ અદ્રવ્યરૂપ જ છે. આ કથન જ અનેકાંત દૃષ્ટિની વ્યાપકતાને સૂચવે છે. અહીં અદ્રવ્ય પણ ભજનાથી - વિકલ્પ જાણવું. અર્થાત્ જે બાળે તે દહન અને ન બાળે તે અદહન, પાણીદ્રવ્ય બાળતું ન હોવાથી તેને અદહન કહેવાય છે. અહીં પણ ભજના જાણવી. કારણ કે પાણી અદહનરૂપ છે તે જ રીતે પૃથ્વી વગેરે પણ અદહનરૂપ છે. તે અદહન પૃથ્વી વગેરેથી ભિન્ન હોવાથી પાણી અદહનરૂપ (પૃથ્વી વગેરે સ્વરૂપ) નથી. નહિતર બધા અદહન દ્રવ્યો એકરૂપ જ બની જાય અર્થાત્ અદહનરૂપ પૃથ્વીની અપેક્ષાએ પાણી અદહનરૂપ નથી.
(૩) જીવ એ એક સ્વતંત્ર દ્રવ્ય હોવાથી ભાવાત્મક વસ્તુ છે, એ જ રીતે ઘટ વગેરે પુદ્ગલ પણ સ્વતંત્ર દ્રવ્ય હોવાથી ભાવાત્મક વસ્તુ છે. એ બન્ને દ્રવ્યોને કોઈ અભાવાત્મક કહે તો સ્થૂળ દૃષ્ટિવાળાને વિરોધ જ દેખાય; અને તે એમ કહે કે જો જીવ એ દ્રવ્ય છે, તો અભાવાત્મક કેમ હોઈ શકે ? એ જ રીતે ઘટ પણ પુદ્ગલદ્રવ્ય હોવાથી અભાવાત્મક કેમ હોઈ શકે ? તેને દેખાતો આ વિરોધ કેટલે અંશે ઠીક છે તે જોવા એ બન્ને દ્રવ્યોની સરખામણી કરવી પડશે. જીવ દ્રવ્ય છે અને ઘટ પણ દ્રવ્ય છે એ ખરું; પણ શું બન્ને દ્રવ્યો સર્જાશે સમાન જ છે ? જો વિચારતાં એમ જણાય કે એ બન્નેમાં તફાવત પણ છે અને તે એ કે એકમાં ચૈતન્ય છે ને બીજામાં નથી,
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org