________________
२०४
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-२९-३१
નદી = જે પ્રકારે પસિદ્ધ = નિષિદ્ધ હોય તe = (તે દ્રવ્ય) તે પ્રકારે
= અદ્રવ્ય હો; = થાય છે. JIથા : कंभो ण जीवदवियं जीवो वि ण होड कंभदवियं ति ।
तम्हा दो वि अदवियं अण्णोण्णविसेसिया होति ।।३१।। છાયા : कुम्भो न जीवद्रव्यं जीवोऽपि न भवति कुम्भद्रव्यमिति ।
तस्माद् द्वावपि अद्रव्यमन्योन्यविशेषितौ भवतः ।।३१।। સન્વાર્થ : મો = ઘટ એ નવવિવું = જીવદ્રવ્ય = નથી, નવો વિ =
(અને) જીવ પણ મદ્રવિતિ = ઘટદ્રવ્ય રોફ = નથી. તણા = તેથી, ગotvorવિસેસિયા = પરસ્પરના અભાવસ્વરૂપ રો વિ = ઘટ
અને જીવ એ બંને પણ વિયં = અદ્રવ્યસ્વરૂપ દૉતિ = છે. ગાથાર્થઃ ગતિભાવે પરિણામ પામેલ દ્રવ્ય નિચ્ચે ગતિવાળું જ છે, એવું કેટલાક માને છે. (પરંતુ) તે ગતિક્રિયાપરિણામવાળું દ્રવ્ય પણ ઊર્ધ્વ વગેરે એક ચોક્કસ દિશામાં જ ગતિવાળું માનવું જોઈએ. તે રીતે અર્થાતુ નિશ્ચિત દિશામાં ગતિ વડે તે દ્રવ્ય ગતિવાળું છે અને અન્ય દિશાને આશ્રયીને ગતિરહિત છે. (૨૯)
એ રીતે પોતાના ગુણને કારણે જે સંજ્ઞા સિદ્ધ થઈ છે, તેવા ગુણનિષ્પન્ન નામો સ્વરૂપ “દહન' વગેરે શબ્દો પણ અનેકાંતસ્વરૂપ સમજવા. કારણ કે જે દ્રવ્ય જે પ્રકારે નિષિદ્ધ હોય, તે દ્રવ્ય પણ તે પ્રકારે અર્થાત્ ભજનાથી અદ્રવ્યસ્વરૂપ થાય છે. (૩૦)
ઘટ એ જીવદ્રવ્ય નથી અને જીવ પણ ઘટદ્રવ્ય નથી. તેથી પરસ્પરના અભાવ સ્વરૂપ ઘટ અને જીવ એ બન્ને પણ તે તે રૂપે અદ્રવ્ય છે. (૩૧)
તાત્પર્ધાર્થ : જેમાં અનેકાંતદૃષ્ટિ લાગુ કરવી હોય તેનું સ્વરૂપ બહુ સૂક્ષ્મતાથી તપાસવું જોઈએ. તેમ કરવાથી ભૂલદૃષ્ટિએ દેખાતા કેટલાક વિરોધો આપોઆપ દૂર થાય છે અને વિચારણીય વસ્તુનું તાત્ત્વિક સ્વરૂપ ચોક્કસ રીતે ધ્યાનમાં આવે છે. આ વસ્તુસ્થિતિ સ્પષ્ટ કરવા ગ્રંથકાર અહીં ગતિયુક્ત દ્રવ્યનો, દહન-પવન વગેરે સંજ્ઞાઓનો અને જીવ-ઘટ વગેરેની ભાવાત્મકતાનો એમ ત્રણ દૃષ્ટાંતો અનુક્રમે લે છે.
(૧) કોઈપણ સ્થૂલદૃષ્ટિએ વિચારનાર વ્યક્તિ જ્યારે અમુક વસ્તુને ગતિવાળી જુએ, ત્યારે તે એમ જ માને અને કહે કે આ વસ્તુ ગતિવાળી જ છે અને તેમાં ગતિનો અભાવ નથી. આ માન્યતા કેટલે અંશે સાચી છે તે તપાસવા જરા ઊંડા ઊતરતાં જણાય છે કે તણખલું જ્યારે ગતિમાં હોય છે ત્યારે પણ તે પૂર્વ - પશ્ચિમ - ઊંચે – નીચે વગેરે બધી દિશા - વિદિશાઓમાં
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org