SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-२९ २०१ આદિ છ વિભાગોને એકાંતરૂપે ગ્રહણ ન કરતાં તેમાં ચૈતન્યરૂપે જીવતત્ત્વનું એકપણું પણ ગ્રહણ કરવું એ જ યથાર્થ છે; અને એ જ રીતે આત્મા એક છે તથા અનેક છે એવાં શાસ્ત્રીય ભિન્ન ભિન્ન વાક્યોનો સમન્વય થાય છે. તે જ પ્રમાણે જીવઘાતને એકાંત હિંસારૂપે સમજવામાં પણ યથાર્થતાનો લોપ થાય છે; કારણ કે પ્રસંગ વિશેષમાં જીવનો ઘાત હિંસારૂપ નથી પણ બનતો. જેમ કોઈ અપ્રમત્ત મુનિ સંપૂર્ણ જાગૃત રહ્યા હતાં અને સંપૂર્ણ યતના રાખવા છતાં જ્યારે જીવને નથી બચાવી શકતા, ત્યારે તેમના દ્વારા થયેલો એ ઘાત હિંસાકોટિમાં નથી આવતો. તેથી ક્યારેક જીવઘાત એ અહિંસા પણ છે. માટે જીવઘાતને એકાંતે હિંસારૂપે કે એકાંતે અહિંસારૂપે ગ્રહણ ન કરતાં સ્વરૂપ-હેતુ-અનુબંધ-દ્રવ્ય-ભાવ આદિનો યોગ્ય રીતે ઉભયસ્વરૂપ સમજવામાં જ અનેકાંતદષ્ટિ છે અને તે જ સમ્યગ્દષ્ટિ છે. તથા નહિ બળેલ અથવા અર્ધબળેલ લાકડું-તણખલું વગેરે મુદ્દગલમાં વર્તમાન સમયે અગ્નિ અથવા અગ્નિકણરૂપ પર્યાય નથી. તેવા દ્રવ્યમાં “આ પુદ્ગલ અગ્નિમય થઈ ચૂક્યા છે અથવા અગ્નિરૂપ બનશે એવી જે અભેદને જણાવનારી જ્ઞાન સ્વરૂપ શ્રદ્ધા છે તે અતાત્વિક નથી, પરંતુ તાત્વિક જ છે. આ રીતે, વર્તમાનકાળના તે પુદ્ગલદ્રવ્યમાં ભૂતકાળના તથા ભવિષ્યકાળના પર્યાયો વિદ્યમાન ન હોવા છતાં તે પર્યાયોના સ્વીકારરૂપ જે શ્રદ્ધા હોય છે તે જ શ્રદ્ધા અનેકાંતની અપેક્ષાએ તાત્ત્વિક છે અને તે જ સૂચવે છે કે અનેકાંતસિદ્ધાંત સર્વત્ર વ્યાપક છે. અનેકાંત વ્યવસ્થા, અષ્ટસહસ્ત્રીતાત્પર્ય વિવરણ વગેરે ગ્રંથોમાં આ ગાથાનો અર્થ કરતાં મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ જણાવ્યું છે કે, ષકાયને એકાંતથી શ્રદ્ધા કરતો પુરુષ ભાવથી સમ્યગ્દષ્ટિ નથી. કારણ કે, અપર્યાયમાં અર્થાતું એક પ્રકારે જીવ, બે પ્રકારે જીવ વગેરે પર્યાય ન સ્વીકારી માત્ર છ કાયમાં જ કરવામાં આવતી શ્રદ્ધા સ્યાદ્વાદના જ્ઞાનની સમાપ્તિ માટે અપૂર્ણ બને છે. કારણ કે “વિદવિવિહા...” વગેરે ગાથાઓ વડે કરવામાં આવતી પ્રરૂપણા જ સ્યાદ્વાદનું સંપૂર્ણ જ્ઞાન કરવામાં સમર્થ થઈ શકે છે. (૨૭-૨૮) गतिमदपि द्रव्यमपेक्षाविशेषेण गतिमदगतिमञ्चेति प्रदानेकान्तस्य व्यापकत्वं दर्शयन्नाह गइपरिणयं गई चेव केइ णियमेव दवियमिच्छंति । तं पि य उड्डगईयं तहा गई अनहा अगई ।।२९।। गतिपरिणतं गमनक्रियापरिणामवद् द्रव्यं गतिमदेवेति केचिनियमेनावधारणेनेच्छन्ति मन्यन्ते, तदपि च गतिक्रियापरिणतं जीवद्रव्यं सर्वतो गमनायोगादूर्ध्वगतिकमूर्खादिप्रतिनियतदिग्गतिकं स्वीकरणीयम् । एवं च तथा ऊर्ध्वादिप्रतिनियतदिग्गमनेनैव गतिमत्, अन्यथा तदा अन्यदिग्गमनेनागतिमज्ज्ञेयम् । Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy