SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ २०० સંતિતર્જર, ઝાડુ-રૂ, થા-૨૭-૨૮ તાત્પર્યાર્થઃ અનેકાંતદષ્ટિ તે એક પ્રકારની પ્રમાણપદ્ધતિ છે. તે એવી વ્યાપક છે કે, જેમ એ અન્ય બધા પ્રમેયોમાં લાગુ પડી તેનું સ્વરૂપ નક્કી કરે છે, તેમ તે પોતાના વિષયમાં પણ લાગુ પડે છે અને પોતાનું સ્વરૂપ વિશેષે સ્પષ્ટ કરે છે. પ્રમેયોમાં લાગુ પડવાનો અર્થ એ છે કે, તેમના વિષયમાં જે સ્વરૂપને આશ્રયી જુદી જુદી દૃષ્ટિઓ બંધાયેલી હોય અગર બંધાવાનો સંભવ હોય, તે બધી દૃષ્ટિઓનો યોગ્ય રીતે સમન્વય કરી અર્થાત્ તે દરેક દૃષ્ટિનું સ્થાન નક્કી કરી, પ્રમેયનું વાસ્તવિક સ્વરૂપ કેવું હોવું જોઈએ તે સ્થિર કરવું. જેમ કે, જગતના મૂળ તત્ત્વ જડ અને ચેતનના વિષયમાં અનેક દૃષ્ટિઓ પ્રવર્તે છે. કોઈ એમને માત્ર અભિન્ન કહ્યું છે તો કોઈ માત્ર ભિન્ન, કોઈ એમને માત્ર નિત્યરૂપ માને છે તો કોઈ માત્ર અનિત્યરૂપ, વળી કોઈ એમને એક માને છે તો કોઈ અનેક કહે છે. આ અને આના જેવા બીજા અનેક વિકલ્પોનું સ્વરૂપ, તારતમ્ય અને અવિરોધીપણું વિચારી સમન્વય કરવો કે એ તત્ત્વો સામાન્યદૃષ્ટિએ જોતાં અભિન્ન, નિત્ય અને એક છે, તેમ જ વિશેષ દૃષ્ટિએ જોતાં ભિન્ન, અનિત્ય અને અનેક પણ છે. આ પ્રમેયના વિષયમાં અનેકાંતદષ્ટિની પ્રવૃત્તિનો એક દાખલો થયો. એ જ પ્રમાણે અનેકાંતદૃષ્ટિ જ્યારે પોતાના વિષયમાં પ્રવર્તે છે, ત્યારે પોતાના સ્વરૂપ વિષે તે જણાવે છે કે, તે અનેક દૃષ્ટિઓનો સમુચ્ચય હોવાથી અનેકાંત તો છે જ, તેમ છતાં એ એક સ્વતંત્ર દૃષ્ટિ હોવાથી તેટલા પૂરતી એકાંતદૃષ્ટિ પણ છે. એ જ રીતે અનેકાંત એટલે બીજું કાંઈ નહિ, પણ જુદી જુદી દૃષ્ટિરૂપ એકમોને સાચો સરવાળો. અનેકાંત સિદ્ધાંતને જો ચોક્કસ એક નયની અપેક્ષાએ વિચારવામાં આવે તો તે એકાંત સ્વરૂપ છે અને જો પ્રમાણની અપેક્ષાએ વિચારવામાં આવે તો તે અનેકાંત સ્વરૂપ છે. આમ હોવાથી તે અનેકાંત હોવા છતાં એકાંત પણ છે જ. જો કે એમાં એટલી વિશેષતા છે કે, તેમાં સમાતું એકાંતપણું યથાર્થતાનું વિરોધી ન હોવું જોઈએ. સારાંશ એ છે કે, અનેકાંતમાં સાપેક્ષ (સમ્યક) એકાંતોને સ્થાન છે જ. જેમ અનેકાંતદૃષ્ટિ એ એકાંતદૃષ્ટિ ઉપર પ્રવર્તતા મતાંતરોના અભિનિવેશથી બચવાની શિક્ષા આપે છે, તેમ તે અનેકાંતદૃષ્ટિને નામે બંધાતા એકાંતઆગ્રહોથી બચવાની પણ શિક્ષા આપે છે. જૈન પ્રવચન અનેકાંતરૂપ છે એમ માનનારા પણ જો તેમાં આવેલા વિચારોને એકાંતરૂપે ગ્રહણ કરે, તો તે સ્થૂળ દૃષ્ટિએ અનેકાંતસેવી છતાં તાત્ત્વિકદૃષ્ટિએ એકાંતી જ બની જાય છે અને તેથી તે સમ્યગ્દષ્ટિ નથી હોતા. આ પદાર્થના સ્પષ્ટીકરણ માટે જ્ઞાન અને આચારની એક-એક બાબત અહીં લઈએ. જૈન શાસ્ત્રમાં સંસારી જીવની છ નિકાયો (જાતિઓ) બતાવેલ છે અને આચારની બાબતમાં કહેલું છે કે, હિંસા એટલે જીવઘાત અને તે અધર્મનું કારણ છે. આ બન્ને વિચારોને એકાંતરૂપે ગ્રહણ કરવામાં યથાર્થતાનો લોપ થતો હોવાથી, અનેકાંતદૃષ્ટિ રહેતી જ નથી. જીવની છ જ જાતિઓ છે અથવા છ જાતિઓ જ છે એવું એકાંત માનતાં ચૈતન્યરૂપે જીવતત્ત્વનું એકત્વ ભૂલાઈ જવાય છે અને માત્ર ભેદ જ દૃષ્ટિપથમાં આવે છે. તેથી પૃથ્વીકાય Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy