________________
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-२७
१९७
= અને તં યેવ = (એકાંતે) તે જ અર્થાત્ અભેદ (કે ભેદીને મuvid = માનનારાઓ નવમviતા = (વાસ્તવિકતાની) અવજ્ઞા
કરતા હોવાથી યાતિ = (પરમાર્થ) જાણતા નથી. ગાથાર્થ : શિષ્યોની બુદ્ધિના માત્ર વિકાસ માટે આ વિસ્તાર કરવામાં આવ્યો છે. અન્યથા અનેકાંતસ્વરૂપ જૈનદર્શનમાં “ગુણો ગુણીથી ભિન્ન છે કે અભિન્ન' આ કથાના આરંભનો જ અવકાશ નથી. (૨૫) કારણ કે
પરમાત્માએ કહેલ ઉપદેશમાં નથી એકાંતે ભેદવાદ કે નથી એકાંતે અભેદવાદ. છતાં ગુણ અને ગુણી વચ્ચે એકાંતે ભેદ છે કે એકાંતે અભેદ છે એવું માનનારાઓ વાસ્તવિકતાની અવજ્ઞા કરતા હોવાથી પરમાર્થ જાણતા નથી. (૨૬)
તાત્પર્યાર્થઃ દ્રવ્ય અને ગુણના ભેદ તથા અભેદ ઉપર આટલી બધી લાંબી ચર્ચા કર્યા પછી ગ્રંથકાર પોતે જ તેના પ્રયોજન વિષે કહે છે કે, ખરી રીતે આવી ચર્ચાને જૈનસિદ્ધાંતમાં સ્થાન જ નથી. કારણ કે જૈનદર્શન અનેકાંતવાદસ્વરૂપ છે. આ દર્શનમાં સર્વે વસ્તુઓ અનેકાંતરૂપેભેદભેદરૂપે માનવામાં આવેલ છે. એમાં ક્યાંયે ગુણ-ગુણીનો માત્ર ભેદ કે માત્ર અભેદ માનવામાં જ નથી આવ્યો. જેઓ ગુણને ગુણીથી ભિન્ન જ અથવા ગુણને ગુણીસ્વરૂપ જ માને છે, તેઓ તો વસ્તુની યથાર્થતાનો લોપ કરતા હોવાથી ખરી રીતે અજ્ઞાની જ છે. એટલે જૈનશાસ્ત્રમાં એકાંતવાદને સ્થાન જ નથી. તેમ છતાં અહીં જે એકાંતવાદના પૂર્વપક્ષની ભૂમિકા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે, તેનું પ્રયોજન ફક્ત જિજ્ઞાસુ શિષ્યોની વિચારશક્તિ વિકસાવવી એટલું જ છે. એટલે તેઓએ ખાસ ખ્યાલમાં રાખવું કે આ પૂર્વપક્ષો જૈનમતાશ્રિત નથી પણ અન્ય મતાશ્રિત છે. ભેદભાવ એ વૈશેષિક, ન્યાય આદિ દર્શનોની છાયા છે અને અમેદવાદ એ સાંખ્ય આદિ દર્શનોની છાયા છે. એ બન્ને વાદની માન્યતાઓના
અનેકાંતદષ્ટિથી સમુચિત સમન્વયમાં જ જૈન અનેકાંતદૃષ્ટિ રહેલી છે. (૨૫-૨૬) તેનેઝન્તસ્ય વ્યક્તિ તમને જોગધ્યનેકાન્ત વયનાદ -
भयणा वि हु भइयव्वा जह भयणा भयइ सव्वदव्वाइं ।
एवं भयणा णियमो वि होइ समयाविरोहेण ।।२७।। यथा भजनाऽनेकान्तसिद्धान्तः सर्वद्रव्याणि जीवाजीवादिसर्ववस्तूनि भजते भिन्नाभिन्ननित्यानित्येत्यादितदतत्स्वभावात्मकतया ज्ञापयति तथा हु खलु भजनाऽप्यनेकान्तसिद्धान्तोऽपि भजनीया नयापेक्षया स्यादेकान्तः प्रमाणापेक्षया च स्यादनेकान्त इति
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org