SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય 19. દર્શન પ્રભાવક શાસ્ત્રોમાં સંમતિસૂત્રને મોખરાનું સ્થાન આપતાં ચૂર્ણિકાર મહર્ષિ પૂ.આ.શ્રી જિનદાસગણિજી મહત્તરે નિશીથસૂત્રની ચૂર્ણિના પ્રથમ ઉદ્દેશામાં જણાવ્યું છે કે, "दंसणणाणप्पभावगाणि सत्थाणि सिद्धिविणिच्छिय-संमतिमादि गेण्हंतो असंथरेमाणे जं अकप्पिअं पडिसेवति जयणातो, तत्थ सो सुही अपायच्छित्ती भवतीत्यर्थः ।" ભાવાર્થ : સિદ્ધિવિનિશ્ચય, સંમતિસૂત્ર વગેરે દર્શન-જ્ઞાન પ્રભાવક શાસ્ત્રોને ભણતો સાધુ કારણવશ જો યતનાથી અકલ્પિત વસ્તુનું સેવન કરે તો પણ તે શુદ્ધ જ છે, તેને પ્રાયશ્ચિત્ત લાગુ પડતું નથી. "दंसणप्पभावगाण सत्थाणं सम्मदियादिसुत्तणाणे य जो विसारदो णिस्संकियसुतत्थोत्ति वुत्तं भवति सो य उत्तिमट्ठपडिवन्नो, सो य जत्थ खित्ते ठिओ तत्थंतरा वा वेरज्जं मा तं सुत्तत्थं वोच्छिज्जंतु त्ति, अओ तग्गहणट्ठया पकप्पंति वेरज्जविरुद्धसंकमणं काउं ।" ભાવાર્થ : શ્રી સંમતિસૂત્ર વગેરે દર્શન પ્રભાવક શાસ્ત્રોરૂપ શ્રુતજ્ઞાનમાં જે વિશારદ હોય. નિ:શંક્તિપણે સૂત્ર અને અર્થને ધારણ કરનાર હોય અને જો તેવા સાધુએ અનશન સ્વીકારેલ હોય તો તે સાધુ જે ક્ષેત્રમાં રહ્યા હોય અથવા તે ક્ષેત્રમાં વિરોધી રાજ્ય હોય તો પણ સૂત્રનો અર્થ વિચ્છેદ થવો જોઈએ નહિ. તેથી તે સૂત્રાર્થના ગ્રહણ માટે વિરોધી રાજ્યમાં જવું પણ કહ્યું છે. ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા ગુજરાતી ભાષામાં સ્વરચિત દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ”માં દ્રવ્યાનુયોગના પ્રધાન ગ્રંથ તરીકે સંમતિતર્ક ગ્રંથને જણાવતાં કહે છે કે, “સંમતિ-તત્ત્વારથ મુખ ગ્રંથ, મોટો જે પ્રવચન નિગ્રંથ” તથા દ્રવ્યાનુયોગમાં તન્મય સાધુને આધાકર્મ વગેરે દોષો પણ લાગતા નથી એવું જણાવતાં કહે છે કે, “એ યોગિ જો લાગઈ રંગ, આધાકર્માદિક નહિ ભંગ; પંચકલ્પ ભાષ્યઈ ઈમિ ભણિઉં, સદ્ગુરુ પાસ ઈસ્યું મેં સુણિઉ.” દર્શન પ્રભાવક શાસ્ત્રોના અધ્યયન માટેના અપવાદમાર્ગને જણાવતાં ભાષ્યકાર ભગવંત પૂજ્યપાદ શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ પંચકલ્પભાષ્ય નામના છેદગ્રંથમાં તથા તેની ચૂર્ણિ કરતાં ચૂર્ણિકાર ભગવંત જણાવે છે કે, "दसण पभावगातिं अहवा णाणं अहिज्जमाणं तु । अत्तट्ठपरट्ठा वा जहलंभ गेण्ह पणहाणी ।।११६५ ।। चूर्णि : दसणपभावगाणि वा सत्थाणि । अनुओगं वा दरिसणपभावकं । ते गिण्हमाणो जस्स वा पासे Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy