________________
18
સંપાદકીય
એકવીશ બત્રીસીઓમાં મુખ્યત્વે પરમાત્માના ગુણો, અતિશયો, પરમાત્માનો ઉપદેશ, જૈન દર્શનનું સ્વરૂપ, અન્ય દર્શનોનું સ્વરૂપ, વાદ, કથા વગેરે વિષયોને સાંકળવામાં આવ્યા છે. ન્યાયાવતારસૂત્રમાં મુખ્યત્વે જૈનદર્શનના ન્યાયને તર્કવાદને જણાવવામાં આવ્યો છે. સાથોસાથ પ્રમાણોની ચર્ચા, પરાથનુમાનનું સ્વરૂપ વગેરેનું પણ વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. કલ્યાણમંદિર સ્તોત્રથી તો સહુ કોઈ પરિચિત જ છે કે જે સ્તોત્રરૂપ સ્તવના દ્વારા ગ્રંથકારશ્રીજીએ અવંતિદેશમાં મહાદેવના લિંગમાંથી ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુના બિંબને પ્રગટ કર્યું હતું. જે અવંતિ પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધને પામ્યું. આ પ્રસંગ દ્વારા તેઓશ્રીએ સંવત્ પ્રવર્તક વિકમાદિત્ય રાજાને પ્રતિબોધ પમાડ્યો હતો. ક્યાંક આ કાર્ય બત્રીશીની સ્તવના દ્વારા સંપન્ન થયાનું પણ ઉલ્લેખાયું છે. આ ઉપરાંત સંમતિતર્ક ગ્રંથ કે જેની વિષયવસ્તુ આપણે આગળ વિસ્તારથી જોઈશું. આ દરેક ગ્રંથનું જો ઊંડાણથી અવલોકન કરવામાં આવે તો એ વાત સ્પષ્ટ થયા વગર નહિ રહે કે ગ્રંથકારશ્રીજીના ગ્રંથો સંસ્કૃતમાં હોય કે પ્રાકૃતમાં હોય, આગમિક હોય કે દાર્શનિક હોય એ દરેક શાખા ઉપર તેઓશ્રીજીની અસાધારણ પક્કડ હતી. ગ્રન્થરચના એવી પ્રવાહબદ્ધ ચાલે છે કે વાંચનારને ક્યાંય અટકવાનું મન ન થાય. જોકે એ ચોક્કસ છે કે તેઓશ્રીજીના ગ્રંથોનું વાંચન સામાન્ય અભ્યાસી માટે શક્ય નથી. કારણ કે, ભાષાના બોધથી સૂત્રનો પદાર્થ ખ્યાલ આવે, પણ વાક્યર્થમહાવાક્યાર્થ-ઔદંપર્યાર્થ સમજવો કઠીન બને છે. માટે જ ગ્રંથકારશ્રી તથા તેમના ગ્રંથોની લોકપ્રિયતા હોવા છતાં તેમના ગ્રંથોનું સાતત્યપૂર્ણ અભ્યસન અભ્યાસુવર્ગમાં જોવા મળતું નથી. આ રીતે અર્થની દુરુહતા, ગંભીરતા અને વિશાળતા હોવાને કારણે જ બે ગ્રંથોને છોડી દઈએ તો અન્ય એક પણ ગ્રંથ ઉપર ટીકાઓ રચાયેલી પણ જોવા મળતી નથી. આમ છતાં ગ્રંથકારશ્રીના જે ગ્રંથનો સૌથી વધુ ઉપયોગ થતો હોય, જે ગ્રંથ ઉપર સૌથી વધુ ટીકાઓ જોવા મળતી હોય તો તે એકમાત્ર ગ્રંથ છે; “સંમતિતર્કપ્રકરણ.” સંમતિતર્કપ્રકરણઃ ગ્રંથ મહત્તા :
જયવંતા શ્રીજૈનશાસનની દ્વાદશાંગીને સાડા નવ પૂર્વના ધારક યુગપ્રધાન પૂ.આ.શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજાએ ચાર અનુયોગમાં વિભાજન કરેલી છે. ૧-દ્રવ્યાનુયોગ, ૨-ગણિતાનુયોગ, ૩-કથાનુયોગ અને ૪-ચરણકરણાનુયોગ. આ ચારે અનુયોગમાં દ્રવ્યાનુયોગ પ્રધાનભાવને ભજનાર છે. ચરણકરણાનુયોગ પણ દ્રવ્યાનુયોગને આલંબને ટકે છે. ગીતાર્થતા, ભાવસમ્યકત્વ, પ્રરૂપણા માટેનું અધિકારીપણું વગેરે દ્રવ્યાનુયોગના જ્ઞાન વગર સંભવી શકતું નથી. આ દ્રવ્યાનુયોગના વિષય તરીકે નયપ્રમાણ-નિક્ષેપા-સપ્તભંગી-સ્વપરદર્શનનો બોધ-આત્મવાદ-કર્મવાદ-પદ્રવ્ય વગેરેને જણાવવામાં આવ્યા છે. દ્રવ્યાનુયોગના આ વિષયોનું વર્ણન કરતાં ગ્રન્થોમાં તથા દર્શન પ્રભાવક શાસ્ત્રોમાં પ્રધાન સ્થાનને પામનાર ગ્રન્થોનું વર્ણન કરતાં શ્રી આચારાંગસૂત્રની ટીકામાં ટીકાકાર પરમર્ષિ પૂ. આચાર્ય શ્રી શીલાંકસૂરિજી મહારાજે લખ્યું છે કે, “ટ્રવ્યાનુયોગ: પૂર્વાળિ સમાવિવશ !” “ર્શનમાવ સમ્મત્યવિમઃ ”
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org