________________
१९४
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-२३-२४
જાથા : दव्वत्थंतरभूया मुत्ताऽमुत्ता य ते गुणा होज्ज ।
जइ मुत्ता परमाणू णत्थि अमुत्तेसु अग्गहणं ।।२४ ।। છાયા : द्रव्यार्थान्तरभूता मूर्ताऽमूर्ताश्च ते गुणा भवेयुः ।।
यदि मूर्ताः परमाणवो न सन्ति अमूर्तेषु अग्रहणम् ।।२४ । । અન્વષાર્થ : સુબ્રત્યંતરમૂવી = દ્રવ્યથી ભિન્ન એવા તે = તે TUIT = ગુણો મુત્તાઈ
મુત્તા ર = મૂર્તિ અથવા અમૂર્ત દોન્ન = હોય. નડ્ડ = જો મુત્તા = મૂર્ત હોય તો પરમાણૂ = પરમાણુ સ્થિ = ન ઘટે, અમુકુ = અને
અમૂર્ત હોતે છતે માટvi = (તેનું) ગ્રહણ થઈ શકે નહિ. ગાથાર્થ ભેદવાદી કહે છે કે, દ્રવ્યનું લક્ષણ ‘સ્થિતિ અને ગુણનું લક્ષણ ‘ઉત્પત્તિ તથા વિનાશ' એમ કહેવું જોઈએ. સિદ્ધાંતી કહે છે કે, આ પ્રમાણે હોતે છતે તે લક્ષણ કેવલીમાં ઘટશે, પરંતુ પરમાણુ વગેરે દ્રવ્યમાં નહિ ઘટે. (૨૩)
દ્રવ્યથી ભિન્ન એવા તે ગુણો મૂર્ત હોય અથવા અમૂર્ત હોય. જો તે મૂર્ત હોય તો કોઈપણ દ્રવ્ય પરમાણુસ્વરૂપ ન ઘટે અને અમૂર્ત હોય તો તેનું ગ્રહણ થઈ શકે નહિ. (૨૪)
તાત્પર્યાર્થઃ કોઈ ભેદવાદી દ્રવ્યનું લક્ષણ સ્થિરતા અને ગુણનું લક્ષણ ઉત્પત્તિ-વિનાશ કહે છે, તેની સામે ગ્રંથકાર કહે છે કે, આ બંને લક્ષણ દ્રવ્ય અને ગુણના એકાંતભેદ ઉપર આધારિત છે, તેથી આ લક્ષણ માત્ર કેવલજ્ઞાનીમાં ઘટશે, પણ પરમાણુ વગેરે દ્રવ્યમાં નહિ ઘટે. કારણ કે, કેવલીભગવંતમાં ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન નાશ પામતું નથી અને તે કેવલજ્ઞા અભિન્ન હોવાથી તે રૂપે કેવલીમાં ધ્રુવપણું ઘટશે તથા પ્રતિક્ષણ જડ-ચેતનરૂપ શેય પદાર્થોનો બોધ પરાવર્તન પામતો હોવાથી કેવલજ્ઞાન પણ પરાવર્તન પામે છે. આ રીતે ઉત્પાદ-વિરામ સ્વભાવવાળા કેવલજ્ઞાનથી અભિન્ન હોવાથી કેવલી પણ ઉત્પાદ-વિગમ રૂપ કહેવાય છે. પણ પરમાણુ વગેરે દ્રવ્યમાં નહિ ઘટે. કારણ કે, જેમ ગાયના ગર્ભમાં અશ્વની ઉત્પત્તિ ન થાય તેમ પરમાણુ અને રૂ૫ અત્યંત ભિન્ન હોવાથી પરમાણમાં રૂ૫ વગેરે ઉત્પન્ન થઈ શકતા નથી અથવા અન્ય રીતે વિચારણા કરવામાં આવે તો કેવલીભગવંતોમાં પણ આ લક્ષણ ઘટી નહિ શકે. કારણ કે ગુણ અને ગુણી બંને વચ્ચે એકાંતે ભેદ માનવાથી ગુણ વિના ગુણી કે ગુણી વિના એકલા ગુણોનો સંભવ ન હોવાથી આકાશપુષ્પની જેમ લક્ષણ સંભવી શકતું જ નથી. માટે કેવલીમાં કે જડ એવા પુદ્ગલમાં ક્યાંય પણ આ લક્ષણ ઘટી શકશે નહિ.
એકાંત ભેદદષ્ટિને દોષિત બતાવવા એકાંત ભેદ ઉપર રચાયેલાં લક્ષણોમાં અવ્યાપ્તિદોષ બતાવવા ઉપરાંત ગ્રંથકાર બીજી રીતે પણ દોષદર્શન કરાવે છે. તે ભેદવાદીને પૂછે છે કે, દ્રવ્યથી ભિન્ન માનેલા ગુણોને તમે મૂર્ત-ઇંદ્રિયગ્રાહ્ય માનો છો કે અમૂર્ત-ઇંદ્રિય અગ્રાહ્ય ? જો મૂર્ત
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org