________________
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-१६-२२
બન્ને ફળો સાથે સરખો જ છે. એ જ પ્રમાણે જો નેત્રના સંબંધજનિત વિશેષ ઉપરાંત રૂપ જેવું કોઈ તત્ત્વ દ્રવ્યમાં વાસ્તવિક ન હોય તો નેત્રની સાથે સરખો સંબંધ ધરાવનારા અનેક પદાર્થોમાં એક અનંતગુણ કાળો અને બીજો તેથી ઓછી ઓછી કાળાશવાળો દેખાય છે, તે કેવી રીતે ઘટશે ?
એટલું જ નહિ પણ દૃષ્ટાંત તરીકે લેવામાં આવેલ પુરુષની બાબતમાં પણ પૂછી શકાય કે, જો પુરુષ એ સાહજિક વિશેષ વિનાની માત્ર સામાન્યાત્મક જ વસ્તુ હોય અને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ સાથેના સંબંધને લીધે જ તે પિતા-પુત્ર વગેરે વિશેષરૂપે જણાતી હોય, તો પછી પુરુષ નાનો કે મોટો કહેવાય છે તે એવા સંબંધને લીધે કેમ ઘટશે ? અર્થાત્ એક પુરુષ ઊંચાઈમાં બીજાથી નાનો અને ત્રીજાથી મોટો દેખાતો અને કહેવાતો હોય, તેવે સ્થળે એનું લધુત્વ અને મહત્ત્વ એ વાસ્તવિક ન હોવાથી જો પરસાપેક્ષ જ ભાસમાત્ર હોય, તો તે જ પુરુષ ક્યારેક વળી પ્રથમના બીજા પુરુષ કરતાં મોટો અને પ્રથમના ત્રીજા પુરુષ કરતાં નાનો દેખાય છે અને કહેવાય છે, તે શી રીતે ઘટશે ? કારણ કે, જે બીજા પુરુષના સંબંધને લીધે જ લઘુત્વ માનવામાં આવતું, તે જ પુરુષનો સંબંધ હવે મહત્ત્વનો સાધક કેમ બની શકશે ? અને જેનો સંબંધ પ્રથમ મહત્ત્વસાધક હતો, તેનો જ સંબંધ હવે લઘુત્વસાધક કેમ બનશે ?
તેથી, દૃષ્ટાંતભૂત પુરુષમાં કે ફળ આદિ વસ્તુઓમાં માત્ર સામાન્યતત્ત્વ ન સ્વીકારતાં, વિશેષો પણ વાસ્તવિકપણે તેમાં છે એવું સ્વીકારવું જોઈએ. અન્ય વસ્તુઓના સંબંધો તે તે વિશેષોના માત્ર વ્યંજક બને તે ઉપરથી કાંઈ વ્યંજક સંબંધોને સ્વીકારી, વ્યંગ્ય વિશેષો ઉડાડી શકાય નહિ. કારણ કે, જો વિશેષ એ પોતે જ ભ્રાંત હશે, તો દરેકે દરેક વિશેષો ખોટા ઠરતાં છેવટે સામાન્ય પણ ખોટું જ ઠરશે. કારણ કે, સામાન્ય એટલે સમાન અથવા એક; અને જો ભેદ ન હોય, તો કોનું સમાન અને કોનું એક કહી શકાય ? તેથી વિશેષ - ગુણ અને સામાન્યદ્રવ્ય બન્ને વાસ્તવિક હોવાથી ભિન્ન છતાં અભિન્ન છે એમ માનવું જોઈએ, એટલે અભેદનો એકાંત પણ બાધિત હોવાથી સ્વીકારવો યોગ્ય નથી.
અહીં એકાંત અમેદવાદી સિદ્ધાંતીને પોતાના પક્ષના બચાવ માટે એમ કહે છે કે, સામાન્ય સંબંધને કારણે સામાન્ય સંબંધીપણું તમને જો માન્ય હોય, તો તે જ રીતે સંબંધના વૈવિધ્યને લીધે સંબંધી વસ્તુમાં વૈવિધ્ય શા માટે સિદ્ધ ન થાય ?
આનો ઉત્તર સિદ્ધાંતી એમ આપે છે કે, જો કે વિશેષ વિશેષ પ્રકારના સંબંધને લીધે એક જ વસ્તુ વિશેષ વિશેષ પ્રકારે વ્યવહારાય છે; જેમ એક જ માણસ લાકડીના સંબંધથી લાકડીવાળો અને ચોપડીના સંબંધથી ચોપડીવાળો કહેવાય છે. પરંતુ અમે જે અનેક વસ્તુઓની કાળાશમાં વૈષમ્ય બતાવ્યું છે, તે ઇંદ્રિયના સંબંધમાત્રથી કઈ રીતે ઘટશે ? કારણ કે ઓછી વધતી કાળાશવાળી એ બધી વસ્તુઓ એક જ વખતે એક જ પુરુષની આંખ સાથે એકસરખો સંબંધ ધરાવે છે. એ રીતે એક જ પુરુષની રસનેંદ્રિયનો વિષય બનતાં બે ફળોમાંના મધુરરસના વૈષમ્યનો બોધ રસનના સંબંધમાત્રથી શી રીતે થશે ? માટે વિશેષોનું વ્યંગ્યપણું
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org