________________
१९०
સંમતિતÉપ્રક્ટર,
-૩,
થા-૨૬-૨૨
ગાથાર્થ એક જ દ્રવ્યમાં વિષમ પરિણતિઓ કેવી રીતે થાય છે? આ પ્રમાણે એકાંતવાદી પ્રશ્ન કરતાં અનેકાંતવાદી આપ્ત પુરુષો વડે કહેવાયું છે કે તે દ્રવ્યની વિચિત્રતા પરનિમિત્તોથી થાય છે અથવા આ વિષયમાં અર્થાત્ વિષમ પરિણતિ પરનિમિત્તથી જ થાય છે તે વિષયમાં એકાંત નથી. પોતાનું સ્વરૂપ પણ ક્યારેક નિમિત્તરૂપ બને છે.) (૨૨)
તાત્પર્યાર્થ: પાછળની ચર્ચાથી પર્યાય અને ગુણ એ બન્ને શબ્દ એકાર્થક સિદ્ધ થયા, પણ મુખ્ય પ્રશ્ન તો હજી ઊભો જ છે અને તે એ છે કે, દ્રવ્ય અને ગુણનો એકાંતભેદ જે કોઈના મત તરીકે મૂકવામાં આવ્યો છે તે સ્વીકારવો કે નહિ. આનો ઉત્તર સિદ્ધાંતી આપે તે પહેલાં જ એકાંત-અભેદવાદી આપતાં જણાવે છે કે, દ્રવ્યની જાતિ અને ગુણની જાતિ વચ્ચે એકાંતે ભેદ માનવાના પક્ષને તો પ્રથમ જ (કાંડ-૩, ગા. ૧, ૨) એટલે સામાન્ય-વિશેષનો અભેદ દર્શાવતી વખતે દૂષિત કરવામાં આવ્યો છે, તેથી બન્ને વચ્ચે અભેદ જ આપોઆપ ફલિત થાય છે. અહીં તો અમારે એ અભેદ વિષયક માન્યતાનું વિશેષ સ્પષ્ટીકરણ જ કરવું બાકી રહે છે, જે નીચેના ઉદાહરણથી થઈ જાય છે.
જેવી રીતે કોઈ એક જ પુરુષ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ સાથેના જુદા જુદા સંબંધને લીધે પિતા, પુત્ર, પૌત્ર, ભાણેજ, મામા, ભાઈ આદિ અનેકરૂપે વ્યવહાર પામે છે; આ વ્યવહાર વખતે પણ તે કોઈ એક વ્યક્તિનો પિતા છે તેથી કાંઈ બધાનો પિતા બનતો નથી; એકનો મામા છે, તેથી બધાનો મામા બનતો નથી; તે પુરુષરૂપે સૌના પ્રત્યે સમાન જ છે, માત્ર તે તે વ્યક્તિ સાથેના જુદા જુદા સંબંધને લીધે તે જુદા જુદા વ્યવહારો પામે છે; તે જ રીતે કોઈપણ દ્રવ્ય એ તત્ત્વત: એક સામાન્ય વસ્તુ જ છે, તેમાં સ્વાભાવિક રીતે કોઈ વિશેષો નથી; તેમ છતાં જ્યારે તે જ દ્રવ્ય ઇંદ્રિયોના સંબંધમાં આવી નેત્રગ્રાહ્ય બને છે ત્યારે રૂપ કહેવાય છે અને જ્યારે ધ્રાણ કે રસન આદિ ઇંદ્રિયોનો વિષય બને છે ત્યારે ગંધ કે રસાદિ સ્વરૂપે વ્યવહાર પામે છે અર્થાત્ બધાં દ્રવ્યો માત્ર સામાન્યરૂપ હોવાથી તેમાં સહજ વિશેષ કોઈ નથી. જે વિશેષો કહેવાય છે તે ભિન્ન ભિન્ન ઇંદ્રિયોના સંબંધોથી થતા ભિન્ન ભિન્ન ભાસોને આભારી છે, માટે ગુણ કે જેને જૈન આગમમાં પર્યાય કહેલો છે, તે તત્ત્વત: દ્રવ્યથી ભિન્ન નથી; એટલે દ્રવ્યજાતિ અને ગુણજાતિનો ભેદ વાસ્તવિક નથી, પણ એક દ્રવ્યજાતિ જ છે, જેને દ્રવ્યાદ્વૈત પણ કહી શકાય.
અભેદવાદી દ્વારા એકાંતભેદનું નિરસન કરાવી હવે તેની માન્યતાના અભેદમાં પણ એકાંતપણાનો દોષ ન આવે તે માટે અનેકાંતવાદી સિદ્ધાંતી એકાંતઅભેદ સામે કહે છે કે, જો એકાંત દ્રવ્ય એટલે સામાન્ય જ માનવામાં આવે, અને તેમાંથી વાસ્તવિક વિશેષો દૂર કરી માત્ર બાહ્ય ઉપાધિઓ વડે જ વિશેષ વ્યવહારો ઘટાવવામાં આવે, તો બે ફળનો રસનેંદ્રિય સાથે સંબંધ સમાન હોવા છતાં એક કરતાં બીજું ફળ બમણું મધુર છે અને બીજા કરતાં પહેલું ફળ અડધું મધુર છે તેવો અનુભવસિદ્ધ ભેદ શી રીતે ઘટશે ? કારણ કે મધુર એ રસ છે અને તે તો રસનેંદ્રિયના સંબંધજનિત વિશેષસ્વરૂપ છે તે સિવાય બીજું કશું જ નથી, અને સંબંધ તો
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org