________________
१८२
સંપતિતપ્રક્કર, TD-રૂ, TNT-૬-૨,
કોઈપણ દ્રવ્યનું સહભાવી કે ક્રમભાવી ભેદોમાં બદલાતા રહેવું તે પર્યાય અને કોઈપણ દ્રવ્યનું અનેક રૂપમાં મુકાતા રહેવું તે ગુણ; આ રીતે “ગુણ’ અને ‘પર્યાય’ શબ્દની નિયુક્તિ જોઈએ તો પણ બન્નેનો અર્થ સરખો જ નીકળે છે, જે તાત્ત્વિક રીતે ભિન્ન નથી, છતાં ભગવાને તો પર્યાયનયની દેશના કરી છે અર્થાત્ વર્ણ, ગંધ, રસ આદિ બધા દ્રવ્યના ધર્મોને પર્યાય'શબ્દથી જ વર્ણવ્યા છે, અને “ગુણ'શબ્દથી ક્યાંયે વર્ણવ્યા નથી, તેથી પર્યાયથી ભિન્ન એવા ગુણ નથી એટલું ફલિત થાય છે.
અહીં ગુણ અને પર્યાય વચ્ચે ભેદ માનનાર શંકા કરતાં એમ કહી શકે કે આગમમાં રૂપના વિષયમાં એકગુણ કાળું, દ્વિગુણ કાળું, અનંતગુણ કાળું વગેરે જે વ્યવહાર છે, તેમાં ગુણ શબ્દ વપરાયેલો છે, તેથી એ માનવું જોઈએ કે “ગુણ'શબ્દની દેશના પણ ભગવાને કરી છે અને તેનો અર્થ પર્યાયથી ભિન્ન છે.
એનો ઉત્તર એ છે કે, તે તે સ્થાનમાં રૂપ આદિ બોધક ગુણ 'શબ્દ વિના જ અર્થાત્ વર્ણગુણ, ગંધગુણ, રસગુણ વગેરે સિવાયના જે એકગુણ કાળું, દ્વિગુણ કાળું, અનંતગુણ કાળું આદિ વચનોમાં “ગુણ'શબ્દ વપરાયેલો છે, તે વર્ણાદિ પર્યાયોના પરસ્પર તરતમભાવરૂપ વિશેષોની સંખ્યાનો બોધક સિદ્ધ થાય છે અર્થાત્ એક વર્ણપર્યાય કરતાં બીજા સજાતીય વર્ણપર્યાયમાં જે વૈષમ્યનું પરિમાણ છે, તેનો બોધક સિદ્ધ થાય છે અને વૈષમ્યનું સંખ્યાત્મક પરિમાણ એ તો ગણિતની વસ્તુ છે. “આ પદાર્થ બીજા અમુક પદાર્થ કરતાં આટલા ગુણો શ્યામ કે રક્ત છે એમ કહેવાથી એ પદાર્થ બીજા પદાર્થ કરતાં કોઈ બાબતમાં એટલા ગુણ હીન અને બીજો પદાર્થ પહેલા પદાર્થ કરતાં એટલા ગુણ અધિક છે અર્થાત્ એ બે પદાર્થના અમુક રૂપરસ આદિ સજાતીય ધર્મો વચ્ચે કેટલું હીન-અધિકતાપણું છે તે જ સૂચવાય છે; એથી કાંઈ પર્યાયથી ભિન્ન એવો કોઈ દ્રવ્યનો ધર્મ ગુણરૂપે સિદ્ધ થતો નથી.
જુદી જુદી પડેલી દશ વસ્તુઓમાં આ દશ ચીજો છે એવો વ્યવહાર થાય છે અને કોઈ એક જ વસ્તુ, પરિમાણમાં બીજી વસ્તુ કરતાં દશગુણી હોય, ત્યારે તેમાં આ દશગુણ છે એવો વ્યવહાર થાય છે. આ બન્ને વ્યવહારમાં પહેલા કરતાં બીજામાં “ગુણ'શબ્દ વધારે છે, છતાં દશપણાની સંખ્યા તો બન્નેમાં સમાન જ છે અર્થાત્ પહેલા સ્થળમાં ધર્મીગત દશત્વ સંખ્યા માટે દશ' શબ્દ વપરાયેલો છે; અને બીજા સ્થળમાં ધર્મ એક જ હોવા છતાં તેના પરિમાણનું તારતમ્ય બતાવવા ગુણ' શબ્દ સાથે “દશ' શબ્દ વપરાયેલો છે. તે જ પ્રમાણે પરમાણુ એકગુણ કાળો, દશગુણ કાળો, અનંતગુણ કાળો વગેરે પ્રયોગ સ્થળોમાં પણ “ગુણ' શબ્દ જુદો વપરાયા છતાં દ્રવ્યના ધર્મસ્વરૂપ પર્યાય' શબ્દના અર્થ કરતાં તેનો કોઈ જુદો અર્થ નથી. ત્યાં જુદા જુદા સજાતીય પર્યાયો વચ્ચે જે વૈષમ્ય-પ્રકર્ષાપકર્ષનું પરિણામ છે, તેનો જ માત્ર બોધક “ગુણ” શબ્દ છે. એટલે ફલિત એ થાય છે કે, “પર્યાય' શબ્દથી જણાવવા યોગ્ય અર્થથી ભિન્ન એવો કોઈ દ્રવ્યના ધર્મરૂપ અર્થ “ગુણ' શબ્દથી જણાવવા યોગ્ય નથી.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org