________________
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-९-१५
१८१
વળી, જે કારણે અરિહંત પરમાત્માએ તે તે સૂત્રોમાં રૂપ વગેરેમાં નક્કી કરાયેલી પર્યાયસંજ્ઞા ગૌતમસ્વામી વગેરે ગણધરભગવંતોને જણાવી. તેથી રૂપ વગેરે પર્યાયો જ છે. અર્થાત્ પર્યાયો ગુણથી જુદા નથી. (૧૧)
સહભાવી અને ક્રમભાવી ભેદો વડે બદલાતા એવા દ્રવ્યોનો બોધ તે પર્યાય અને અનેક રૂપ વડે દ્રવ્યનું જ્ઞાન તે ગુણ. આ રીતે, પર્યાય અને ગુણ શબ્દો સમાન અર્થવાળા છે. તો પણ પર્યાયો એ ગુણો કહેવાયા નથી. કારણ કે પરમાત્મા વડે પર્યાયનય વડે જ દેશના અપાયેલી છે.
કોઈ કહે છે કે, આગમમાં રૂપ વગેરેને આશ્રયીને એકગુણ, દશગુણ, અનંતગુણ ઇત્યાદિ પ્રકારે વિવક્ષા જોવા મળે છે. તેથી, રૂપ વગેરે પરિણામો ગુણવિશેષ જ છે અર્થાત્ પરમાત્મા વડે ગુણાર્થિકનયનો પણ ઉપદેશ કરાયેલો છે. (૧૩)
રૂપાદિના બોધક “ગુણ' શબ્દ સિવાય પણ જે એકગુણકાલક, દશગુણકાલક વગેરે વચન છે, તે પર્યાયગત વિશેષોની સંખ્યાનું બોધક સિદ્ધ થાય છે, નહિ કે ગુણાસ્તિકનયનું બોધક. કારણ કે કે, આ તેટલા ગુણ છે એટલા કથનમાત્રથી તો ગણિતશાસ્ત્ર પ્રસિદ્ધ સંખ્યાધર્મ જ સૂચવાય છે. (૧૪)
જેવી રીતે દશ દ્રવ્યોમાં અને દશગુણ એક દ્રવ્યમાં ‘ગુણ” શબ્દ અધિક હોવા છતાં પણ દશપણું સમાન જ છે, તેવી જ રીતે આ પણ જાણવું અર્થાત્ એકગુણ કાળો, દ્વિગુણ કાળો વગેરેમાં પણ સમાનપણું જાણવા યોગ્ય છે. (૧૫)
તાત્પર્યાર્થ: દ્રવ્ય અને ગુણ એ બે વચ્ચે ભેદ માનવો કે નહિ તેનો નિર્ણય કરતાં પહેલાં એ નક્કી કરવું જોઈએ કે, શાસ્ત્રમાં વપરાયેલ “ગુણશબ્દ માત્ર પર્યાય અર્થને જણાવનાર છે? કે તે પર્યાયથી ભિન્ન એવા કોઈ અર્થને જણાવનાર છે ? આ બે વિકલ્પમાં સિદ્ધાંત એવો ફલિત થાય છે કે, “ગુણ'શબ્દ પર્યાયથી ભિન્ન એવા દ્રવ્યગત ધર્મનો બોધક નથી. કારણ કે ભગવાને શાસ્ત્રમાં જે ન દેશના કરી છે, તેની શબ્દમર્યાદા જોતાં એમ લાગે છે કે, તેમની દૃષ્ટિમાં દ્રવ્યના ધર્મ તરીકે ગુણ અને પર્યાય વચ્ચે કશો જ ભેદ નથી અર્થાત્ બન્ને એક જ છે. કારણ કે, તેમણે દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એવા બે ન વિભાગ કર્યા છે. જો તેમની દૃષ્ટિમાં “ગુણ'શબ્દનો અર્થ પર્યાયથી ભિન્ન એવો કોઈ દ્રવ્યગત ધર્મ હોત, તો તેઓએ પર્યાયાસ્તિકની પેઠે ત્રીજો ગુણાસ્તિકનય પણ કહ્યો હોત.
વળી, આગમગત સૂત્રોમાં ગૌતમ આદિ ગણધર ભગવંતો સમક્ષ ભગવાને તો વર્ણપર્યાય, ગંધપર્યાય વગેરે શબ્દો વાપરી તેમાં વર્ણ આદિ સાથે “પર્યાય' શબ્દ જ લગાડેલો છે અને તે શબ્દનું નિર્વચન કરેલું છે; ક્યાંયે વર્ણગુણ, ગંધગુણ આદિ કહી વર્ણ આદિ સાથે ગુણ શબ્દનો ઉપયોગ કર્યો નથી, તેથી એ સ્પષ્ટ છે કે, ભગવાનની દૃષ્ટિમાં “ગુણ'શબ્દથી જણાવવા યોગ્ય અર્થ, તે વર્ણ વગેરે પર્યાયો જ છે, તેથી ભિન્ન કોઈ દ્રવ્યધર્મ નથી.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org