________________
१७२
સંમતિતપ્રકર, વુિં-રૂ, મથા-૭
અન્નવાર્થ : સોવં = ક્રોધને ૩Mાચંતો = ઉત્પન્ન કરતો પુરસી = પુરુષ
નીવર્સ = જીવના વારો = (પરભવનો) કર્તા દોડ઼ = થાય છે. (તેથી) તો = તેનાથી અર્થાત્ પરભવના જીવથી (ક્રોધ કરતો જીવ) વિમડ્યિો = ભિન્ન કહેવા યોગ્ય છે અને પરબ્ધિ = પરભવમાં સંયમેવ = સ્વયં જ હોવાથી મિત્રો = અભેદપણાથી કહેવા
યોગ્ય છે. ગાથાર્થ ક્રોધ ઉત્પન્ન કરતો પુરુષ પોતાના પરભવનો કર્યા છે, તેથી તે પરલોકના જીવથી ક્રોધ કરતો જીવ ભિન્નપણાથી કહેવા યોગ્ય છે અને અન્યભવમાં જીવ સ્વયં વિદ્યમાન હોવાથી અભેદપણાથી (પણ) કહેવા યોગ્ય છે. અથવા અન્ય જીવમાં ક્રોધ ઉત્પન્ન કરાવનાર પુરુષ તે જીવના ક્રોધનો કર્તા છે, આથી તે ક્રોધ કરાવનારપણાથી ભજના કરવા યોગ્ય છે. કષાયાધીન જીવને આશ્રયી કર્તા છે, જ્યારે કષાયવિજેતા જીવ માટે અકર્તા છે. (૭)
તાત્પર્યાર્થ : નિશ્ચયનયથી વિચારવામાં આવે તો સંસારી જીવ ક્રોધ વગેરે ભાવો વડે પોતાની ભાવિદશાનું પોતે જ સર્જન કરે છે. તે ભાવી સર્જન કરાતી દશારૂપ કાર્ય કરતાં કારણરૂપ વર્તમાનની સર્જક અવસ્થા ભિન્ન છે એમ માનવું જોઈએ. કારણ કે કાર્યકારણભાવ ભેદગર્ભિત જ હોય છે, તેમ છતાં વર્તમાનની સર્જક અવસ્થાવાળો આત્મા જ ભાવી સર્જન કરાતી અવસ્થામાં વર્તમાન હોય છે, બીજો કોઈ નહિ; તેથી અવસ્થાભેદે ભેદ હોવા છતાં બન્ને દશામાં મૂળ તત્ત્વ એક જ હોવાથી કર્તા એ કાર્યથી અભિન્ન પણ છે.
જેમ, માટી પિડરૂપે ઘટરૂપ કાર્યનું કારણ હોવાથી તે બન્ને ભિન્ન છે, છતાં પિંડ અને ઘટ બન્ને દશામાં એક જ માટી અનુગત હોવાથી માટીરૂપે ઘટ અને પિંડ અભિન્ન પણ છે. તે જ રીતે જ્યારે કોઈ આત્મા પ્રસન્નતા-ક્રોધ આદિ શુભ-અશુભરૂપે પરિણમે છે, ત્યારે તે પરિણામાનુસાર પોતાની ભાવી સ્થિતિ ઘડે છે. આ રીતે તે પોતાની ભાવી સ્થિતિનો કર્તા હોવાથી, ભાવી અવસ્થાથી ભિન્ન હોવા છતાં વાસ્તવિક રીતે બન્ને અવસ્થામાં અનુગત આત્મા પોતે જ હોવાથી અભિન્ન પણ છે.
વ્યવહારનયથી વિચારવામાં આવે તો કોઈપણ પુરુષને ક્રોધ ઉત્પન્ન કરાવવામાં અન્ય પુરુષ કારણભૂત છે. અહીં ક્રોધ ઉત્પન્ન કરાવનાર પુરુષ કષાયાધીન પુરુષને ક્રોધ ઉત્પન્ન કરાવી શકે છે. પણ કષાયવિજેતા પુરુષને ક્રોધ ઉત્પન્ન કરાવી શકતો નથી માટે અન્યને ક્રોધ કરાવવાપણાથી ભજન કરવા યોગ્ય છે. (૭)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org