________________
१७०
છાયા :
प्रत्युत्पन्नेऽपि पर्याये भजनागतिं पतति द्रव्यम् । यद् एकगुणादिका अनन्तकल्पा गुणविशेषाः । । ६।।
अन्वयार्थ : पच्चुप्पण्णम्मि
संमतितर्कप्रकरणे, काण्ड - ३,
=
વર્તમાન પદ્મમિ વિ
પર્યાયમાં પણ
दव्वं
= દ્રવ્ય મયા ડું = ભજનાગતિને અર્થાત્ વિકલ્પને પડફ = પામે છે. નં = કારણ કે મુળાવા = એકગુણ વગેરે અનંતપ્પા = અનંત પ્રકા૨ના મુળવિસેસા = ગુણના વિશેષો છે.
Jain Education International. 2010_02
गाथा-६
=
ગાથાર્થ : વર્તમાન પર્યાયમાં પણ દ્રવ્ય ભજનાગતિ એટલે વિકલ્પને સ્પર્શે છે. કારણ કે, એકગુણ વગેરે અનંત પ્રકારના ગુણના વિશેષો હોય છે. (૬)
તાત્પર્યાર્થ : દ્રવ્યના વર્તમાનપરિણામમાં પણ સ્વરૂપથી અસ્તિત્વના અને પરરૂપથી નાસ્તિત્વના વિકલ્પો સંભવે છે, તથા અધોભાગ-મધ્યભાગ-ઉર્ધ્વભાગથી પણ ભેદ અને અભેદના વિકલ્પો સંભવતા હોવાથી વર્તમાનપરિણામમાં નિયમ બતાવવા છતાં એકાંતવાદની પ્રાપ્તિનો અવકાશ નથી.
સમયભેદે પરિણામભેદ હોવાથી પૂર્વકાલીન અને ઉત્તરકાલીન કુંડલપરિણામરૂપ અર્થપર્યાય કરતાં વર્તમાન કુંડલપરિણામરૂપ અર્થપર્યાય ભિન્ન છે એટલું જ નહિ, પરંતુ એક સમયવર્તી બે કુંડલ વસ્તુમાં અમુક વિક્ષિત કુંડલપરિણામરૂપ અર્થપર્યાય એ બીજા કુંડલપરિણામરૂપ અર્થપર્યાયથી ભિન્ન જ છે. કારણ કે એ બંને કુંડલ વ્યક્તિઓ સુવર્ણરૂપ સમાન દ્રવ્ય, કુંડલરૂપ સમાન આકાર તેમજ પીતવર્ણ મૃદુસ્પર્શ આદિ સમાન ગુણધર્મોને લીધે તુલ્ય હોવા છતાં તત્ત્વત: ભિન્ન જ છે. કારણ કે બન્નેનું દ્રવ્ય જુદું હોવાથી આકાર પણ ભિન્ન જ છે અને પીળાશ કે મૃદુતા તુલ્ય જણાવા છતાં વસ્તુતઃ એમાં અંતર અવશ્ય હોય છે. એક જેવો જણાતો પીતવર્ણ કે મૃદુસ્પર્શ અનેક વસ્તુઓમાં તરતમતાભાવે રહેલો હોય છે. એકની પીળાશ કરતાં બીજાની પીળાશ અને બીજા કરતાં ત્રીજાની પીળાશમાં સંખ્યાત-અસંખ્યાતઅનંતગુણ કે સંખ્યાત-અસંખ્યાત-અનંતભાગ પ્રમાણ હીનતા-અધિકતા હોય છે.
For Private & Personal Use Only
જે રીતે, ૫૨પુદ્ગલની અપેક્ષાપૂર્વક પુદ્ગલદ્રવ્યમાં અનેકાંતવાદની સ્થાપના થઈ શકે છે, તે જ રીતે દ્રવ્ય, કષાય, યોગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય વગેરે સ્વરૂપ હોવાથી આત્મદ્રવ્યમાં પણ અનેકાંતવાદની સ્થાપના થઈ શકે છે. શ્રી ભગવતી સૂત્રનો પાઠ આપી આ વાત ટીકામાં વિશેષ રીતે સ્પષ્ટ કરવામાં આવી છે. (૬)
www.jainelibrary.org