________________
१६८
સંતિતપ્રકર, કાકુ-૩, Tથા-૧
કુંડલઆકારમાં પરિણત સુવર્ણ સતુ, દ્રવ્ય, સોનું, કુંડલ આદિ અનેક શબ્દોથી વ્યવહાર કરાય છે. આ શબ્દોની રજૂઆતની મર્યાદામાં જે જે અર્થ સમાય છે તે વ્યંજનપર્યાય છે. એટલે વ્યંજનપર્યાયમાં તે તે શબ્દના પ્રતિપાદ્ય બધા અર્થો આવી જતા હોવાથી, તે સશપર્યાય છે. તેથી કુંડલ વ્યંજનપર્યાયરૂપે છે એનો અર્થ એ થયો કે કુંડલ કહેવાતાં અને કુંડલરૂપે પ્રતીત થતાં બધાં જ કુંડલો કુંડલ નામે એકરૂપ હોવાથી ભિન્ન નથી, અને એક કુંડલ વસ્તુ પણ જ્યાં સુધી તે રૂપે રહેશે ત્યાં સુધી કુંડલ નામે એક જ છે. કુંડલ એવા એક શબ્દથી પ્રતિપાદિત થવાને લીધે અને “આ કુંડલી છે એવી એક પ્રકારની બુદ્ધિના વિષય થવાને કારણે બધાં કુંડલો અથવા તો ઉત્પત્તિથી નાશ સુધીના કાળનું એક જ કુંડલ એકરૂપ છે. આ રીતે સમાન પર્યાયો વડે વ્યંજનપર્યાયથી વસ્તુ અસ્તિરૂપે છે અર્થાત્ એકરૂપે હોય છે, ભિન્ન નહિ,
જ્યારે વ્યંજનપર્યાયની મર્યાદા છોડીને અર્થપર્યાયની અપેક્ષાએ અર્થાત્ પ્રતિક્ષણ વર્તતા પર્યાયની અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ વિચારીએ તો તે વસ્તુ નાસ્તિરૂપે હોય છે અર્થાત્ ભિન્ન હોય છે. કારણ કે દરેક વસ્તુ પ્રતિક્ષણ બદલાય છે. તેથી વર્તમાન સમયવર્તી એક જ કુંડલ પણ પોતાના પૂર્વ અને ઉત્તરવર્તી સમયના પર્યાયથી ભિન્ન છે. આ રીતે પ્રતિ સમય વસ્તુ પરિણામ પામતી હોવાથી પૂર્વ અને ઉત્તરવર્તી સમયના પરિણામરૂપ અર્થ પર્યાય કરતા વર્તમાન સમયગત અર્થપર્યાય ભિન્ન જ છે. તે જ કારણથી એક શબ્દથી વાચ્ય એવા એક કુંડલનો પણ વર્તમાન પર્યાય, તેના પૂર્વ અને ઉત્તરવર્તી પર્યાય કરતાં સામાન્યથી જુદા ન દેખાવા છતાં તેના વચ્ચે ભેદ છે. તેમ જ એક સમયવર્તી બે કુંડલ વચ્ચે પણ ભેદ છે. આ રીતે વસ્તુ સમાન અર્થપર્યાય વડે નાસ્તિરૂપે હોય છે. અર્થાત્ ભિન્ન હોય છે. તેથી એક શબ્દ પ્રતિપાદ્યત્વની દૃષ્ટિએ કુંડલ કુંડલ વચ્ચે અને એક જ કુંડલ આકારનાં પૂર્વ ઉત્તર તેમ જ વર્તમાન પરિણામો વચ્ચે ભેદ ન જણાવા છતાં અર્થગત તાત્ત્વિક દૃષ્ટિએ એ બધામાં ભેદ જણાય જ છે અને એ જ સદશ અર્થપર્યાયરૂપે નાસ્તિત્વ છે.
આ રીતે વિવક્ષિત એવું કોઈપણ એક દ્રવ્ય વિજાતીય એવા પરપર્યાયોથી સદાકાળ માટે નાસિરૂપે છે. પણ સજાતીય એવા પરપર્યાયોમાં, વ્યંજનપર્યાયની અપેક્ષાએ અસ્તિરૂપે છે અને અર્થપર્યાયોની અપેક્ષાએ નાસ્તિરૂપે છે.
ભૂતકાળના અને ભવિષ્યકાળના પરપર્યાયોની અપેક્ષાએ વિચારણા પૂર્વની ગાથાઓમાં થયેલી હોવાથી અહીં આ મુજબ અર્થ કરવો – અન્ય દ્રવ્યમાં રહેલા પર્યાયો બે પ્રકારના છે - સદેશ અને વિસદશ. તે પૈકી વિસદશ પર્યાયો વડે વિવક્ષિત ઘટ વગેરે દ્રવ્ય નાસિરૂપે છે. તથા કેટલાક સદશ પર્યાયો વડે અસ્તિરૂપે છે અને કેટલાક સદશ પર્યાયો વડે નાસ્તિરૂપે છે. આ પ્રમાણે તર્કપંચાનનશ્રીજીની ટીકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (૫)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org