________________
સંતિતર્જર,
3-૩, THથા-રૂ-૪
१६५
ત્રીજી રીતે જણાવવામાં આવ્યું કે, પર્યાયની અપેક્ષાએ સમાન હોવા છતાં ભિન્ન દ્રવ્ય હોવાથી પણ પરસ્પર દ્રવ્યાંતર કહેવાય છે. દા.ત. ઘટપર્યાયની અપેક્ષાએ સમાન હોવા છતાં માટીનો ઘટ, સુવર્ણનો ઘટ, લાકડાનો ઘટ પરસ્પર ભિન્ન છે. કારણ કે મૂળભૂતદ્રવ્ય ભિન્ન છે, માટે તે પરસ્પર દ્રવ્યાંતર કહેવાય છે.
આવા પ્રકારનું દ્રવ્યાંતર બીજા દ્રવ્ય સાથે અમુક અપેક્ષાએ સમાન છે અને તેથી જ તેઓના પરસ્પર સંબંધને જણાવનાર વચનને પ્રતીત્ય વચન કહેવાય છે.
ગાથા-૩ માં વર્તમાનકાળના પર્યાયોનો ભૂતકાળ તથા ભવિષ્યકાળના પર્યાયો સાથે અભેદ જણાવવામાં આવ્યો. તેનાથી પ્રશ્ન ઉઠે કે વર્તમાનકાળના પર્યાયોનો જો આ રીતે અભેદ માનવામાં આવશે તો ભૂતકાળના તથા ભવિષ્યકાળના પર્યાયો વર્તમાનકાળના પર્યાયરૂપ બની જશે તો પર્યાયોમાં ત્રિકાળતા ઘટી શકશે નહિ માટે વર્તમાનકાળના પર્યાયોનો ભૂતકાળ તથા ભવિષ્યકાળના પર્યાયો સાથે અભેદ જણાવનાર વચન પ્રતીત્યવચન કઈ રીતે કહી શકાય ?
આ પ્રશ્નનો ઉત્તર આપતાં ગાથા-૪માં જણાવ્યું કે, દ્રવ્ય જીવસ્વરૂપ હોય અથવા જડસ્વરૂપ હોય. જીવસ્વરૂપ હોય તો જે સમયે ચોક્કસ ગ્રહણ કરી શકાય તેવા મનુષ્ય-તિર્યંચ વગેરે આકારમાં પરિણામ પામેલું હોય અને જડ દ્રવ્ય જે સમયે ઘટ વગેરે સ્વરૂપે પરિણામ પામ્યું હોય તે સમયે તે દ્રવ્ય તેવા પ્રકારનું જ હોય છે પણ ભૂતકાળ કે ભવિષ્યકાળના પર્યાયની અપેક્ષાએ વિચારીએ તો તે દ્રવ્ય કથંચિત્ અભિન્ન હોય છે અને કથંચિત્ ભિન્ન પણ હોય છે.
અર્થાત્ વર્તમાનકાળના પર્યાયો તથા ભૂતકાળ-ભવિષ્યકાળના પર્યાયોમાં મૂળભૂતદ્રવ્ય એક હોવાથી કથંચિત્ અભેદ છે અને જો કાળની અપેક્ષાએ વિચારીએ તો કથંચિત્ ભિન્નતા પણ ઘટશે. આ રીતે, અપેક્ષાવિશેષથી ભિન્નતા-અભિન્નતા દર્શાવનાર વચનને પણ અપ્રતીત્યવચન નહિ કહેવાય પણ પ્રતીત્યવચન જ કહેવાશે.
આ પદાર્થ જણાવવા માટે શાસ્ત્રીય પરિભાષામાં બે શબ્દો વપરાય છે. (૧) ઊર્ધ્વતાસામાન્ય અને (૨) તિર્યસામાન્ય.
દ્રવ્ય એકનું એક હોય અને તેમાં પર્યાયો બદલાતા રહે. આ રીતે દરેક પર્યાયોમાં મૂળભૂત દ્રવ્યથી અભેદની પ્રતીતિ વડે જે વ્યવહાર કરવામાં આવે તે ઊર્ધ્વતાસામાન્ય કહેવાય છે. દા.ત. હાર, બંગડી, કુંડલ વગેરે પર્યાયો બદલાતાં હોવા છતાં મૂળભૂત સુવર્ણ વડે જે બોધ થાય તે ઉર્ધ્વતાસામાન્ય કહેવાય છે. અને
દ્રવ્ય ભિન્ન ભિન્ન હોવા છતાં દરેકમાં પર્યાયોની સમાનતા વડે જે સમન્વયાત્મક વ્યવહાર કરવામાં આવે તે તિર્યસામાન્ય કહેવાય છે. દા.ત. સુવર્ણનો ઘટ, માટીનો ઘટ, લાકડાનો ઘટ વગેરે. આ દરેકમાં મૂળભૂત દ્રવ્ય ભિન્ન ભિન્ન હોવા છતાં પર્યાયની અપેક્ષાએ સમાનતાનો જે વ્યવહાર કરાય તે તિર્યસામાન્ય કહેવાય છે. (૩-૪)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org