________________
१६४
સંમતિતપ્રજ્જર,
ડુ-૩, ૪થા-રૂ-૪
ગાથાર્થ જે વચન દ્રવ્યના વર્તમાનપર્યાયનો ભૂતકાળના અને ભવિષ્યકાળના પર્યાય સાથે સમન્વય કરે છે, તે વચન પ્રતીત્યવચન અર્થાત્ સર્વજ્ઞવચન કહેવાય છે અને જે વચન એક દ્રવ્ય અન્ય દ્રવ્ય સાથે સંબંધિત છે એવું જણાવે છે તે વચનને પણ પ્રતીત્યવચન અર્થાત્ સર્વજ્ઞવચન કહેવાય છે. (૩)
જે સમયે દ્રવ્ય જે રૂપે પરિણામ પામ્યું હોય તે સમયમાં તે દ્રવ્ય તે સ્વરૂપે જ હોય છે. જ્યારે ભૂતકાળ તથા ભવિષ્યકાળના પર્યાયોની સાથે તે દ્રવ્યનો કથંચિત્ અભેદ પણ હોય કે કથંચિત્ ભેદ પણ હોય છે. (૪)
તાત્પર્યાર્થ જે વચન પ્રતીતિપૂર્વક અર્થાત્ વસ્તુના વાસ્તવિક બોધપૂર્વક બોલવામાં આવે છે, તે વચનને પ્રતીત્યવચન કહેવાય છે, તે જ વચનને આપ્તવચન કહેવાય છે. સર્વજ્ઞના વચન સિવાય અન્ય કોઈના પણ વચન આવા પ્રકારના સંભવી શકતા નથી. તેથી તે સર્વવચનો અનાપ્ત-વચનસ્વરૂપ છે.
પૂર્વમાં જેમ સામાન્ય વિશેષ ઉભયાત્મક પદાર્થને જણાવનાર વચનને આપ્તપુરુષના વચનરૂપે સિદ્ધ કર્યું, તેમ ત્રણે કાળના પર્યાયો દ્રવ્યની અપેક્ષાએ પરસ્પર સંબંધિત છે આવું જણાવનાર વચનને પણ આ ગાથામાં આપ્તવચનરૂપે સાબિત કરે છે
કડું ભાંગી કુંડલ બનાવેલું હોય અને તેમાંથી આગળ હાર બનવાનો હોય, ત્યારે દેખીતી રીતે વર્તમાન કુંડલનો આકાર એ ભૂતકાલીન કડાના આકાર અને ભવિષ્યના હારના આકાર કરતાં જુદો તો છે જ; છતાંયે એકરૂપ પણ છે. કારણ કે એ ત્રણેનું મૂળભૂત સુવર્ણદ્રવ્ય જુદું નથી. ત્રણે આકારમાં એનું એ જ સુવર્ણ હોવાથી એ ત્રણે આકારોને એકબીજાથી તદ્દન ભિન્ન કેમ કહી શકાય ?
એ જ ન્યાયે કોઈપણ એક દ્રવ્યના ભિન્ન ભિન્ન કાળે દેખાતા અનેક પર્યાયો પર્યાયરૂપે પરસ્પર ભિન્ન હોવા છતાં પર્યાયોનું પરિણમન એક જ દ્રવ્યમાં થયું હોવાથી પર્યાયો એકસ્વરૂપ જ છે એમ માનવું જોઈએ. આમ હોવાથી જ વર્તમાનપર્યાયનો ભૂતકાળના તથા ભવિષ્યકાળના પર્યાયો સાથે અને ભૂતકાળના તથા ભવિષ્યકાળના પર્યાયોનો વર્તમાનકાળના પર્યાય સાથે સમન્વય દર્શાવનાર વાક્યને અર્થાતુ અનુગત એવા એક દ્રવ્ય વડે કોઈપણ વસ્તુના ત્રણે કાળના પર્યાયો પરસ્પર સંબંધિત છે આવું જણાવનાર વચનને પ્રતીત્યવચન કહેવાય છે.
ગાથાના ઉત્તરાર્ધમાં જણાવવામાં આવ્યું કે, દ્રવ્યાંતર સંબંધી એવા વચનને પણ પ્રતીત્યવચન કહેવાય છે. અહીં દ્રવ્યાંતર કોને કહેવાય તેની સ્પષ્ટતા કરતાં ટીકામાં જણાવવામાં આવ્યું કે, વૈશેષિક મતની માન્યતા મુજબ કારણરૂપદ્રવ્યની અપેક્ષાએ કાર્યરૂપદ્રવ્ય દ્રવ્યાંતર કહેવાય છે. જેમ પરમાણુદ્રવ્યની અપેક્ષાએ યમુક, ચણુક વગેરે દ્રવ્યાંતર કહેવાય છે.
બીજી રીતે જણાવવામાં આવ્યું કે, બે દ્રવ્યો પરસ્પર સમાન હોવા છતાં પોતાના ધર્મની અપેક્ષાએ ભિન્ન હોય તો તે પણ પરસ્પર દ્રવ્યાંતર કહેવાય છે. જેમ, અંગુલી તરીકે સમાન હોવા છતાં દીર્ઘ અને હ્રસ્વ એવા પોતાના ધર્મની અપેક્ષાએ મધ્યમિકા અંગુલી અને અંગુષ્ઠ ભિન્ન હોવાથી દ્રવ્યાંતર કહેવાય છે. તે જ રીતે, સુવર્ણરૂપે એક સમાન હોવા છતાં કર્યું અને કુંડલ ભિન્ન હોવાથી પરસ્પર દ્રવ્યાંતર કહેવાય છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org