________________
સંમતિતર્જર, છાડુ-૩, થા-૨-૨
તે જ રીતે ઋજુ, વક્ર, નાની, મોટી વગેરે પર્યાયોથી યુક્ત એવી આંગળી જે પ્રત્યક્ષથી જણાય છે તે પર્યાયોમાં વાણી અને વ્યવહાર નહિ પ્રવર્તે પણ માત્ર આંગળી દ્રવ્યમાં જ પ્રવર્તશે એવું માનવું પડે. તથા સામાન્ય વિનાના કેવળ વિશેષોને સ્વીકારનારે વિચાર અને વાણીમાંથી સુવર્ણરૂપ સામાન્ય દૂર કરી માત્ર કડું, કુંડલ આદિ આકારો જ વિચાર પ્રદેશોમાં લાવવા પડશે, અને તેમને જ વાણીમાં મૂકવા પડશે. એ જ રીતે અંગુલિદ્રવ્યથી અભિન્ન એવા જે તેના ઋજુ, વક્ર વગેરે પર્યાયો છે તે પર્યાયોમાં જ વિચાર અને વાણી પ્રવર્તશે, પણ અંગુલિદ્રવ્યમાં નહિ પ્રવર્તે, એવું માનવું પડશે, પરંતુ અનુભવ તો એવો છે કે, કોઈપણ વિચાર અથવા વાણી માત્ર સામાન્ય કે માત્ર વિશેષને અવલંબી પ્રવર્તતાં નથી, પણ સામાન્ય અને વિશેષ ઉભયને અવલંબીને પ્રવર્તે છે. તેથી એ બન્ને ભિન્ન હોવા છતાં પણ પરસ્પર અભિન્ન છે એમ ' સિદ્ધ થાય છે.
આ ત્રીજા કાંડની રચના અંગે ટીકામાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે, આ કાંડની રચના કરવી યોગ્ય નથી. કારણ કે આ કાંડ વડે વસ્તુનું જે અનેકાંત સ્વરૂપે રજૂ કરવું છે તે પ્રથમકાંડની “હરા સમૂસદ્ધ..” (T. ર૭), “વિ”િ (T. રૂ8) વગેરે ગાથાઓ વડે જણાવાયેલું જ છે. તથા “રૂપાય-ફિફ-બંધ ઢં...” (ા. ૨૨) માં જે દ્રવ્યનું લક્ષણ કરવામાં આવ્યું છે તેના વડે સર્વ સત્ વસ્તુઓનું અનેકાંતસ્વરૂપ રજૂ કરાયેલું જ છે. માટે ફરી અનેકાંતસ્વરૂપે રજૂ કરવું જરૂરી જણાતું નથી. વળી જો એમ કહેવામાં આવે કે, પ્રમાણના વિષયભૂત પ્રમેયવાક્યોના નિરૂપણ માટે આ કાંડની રચના કરવામાં આવી છે તો તે પણ ઉચિત જણાતી નથી. કારણ કે પ્રથમકાંડની “વિયL-બ્રિયપ્પ..” (TI. રૂ૫) વડે પ્રમાણના વિષયને જણાવનાર વાક્ય કેવું હોવું જોઈએ તે વાતનું પણ નિરૂપણ કરવામાં આવ્યું જ છે અને પ્રમેયવાક્ય એ વસ્તુ સ્વરૂપ હોવાથી વસ્તુના નિરૂપણમાં પ્રમેયવાક્યનું નિરૂપણ આવી જ જાય છે. માટે આ કાંડની રચના કરવી એ પુનરુક્તસ્વરૂપ જણાય છે.
આ પૂર્વપક્ષના ઉત્તરમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે, તમારી રજૂઆત યોગ્ય છે, છતાં રજૂઆતની શૈલીમાં ફરક છે. પ્રથમ કાંડમાં પ્રમેયની મુખ્યતા ખ્યાલમાં રાખી, પ્રમેયને ગ્રહણ કરનાર હોવાથી પ્રમાણનું નિરૂપણ કરવામાં આવ્યું. જ્યારે અહીં પ્રમાણની મુખ્યતાથી પ્રમેયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કારણ કે, “જે પ્રમાણથી જણાવવા યોગ્ય પ્રમેય ન હોય તે પ્રમાણને પ્રમાણ ન કહેવાય.” આ રીતે રજૂઆતની શૈલીમાં ફરક હોવાથી કોઈ દોષ નથી. અથવા
અનેકાંતમતમાં અન્ય મતો દ્વારા કહેવાયેલા દોષો દૂર કરવાની શૈલી અનેક પ્રકારની છે. તેથી અનેક રીતે રજૂઆત થઈ શકતી હોવાથી અનેકાંત સિદ્ધાંતની વ્યવસ્થા કરવા માટે ત્રીજા કાંડની રચના કરવામાં કોઈ દોષ નથી.
આ રીતે ગાથા-૨ની ટીકામાં ત્રીજા કાંડની રચનાનો મુખ્ય હેતુ જણાવવામાં આવ્યો છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org