________________
१६०
સંમતિતર્જર, ઝાડુ-૩, 'થા-૨-૨
fખાય = (દ્રવ્યથી) દૂર કરે છે. ય = અને યંત-વિજેસિઘં = એકાંતે (સામાન્યથી રહિત) વિશેષને વયમા = પ્રતિપાદન કરનાર
પન્નવાદિ = પર્યાયોથી રવિર્ય = દ્રવ્યને ળિયક્ = દૂર કરે છે. ગાથાર્થ : મતિ એ પ્રમાણે સામાન્યમાં દ્રવ્યમ્ એ પ્રમાણે વિશેષનો જે વચનપ્રયોગ કરાય છે તે દ્રવ્યના પરિણામરૂપ વિશેષને અન્યરૂપેકદ્રવ્યથી અભિન્ન અર્થાત્ સામાન્ય વિશેષાત્મક છે એમ જણાવે છે તથા ઘર વિશેષમાં પ્તિ એ પ્રમાણે સામાન્યનો જે વચનપ્રયોગ કરાય છે તે, વિશેષને સામાન્યમાં નિયત કરે છે અર્થાત્ વિશેષ સામાન્ય સ્વરૂપે જ છે એમ જણાવે છે. (૧)
એકાંતે વિશેષથી રહિત એવા સામાન્યનું પ્રતિપાદન કરનાર વ્યક્તિ દ્રવ્યના પર્યાયોને દ્રવ્યથી દૂર કરે છે, તથા એકાંતે સામાન્યથી રહિત એવા વિશેષનું પ્રતિપાદન કરનાર વ્યક્તિ પર્યાયોથી દ્રવ્યને દૂર કરે છે. (૨)
તાત્પર્યાર્થ: આ કાંડમાં પ્રમેય પદાર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રમેય પદાર્થો પૈકી સૌ પ્રથમ દ્રવ્યમાં રહેલા સામાન્યધર્મ અને વિશેષધર્મનું સ્વરૂપ જણાવવામાં આવે છે.
સત્, દ્રવ્ય આદિ કોઈપણ પર-અપરસામાન્ય વ્યવહારમાં તો વિશેષરૂપે જ આવે છે, અને પૃથ્વી-ઘટ આદિ કોઈપણ વિશેષ સામાન્યરૂપે વ્યવહારાય છે જ. વળી આ વ્યવહાર બાધિત પણ નથી, તેથી એમ માની શકાય છે કે, દ્રવ્યમાં સામાન્ય ઉપરાંત વિશેષ પરિણામ પણ છે અને તેમ છતાં તે વિશેષ સામાન્યસ્વરૂપથી સર્વથા જુદો નથી. અર્થાત્ સામાન્ય એ વિશેષમાં અનુસૂત છે અને વિશેષ એ અભિન્ન એવા સામાન્યની ભૂમિકા ઉપર જ રહેલો છે. તેથી વસ્તુમાત્ર પરસ્પર જોડાયેલા એવા સામાન્ય-વિશેષસ્વરૂપ ઉભયધર્મરૂપે સિદ્ધ થાય છે.
જે વસ્તુ જે સ્વરૂપે હોય તે સ્વરૂપનો અભાવ થતાં તે વસ્તુ પણ હોઈ શકતી નથી. જેમ, સુવર્ણનો હાર સુવર્ણાત્મક છે અને જો તેમાં સુવર્ણનો અભાવ માનવામાં આવે તો સુવર્ણનો હાર હોઈ શકતો નથી. તે જ રીતે સુવર્ણ પણ હાર, બંગડી, કડું, લગડી આદિ કોઈક પર્યાયરૂપે જ હોય છે અને જો હાર વગેરે પર્યાયનો અભાવ માનવામાં આવે તો સુવર્ણ પણ સંભવી શકતું નથી. તેમ સામાન્ય એ વિશેષસ્વરૂપે છે અને જો સામાન્યમાં વિશેષનો જ અભાવ માનવામાં આવે તો સામાન્ય સંભવી શકતું નથી. તથા વિશેષ એ સામાન્યસ્વરૂપે છે અને જો વિશેષમાં સામાન્યનો અભાવ માનવામાં આવે તો વિશેષનો પણ સંભવ થઈ શકતો નથી. આ રીતે, સામાન્ય અને વિશેષ પરસ્પર સંકળાયેલા છે. એકના અભાવમાં બીજાનો સદ્દભાવ સંભવી શકતો નથી.
હવે, જો વિશેષ વિના કેવળ સામાન્ય હોય, તો માત્ર સામાન્યવિષયક પ્રતીતિને આધારે વ્યવહાર કરનારને વિશેષો છોડી જ દેવા પડે; એટલે વ્યવહારસિદ્ધ હાર, કડું, કુંડલ આદિ અનેક આકારોને વિચાર અને વાણીમાંથી ફેંકી દઈ, માત્ર સોનું છે એટલો જ સામાન્યનો વ્યવહાર કરવાની આપત્તિ આવશે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org