SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ १५४ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-४३ એટલે તે ભેદવ્યવહાર શી રીતે પામી શકે ? અને ભેદવ્યવહાર તો પ્રામાણિક છે જ; તેથી માનવું જોઈએ કે, દ્રવ્ય અને પર્યાય પરસ્પર અભિન્ન છે. આમ માનવાથી જીવરૂપે એક હોવા છતાં પુરુષપર્યાય અને દેવપર્યાય પરસ્પર ભિન્ન હોવાથી અભિન્ન એવો જીવ પણ પુરુષરૂપે અને દેવરૂપે ભિન્નપણાનો વ્યવહાર નિબંધપણે પામે છે. આ ઉપરથી ફલિત એમ થયું કે સત્ હોવાને કારણે પર્યાય એ દ્રવ્યથી અને દ્રવ્ય એ પર્યાયથી અભિન્ન છે. જેમ કે મનુષ્ય અને તેના અરાજત્વ આદિ પર્યાયો. તે રીતે સત્ હોવાના કારણે કેવલજ્ઞાનપર્યાય અને જીવદ્રવ્ય એ બન્ને પરસ્પર અભિન્ન હોવાથી કેવલરૂપ જીવ એમ કહેવું અસંગત નથી. અહીં જીવમાં કેવલનો અભેદ સિદ્ધ કરી શકાય એવું - સામાન્યને વિશેષથી અભિન્ન સિદ્ધ કરનાર અનુમાન આ પ્રમાણે રજૂ કરી શકાય કે, સામાન્ય એ વિશેષોથી અભિન્ન છે; કારણ કે, તેમાં વિશેષોને લીધે ભેદવ્યવહાર પ્રામાણિકપણે થાય છે; જેમ એક જ મનુષ્ય ક્યારેક અરાજા અને ક્યારેક રાજારૂપે વ્યવહાર પામે છે તેમ એક જ જીવ ક્યારેક અકેવલીરૂપે અને ક્યારેક કેવલીરૂપે વ્યવહારાય છે. માટે તે જીવદ્રવ્ય અકેવલ અને કેવલપર્યાયથી અભિન્ન છે. જો જીવદ્રવ્ય પર્યાયોથી માત્ર ભિન્ન જ છે એમ સ્વીકારીએ, તો પર્યાયોનો ભેદ પર્યાયોમાં જ રહે અને જીવમાં વ્યવહાર ન જ પામે. (૩૭-૪૨) आत्मद्रव्यस्य स्वाभाविकैर्वैभाविकैप्टा पर्यायैः कथंचिदेकानेकत्वं वर्णयन्नाह - संखेज्जमसंखेज्जं अणंतकप्पं च केवलं णाणं । तह रागदोसमोहा अण्णे वि य जीवपज्जाया ।।४३।। यथा केवलज्ञानं सङ्ख्येयं केवलाव्यतिरिक्तस्य आत्मन एकत्वात् केवलमेकरूपं केवलस्य वा ज्ञानदर्शनरूपतया द्विरूपत्वात् तदव्यतिरिक्त आत्माऽपि द्विरूप इत्यादि, असङ्ख्येयम् तदव्यतिरिक्तस्यात्मनोऽसङ्ख्येयप्रदेशात्मकत्वात्, अनन्तार्थविषयतया केवलस्यानन्तकल्पत्वादात्माऽप्यनन्तः । तथा अनेन प्रकारेण रागद्वेषमोहरूपपर्याया अन्येऽपि च जीवपर्याया सङ्ख्येयाऽसङ्ख्येयानन्तप्रकारा विज्ञेयाः । इयमत्र विराज्यम् - केवलज्ञानस्य कथञ्चिदात्माऽव्यतिरेकादात्मनो वा केवलज्ञानाव्यतिरेकाद् द्वयोः इतरेतरापेक्षयाऽपि सङ्ख्येयाऽसङ्ख्येयाऽनन्तप्रकारत्वं ज्ञेयम् । अनेन रीत्या अन्येऽपि ये जीवस्य स्वाभाविकवैभाविकपर्यायास्ते सर्वेऽपि आत्माव्यतिरिक्तत्वात् सङ्ख्येयाऽसङ्ख्येयाऽनन्तप्रकारा ज्ञेयाः ।।४३ ।। Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy