________________
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३७-४२
१५३
એ પ્રમાણે, સામાન્યથી (કોઈપણ પ્રકારના વિશેષ વિનાનું) જીવદ્રવ્ય અનાદિ અનંત છે; કારણ કે, જે રાજાસમાન કેવલપર્યાય છે તે જીવદ્રવ્યનો વિશેષપર્યાય છે. (૪૧)
અનાદિ અનંત એવો જીવ “આ જીવ જ છે' અર્થાત્ માત્ર સામાન્યરૂપ જ છે, એમ એકાંતથી કહી ન શકાય; કારણ કે, મનુષ્યઆયુષ્યવાળો જીવ દેવાયુષ્યવાળા જીવથી ભિન્ન વ્યવહાર કરાય છે. (૪૨)
તાત્પર્યાર્થ : જીવ કેવલરૂપ છે એ અભેદકથનને અસંગત બતાવવા કોઈ કહે છે કે, જીવ એ દ્રવ્યરૂપ હોવાથી અનાદિ અનંત છે, અને કેવલ એ પર્યાયરૂપ હોવાથી સાદિ અનંત છે. બન્ને વચ્ચે આટલો મોટો તફાવત છે તો પછી જીવને કેવલરૂપ કેમ કહી શકાય ? અર્થાત્ દ્રવ્ય અને પર્યાયનો અભેદ કેમ માની શકાય ?
આ સિવાય બન્ને વચ્ચે લક્ષણભેદ પણ છે. કેવલ વગેરે જ્ઞાનના પર્યાયો ક્ષાયિક, લાયોપથમિક વગેરે ભાવવાળા હોય છે; જ્યારે જીવ પારિણામિકભાવવાળો છે. તેથી જીવ અને તેના જ્ઞાન આદિ પર્યાયો પરસ્પર ભિન્ન જ છે, એમ માનવું જોઈએ.
આ પ્રકારના એકાંતભેદવાદનો નિષેધ કરતાં ગ્રંથકાર કહે છે કે, પૂર્વમાં કાંડ-૧, ગા૧૨માં દ્રવ્યનું લક્ષણ બતાવવા વડે અનેકાંતના વ્યવસ્થાપનપૂર્વક દ્રવ્ય અને પર્યાયના એકાંત ભેદવિષયક તથા એકાંત અભેદવિષયક માન્યતાઓનું ખંડન કરવામાં આવ્યું હતું. છતાં વિશેષ સ્પષ્ટતા ખાતર દૃષ્ટાંત આપી હેતુની સાધ્ય સાથે વ્યાપ્તિ અહીં બતાવવામાં આવે છે.
જેમ સાંઠ વર્ષના સંપૂર્ણ આયુષ્યવાળો કોઈ પુરુષ ત્રીસ વર્ષે રાજા બને, ત્યારે એમ કહેવાય છે કે, “આ મનુષ્ય રાજા થયો' તેમ દ્રવ્યરૂપે ભવ્યજીવ અનાદિ હોવા છતાં જ્યારે કેવલજ્ઞાન પ્રગટે છે, ત્યારે એમ કહેવાય છે કે, “આ જીવ કેવલી થયો'. દૃષ્ટાંતમાં વિવક્ષિત વ્યક્તિ પ્રથમથી જ મનુષ્યરૂપે હતી અને પછી પણ છે; તેમાં માત્ર અરાજપર્યાય ગયો છે અને રાજપર્યાય આવ્યો છે; દાષ્ટ્રતિકમાં જીવદ્રવ્ય પ્રથમથી પણ હતું અને પછી પણ છે; માત્ર અકેવલપર્યાય ગયો અને કેવલપર્યાય થયો. આ બન્ને સ્થળ પર્યાય અને દ્રવ્યનો પરસ્પર અભેદ હોવાથી જ પર્યાયના ઉત્પાદ અને નાશને દ્રવ્યના ઉત્પાદ અને નાશ માની નિબંધ વ્યવહાર થાય છે કે, “આ માણસ અરાજા મટી રાજા થયો” અને “આ જીવ છદ્મસ્થ મટી કેવલી થયો'. અર્થાત્ દ્રવ્ય એ ધ્રુવ છતાં પૂર્વપર્યાયરૂપે નષ્ટ અને ઉત્તરપર્યાયરૂપે ઉત્પન્ન થયું કહેવાય છે; તે જ દ્રવ્ય અને પર્યાયનો અભેદ સાબિત કરે છે. માટે દ્રવ્ય એ માત્ર દ્રવ્યરૂપ જ છે એમ ન કહી શકાય.
જો દ્રવ્ય માત્ર દ્રવ્યરૂપ જ હોય તો અનાદિઅનંત જીવદ્રવ્ય જીવરૂપે માત્ર એક જ છે એમ માનવું પડે; અને તેમ માનતાં આ વર્તમાન પુરુષદેહધારી જીવ પૂર્વ દેવદેહધારી જીવથી ભિન્ન છે એવો વ્યવહાર કદી પ્રામાણિક ન ઠરે. કારણ કે, બન્ને અવસ્થામાં જીવ તો એક જ છે;
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org