________________
સંમતિતર્રપ્રઝર, શાહુ-૨, Tથા-૨૪-૩૬
१४७
તાત્પર્યાર્થ: સાદિ એટલે આદિવાળું અર્થાત્ ઉત્પન્ન થનાર અને અપર્યવસિત એટલે અંત વિનાનું અર્થાત્ નાશ ન પામનાર=અનંત. આ પ્રમાણે સાદિ અને અપર્યવસિત શબ્દનો અર્થ છે, અને સૂત્રમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન બન્નેને સાદિ-અપર્યવસિત અર્થાત્ સાદિઅનંતકાળ રહેનારાં કહેલાં છે. એ જોઈ કેટલાંક આચાર્ય ભગવંતો કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં સાદિ અપર્યવસિતપણું ઘટાવવા એમ માને છે કે, કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બન્ને આવરણના ક્ષય પછી ઉત્પન્ન થતાં હોવાથી સાદિ છે; પણ ફરી કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીય સ્વરૂપ આવરણ આવતું ન હોવાથી કેવલજ્ઞાન અને કેવલદર્શન એકવાર ઉત્પન્ન થયા પછી કદી નાશ પામતાં જ નથી. એ રીતે જ તેમનું સાદિ અપર્યવસિતપણું છે.
આવો અર્થ ઘટાવનારને સિદ્ધાંતી કહે છે કે, તમે તો સાદિ અપર્યવસિત શબ્દાર્થના મોહમાં વસ્તુતત્ત્વ જ ભૂલી જાઓ છો અને અન્યથા કલ્પના કરો છો. તો પછી વસ્તુતત્ત્વ શું છે ? અને સાદિ અપર્યવસિતપણું ઘટાવવા માટે ખરી કલ્પના શી છે ? એ સાહજિક પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકાર મહર્ષિ જણાવી રહ્યા છે કે,
જૈનમત પ્રમાણે જે પદાર્થ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક ન હોય, તે સત્ જ નથી. કેવલપર્યાય સતુરૂપ હોવાથી તે પણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક હોવો જ જોઈએ, એ વસ્તુસ્થિતિ થઈ. કેવલીમાં દેહાવસ્થા વખતે જે સંઘયણ, પરિમાણ આદિ દેહગત વિશેષો હોય છે, તે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થતાં જ દેહ સાથે નાશ પામે છે. દેહાવસ્થામાં દેહના દેખાતા વિશેષ આત્માના પણ છે, કારણ કે, દેહ અને આત્મપ્રદેશો વચ્ચે ક્ષીરનીર જેવો સંબંધ હોવાથી એકના પર્યાયો તે બીજાના છે જ. આમ હોવાથી એ પર્યાયો નષ્ટ થયા એટલે તે રૂપે આત્મા પણ ન રહ્યો અર્થાત્ તે રૂપે નાશ પામ્યો, અને આત્મા કેવલરૂપ હોવાથી કેવલ પણ નાશ જ પામ્યું. વળી તે જ આત્મા સિદ્ધ થયો એટલે સિદ્ધપર્યાય તેમાં ઉત્પન્ન થયો, તેથી તે કેવલ પણ ઉત્પન્ન થયું. આ રીતે ભવપર્યાયનો નાશ અને સિદ્ધત્વપર્યાયના ઉત્પાદની દૃષ્ટિએ આત્માના પૂર્વ કેવલજ્ઞાનદર્શનપર્યાયનો નાશ અને નવીનકેવલજ્ઞાન-દર્શનપર્યાયનો ઉત્પાદ સિદ્ધ થાય છે. એટલે કે કેવલજ્ઞાન અને કેવલદર્શન માત્ર સાદિ નથી, પરંતુ તે સપર્યવસિત પણ છે. એમ હોય તો શાસ્ત્રમાં તેમને અપર્યવસિત કેમ કહ્યાં છે ? એ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ છે કે, દર ક્ષણે જ્ઞાનદર્શનપર્યાય ઉત્પત્તિ અને નાશ પામવા છતાં કેવલરૂપે-સત્તારૂપે ધ્રુવ છે. તેથી, તે અનંત છે અર્થાત્ કેવલબોધ એકવાર અપૂર્વ ઉત્પન્ન થવાને લીધે સાદિ છે અને પછી પર્યાયરૂપે ઉત્પાદ અને નાશવાન હોવા છતાં સત્તારૂપે ધ્રુવ હોવાથી અપર્યવસિત છે. (૩૪-૩૦)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org