________________
સંપાદકીય भदं मिच्छादसणसमूहमइयस्स अमयसारस्स ।
जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ।। કલ્યાણ થાઓ ! આવો આશીર્વાદ, આવી એક શુભભાવના સંમતિતર્કપ્રકરણ ગ્રંથના રચયિતા ભાવી રહ્યા છે. આ શુભભાવના કોના માટેની છે? જેને માટે આ કલ્યાણનાં વચનો દ્વારા આશીર્વચનો ઉચ્ચારી રહ્યા છે તેનું સ્વરૂપ શું છે ? તે વાત આપણે અહીં કરવી છે.
શાસ્ત્રકાર ભગવંત અહીં શ્રી જિનવચનને ઉદ્દેશીને આશીર્વચનો ઉચ્ચારી રહ્યા છે. આ ગાથામાં તે જિનવચનના ચાર વિશેષણો મૂકેલાં છે. ૧-જિનવચન મિથ્યાદર્શનોના સમૂહમય છે, ૨-જિનવચન અમૃતતુલ્ય મોક્ષને પમાડે છે, ૩-જિનવચન અનેક પ્રકારની લબ્ધિને ઉત્પન્ન કરાવવા માટે ઐશ્વર્યાનું છે, અને ૪-જિનવચન સંવિગ્ન જીવો દ્વારા જ સુખે કરીને જાણી શકાય તેવું છે. આ ચારે પ્રકારના વિશેષણથી વિશિષ્ટ એવા જિનવચનનું કલ્યાણ થાઓ. આ પ્રકારનું આશીર્વચન શાસ્ત્રકાર પરમર્ષિને શા માટે કહેવું પડ્યું હશે ? તે જાણવા માટે આપણે જૈનશાસનના સંપૂર્ણ ભૂતકાળને આંખ સામે લાવવો પડશે. જૈન દર્શનની સર્વોપરિતા :
આ અવસર્પિણીના ત્રીજા આરાના અંતે ભગવાન શ્રી ઋષભદેવ પરમાત્માના નિર્વાણગમન પછી લગભગ એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ ચોથો આરો પૂરો થયો ત્યાં સુધીમાં ઘણી બધી ઘટનાઓ ઘટી હતી. જ્યારે ભગવાન શ્રી ઋષભદેવ પરમાત્માએ સર્વ જીવોને સંસાર સાગરમાં ડૂબતા બચાવવાની ભાવનાથી યથાવસ્થિત વસ્તુતત્ત્વની પ્રરૂપણા દ્વારા મોક્ષમાર્ગ સ્વરૂપ શ્રી જિનશાસનની સ્થાપના કરી હતી ત્યારે જયવંતા જૈનશાસન સિવાય કોઈપણ ધર્મ વિદ્યમાન ન હતો. રાજાઓ, રાજપુત્રો, મંત્રીઓ, સેનાપતિઓ, સામંત રાજાઓ, શ્રેષ્ઠીઓ, શ્રેષ્ઠીપુત્રો, સ્ત્રીઓ, બાળકો વગેરે અસંખ્ય સાધકો આ જૈનશાસનની અને તેમાં બતાવેલ તત્ત્વરૂપ જૈનદર્શનની આરાધના કરી મુક્તિપદને પામ્યા હતા. અન્ય દર્શનોની ઉત્પત્તિ :
પરમાત્માએ સ્થાપેલા શાસનમાં મરીચિ નામે અણગાર થયા. જે પરમાત્માના પૌત્ર તથા ભરત ચક્રવર્તીના પુત્ર હતા. દીક્ષા લીધા બાદ કેટલાક કાળે સંયમજીવનના સંપૂર્ણ આચારો ન પાળી શકવાના કારણે અને દીક્ષા છોડીને ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવામાં લજ્જા વગેરે બાધક બનવાને કારણે વચલા માર્ગ તરીકે તેમણે ત્રિદંડિક વેશને ધારણ કર્યો હતો. આ ત્રિદંડિક વેશને ધારણ કરવા છતાં તેઓ સમજવા આવનાર દરેકને પરમાત્માએ પ્રરૂપેલ યથાર્થ ધર્મ જ સમજાવતા અને પરમાત્માના ચરણોમાં જ દીક્ષા અપાવતા. પરંતુ એકવાર માંદગી આવી, અસંયમી હોવાથી કોઈ સાધુ પાણી વગેરે તેમને આપતા નથી, તેથી એક શિષ્યની ઈચ્છા ઉત્પન્ન થઈ. ત્યારે કપિલ નામનો અવિવેકી શિષ્ય મળ્યો અને તેના દ્વારા આ
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org