SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય 15 ત્રિદંડિક વેશની પરંપરા ચાલી કે જે સાંખ્યદર્શન તરીકે બહાર આવ્યું. ભરત મહારાજાએ બનાવેલ આર્ષ વેદો શ્રી સુવિધિનાથ પ્રભુ અને શ્રી શીતલનાથ પ્રભુના સમયગાળામાં નાશ પામ્યા, પણ તે પછી રસઋદ્ધિ-શાતા લોલુપી ગૃહસ્થ બ્રાહ્મણોએ પોતાની લાલસાને પોષવા માટે નવા વેદ બનાવ્યા. જેના આધારે વૈદિક, મીમાંસાદિ દર્શનોની ઉત્પત્તિ થઈ. જેમણે સમગ્ર ભરત ક્ષેત્રમાં પોતાના મતના ફેલાવા માટે ભરસક પ્રયત્નો કર્યા હતા. આ રીતે અનેકાનેક મતો, પાખંડો, ધર્મો, દર્શનો અને સંપ્રદાયો ફૂલ્યા ફાલ્યા. તીર્થકરોની સમવસરણ પર્ષદાનું વર્ણન સાંભળીએ ત્યારે ૩૯૩ પાખંડીઓ રોજ પરમાત્માના સમવસરણમાં આવીને બેસતા અને પોતાના મતને પુષ્ટ કરનારાં વચનો ગ્રહણ કરી પોતાના મતોનો ફેલાવો કરતા એવું જાણવા મળે છે. આ ઉપરાંત પ્રભુવીરના સમકાલીન ગૌતમબુદ્ધ થયા કે જેઓ શ્રી જિનવચનના ઋજુસૂત્ર નયના આધારે અન્ય નયોનો અપલોપ કરીને પોતાનું દર્શન ચલાવનાર બન્યા. એમનું દર્શન બૌદ્ધ ધર્મ તરીકે ખ્યાતિને પામ્યું. અદ્વૈતવાદી ઉત્તરમીમાંસા દર્શન માત્ર સંગ્રહનયને ગ્રહણ કરીને અન્યનયોનો અપલાપ કરી પોતાનું દર્શન ચલાવનાર થયું. આ રીતે નિયતિવાદ, સત્કાર્યવાદ, અસત્કાર્યવાદ, નિત્યવાદ, અનિત્યવાદ, જ્ઞાનવાદ, કર્મવાદ વગેરે સેંકડો મતો પ્રભુવીરની હાજરીમાં વિદ્યમાન હતા કે જે મતો શ્રી જિનશાસનના સકલન સાપેક્ષ પ્રમાણવચનના એક-એક અંશને એકાંતદૃષ્ટિથી પકડી અન્ય નયો અને વચનોનો અપલાપ કરીને પ્રવર્યા હતા. મિથ્યાદર્શનોના સમૂહરૂપ જૈનદર્શન કઈ રીd? સ્યાદ્વાદ એ જૈનશાસનનો મૌલિક સિદ્ધાંત છે. આ સ્વાવાદ સિદ્ધાંતને અનેકાંતવાદ-વિભજયવાદસાપેક્ષવાદ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. તે તથ્ય જણાવવા શાસ્ત્રકારે “મિચ્છાવિંસU/સમૂરફિક્સ = મિથ્યાદર્શનોના સમૂહમય શ્રી જિનવચન છે” – એમ કહ્યું છે. જેટલાં પણ દર્શન છે, તેમની પાસે પોતાની કોઈ મૌલિકતા નથી; જ્યારે શ્રી જિનવચન સર્વથા મૌલિક છે. આ જ શ્રી જિનવચનમાંથી એક એક નયનો આશ્રય લઈને તે તે દર્શનોની ઉત્પત્તિ થયેલી છે. “તે તે દર્શનો કોઈ એક જ નયને એકાંતે સ્વીકૃત કરે છે અને અન્ય સર્વ નયનો અપલાપ કરે છે માટે જ તે અન્ય દર્શનો ખોટાં છે. પણ જો તે દર્શનો અન્ય નયોનો અપલાપ ન કરે અને અન્ય-અન્ય નયોને પણ સાપેક્ષ ભાવે સ્વીકારે તો તે સાચાં પણ બની શકે છે” તેથી “જો તે જ દરેક નયોનો સમૂહ કરવામાં આવે અર્થાત્ દરેક નયોને પરસ્પર સાપેક્ષસુસંવાદી બનાવવામાં આવે તો તે પ્રમાણરૂપ એટલે સમ્યગ્દર્શનરૂપ બને છે. માટે જ “સ્યાદ્વાદ સ્વરૂપ શ્રી જિનવચન તે મિથ્યાદર્શનના સમૂહરૂપ બને છે. એવું અહીં આપેશિક રીતે શાસ્ત્રકારે વર્ણવ્યું છે. નયોની નિરપેક્ષતા તથા સાપેક્ષતાનું પરિણામ : પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ તે વાતને સિદ્ધ કરવા માટે ક્યાંય કસર છોડી નથી. દરેકે દરેક તર્કો અને પ્રમાણો દ્વારા ડંકાની ચોટે એક જ વાત સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે કે, જૈનશાસને પ્રરૂપેલા સ્યાદ્વાદ સિદ્ધાંતના એક અંશનો અપલાપ પણ મિથ્યાદર્શનમાં પરિણમે છે. જો મૂળ નયો પરસ્પર સાપેક્ષ બને તો Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy