________________
ગુરુદેવનું જીવન ચરિત્ર
રહ્યો. ચતુર્વિધ શ્રીસંઘ મોટી સંખ્યામાં નિર્ધામણા કરાવવા હાજર હતો. એ સૌએ અંતિમ આરાધના નજરોનજર નીહાળી હતી. ડૉ. શેખરભાઈના કહેવા મુજબ એમની ડૉક્ટરી લાઈફમાં આવું સહજ મૃત્યુ કોઈનું ય જોયું ન હતું.
એઓના પુણ્યદેહને વાસક્ષેપાદિ અંતિમ વિધિ કરીને પુત્રસૂરિજીએ સંઘને સોંપ્યો. સ્નાનાદિ સંસ્કાર થયા. શ્રેષ્ઠ પૂજા-ઉપચાર કરાયા. સંઘના દર્શન-પૂજનાર્થે વ્યાખ્યાન હૉલમાં પધરાવાયા. સંઘે લાઈન બંધ આવીને પૂજા કરી.
આસો વદ ૫+૬ શુક્રવારે અગ્નિ સંસ્કારના ચડાવા બોલાવાયા. મિનીટોમાં જ ત્રણ કરોડ જેટલી આવક થઈ. જીવનભર તદ્દન નિઃસ્પૃહ સૂરિવરના નિચ્ચેષ્ટ દેહના ચરણે ઉપકૃત લોકોએ ધનના ઢગલા કરી દીધા. દસ વાગે અંતિમ યાત્રા પ્રારંભાઈ. નવ શિખરી જરીયન પાલખીમાં બિરાજેલો દેહ બાણગંગા પહોંચ્યો. ધાનેરાના ચંપાબેન જયંતિલાલ અજબાણી તેમજ ભોરોલતીર્થના શાંતિલાલ હરિલાલ મહેતા પરિવારે અગ્નિ સંસ્કાર આપ્યો. પૂજ્યપાદનો પુણ્યદેહ પંચત્વમાં વિલીન થયો.
પાછળ દેવવંદન અને ગુણાનુવાદ થયા. બીજા દિવસે લાલબાગ સંઘમાં ભવ્યતમ ગુણાનુવાદ સભા થઈ. એ પ્રસંગે અષ્ટાહ્નિકા મહોત્સવના લાભો મેળવવા ઉછામણીઓ બોલાઈ. દસેક મિનિટમાં જ આઠે દિવસો અપાઈ ગયા. પૂજ્યોની નિશ્રામાં કા.સુ. ૧૪ થી અષ્ટાહ્નિકા મહોત્સવ ઉજવાયો. રોજે રોજ પૂજ્યશ્રી અને અન્ય મુનિવરોએ ગુણાનુવાદ કર્યા. શ્રાવક સંઘના મોવડીઓએ પણ પૂજ્યશ્રીનો ઉપકાર વર્ણવ્યો. કલાકો સુધી ગુણાનુવાદ થવા છતાં કોઈ ઉઠતું ન હતું. સાંભળ્યા જ કરીએ તેમ સૌને થતું.
પૂજ્યશ્રીના સદ્ભુત ગુણગણોની અનુમોદનાર્થે અનેક ગામો-શહેરોમાં ભવ્યાતિભવ્ય મહોત્સવો થયા; હજુ પણ નવનવા મહોત્સવોના આયોજનો સંઘજનો વિચારી રહ્યા છે.
પૂજ્યશ્રીના જીવનને અંજલી આપવા માટેનો શુભ પ્રયત્ન સૌએ કરવા યોગ્ય છે અને એ પ્રયત્ન છે પોતાના હૈયામાં દીક્ષા જીવનની પ્રીતિ પ્રગટાવવી. પોતે દીક્ષા લેવા પ્રયત્નશીલ બનવું અને પોતાના પરિવારજનોને પણ એ પ્રીતિ-પ્રયત્નના પંથે ચલાવવું.”
પૂજ્યપાદના પરમ પ્રેરક જીવનને ભાવભરી અંજલી, તેઓશ્રીમદ્ભા પરમગુરુદેવશ્રીજીના પગલેપગલે ચાલી તેઓશ્રીએ જીવન ઉજાળ્યું. જતાં પોતાનો ભવ્ય વારસો પોતાના પટ્ટાલંકાર પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાને સોંપીને ગયા. હવે તેઓશ્રીના આલંબને આપણે સૌએ આરાધના કરવાની છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org