________________
સંમતિતપ્રકર, TD-૨, આથા-રૂ૨-૩૩
१४३
નિય છે. સમાપ તિ = સમ્યજ્ઞાન અને આ (સમ્યગ્દર્શન)
= સામર્થ્યથી (એકરૂ૫) દોફ ૩વવાdi = ઘટે છે.
ગાથાર્થ આ પ્રમાણે, જિનેશ્વર પરમાત્મા વડે કહેવાયેલા ભાવો વિષે ભાવથી શ્રદ્ધા કરતા પુરુષનું જે આભિનિબોધરૂપ મતિજ્ઞાન છે તેમાં જ ‘દર્શન શબ્દનો પ્રયોગ કરવો યોગ્ય છે. (૩૨)
સમ્યજ્ઞાન હોય ત્યારે સમ્યગ્દર્શન અવશ્ય હોય છે, પરંતુ દર્શન હોય ત્યારે સમ્યજ્ઞાન હોય પણ ખરું અને ન પણ હોય. આથી, સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન તાત્પર્યથી એકરૂપે જ ઘટે છે. (૩૩)
તાત્પર્યાર્થ : જૈનશાસ્ત્રમાં ‘દર્શન’ શબ્દ ખાસ પારિભાષિક છે. એની પરિભાષા પ્રમાણે તે શબ્દના બે અર્થ મુખ્ય ગ્રહણ કરાય છે. (૧) સાકારોપયોગથી ભિન્ન એવો નિરાકારોપયોગ; અને (૨) શ્રદ્ધા. પહેલા અર્થ વિષે ગ્રંથકારે પોતાનો મતભેદ બતાવી તેને સ્થાને જણાવ્યું કે, ‘દર્શન’ શબ્દનો અર્થ “જ્ઞાન” શબ્દના અર્થભૂત સાકારોપયોગ કરતાં ભિન્ન એવો નિરાકારોપયોગ નથી, પણ “જ્ઞાન' શબ્દથી વાચ્ય ઉપયોગ જ અપેક્ષાવિશેષે “દર્શન’ શબ્દનો વાચ્ય બને છે. એ જ પ્રમાણે બીજા અર્થના વિષયમાં પોતાનો મતભેદ બતાવતાં ગ્રંથકાર અહીં પોતાનું વક્તવ્ય સ્પષ્ટ કરતાં કહે છે કે,
મોક્ષના ત્રણ ઉપાયો પૈકી પ્રથમ ઉપાયભૂત સમ્યગ્દર્શન જે સમ્યજ્ઞાનથી જુદું મનાય છે, તે ખરી રીતે જુદું નથી; સમ્યજ્ઞાન એ જ સમ્યગ્દર્શન છે. અલબત્ત કર્યું સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન માનવું એ પ્રશ્ન થશે; પણ તેનો ઉત્તર એ છે કે, જિનકથિત તત્ત્વો વિષે જે અપાયસ્વરૂપ નિશ્ચય હોય તે જ સમ્યગ્દર્શન કહેવાય છે. સમ્યગ્દર્શન એ વિશિષ્ટ રુચિરૂપ છે, અને રુચિ એ કાંઈ જ્ઞાનથી જુદી વસ્તુ નથી. “તે જ સાચું અને શંકાવગરનું છે જે જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે” આવા પ્રકારની શ્રદ્ધાપૂર્વકનું મતિજ્ઞાન એ જ સમ્યગ્દર્શન છે; તેથી કર્મપ્રકૃતિઓમાં દર્શનાવરણીયકર્મ અને દર્શનમોહનીયકર્મ એ બન્ને સ્થળે દર્શનના અર્થો જ્ઞાનથી ભિન્ન નથી, એમ સમજવું જોઈએ.
એ તો ખરું જ કે જ્યારે સમ્યજ્ઞાન છે, ત્યારે સમ્યગ્દર્શન છે જ; પણ બધાં દર્શનોમાં કાંઈ સમ્યજ્ઞાન નથી. કારણ કે, જે દર્શન એકાંતવિષયક રુચિરૂપ હોય, તે મિથ્યાજ્ઞાન હોવાથી સમ્યજ્ઞાન હોતું નથી; માત્ર અનેકાંતવિષયક રુચિરૂપ દર્શન જ સમ્યજ્ઞાન હોય છે. તેથી છેવટે ફલિત એ થાય છે કે, જિનેશ્વર પરમાત્માએ કહેલ તત્ત્વવિષયક યથાર્થ દર્શન અનેકાંતરુચિરૂપ હોવાથી સમ્યજ્ઞાનરૂપ જ છે, નહિ કે સમ્યજ્ઞાનથી જુદું. માટે સમ્યગ્દર્શનના અર્થીએ અનેકાંતતત્ત્વના અવધારણ માટે જ પ્રયત્ન કરવો જોઈએ. (૩૨-૩૩)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org