________________
१४०
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३१
છાયા :
અવ. એક જ કેવલોપયોગ ઉભયરૂપ છે તે જણાવતાં ગ્રંથકાર જણાવે છે કે – गाथा : साई अपज्जवसियं ति दो वि ते ससमयओ हवइ एवं ।
परतित्थियवत्तव्वं च एगसमयंतरुप्पाओ।।३१।। साद्यपर्यवसितमिति द्वे अपि ते स्वसमयो भवति एवम् ।
परतीर्थिकवक्तव्यं च एकसमयान्तरोत्पादः ।।३१।। અન્યથાર્થ : á = આ પ્રમાણે રો વિ તે = બન્ને પણ તે જ્ઞાન અને દર્શન સારું
૩પન્નવસિર્વ તિ = સાદિ અનંત છે એ સમયગો = સ્વસિદ્ધાંત દેવ = ઘટે છે. ૨ = અને સમયંતરુપ્પા = એક સમયના અંતરે ઉત્પાદ એ પ્રતિવિધ્વં = પરદર્શનીનું મંતવ્ય જાણવું.
ગાથાર્થઃ જો જ્ઞાન અને દર્શન ઉભય એક જ સમયે અને અભિન્ન માનવામાં આવે તો જ, જે સ્વસિદ્ધાંત છે કે “તે બે જ્ઞાન અને દર્શન સાદિ-અનંત છે' તે ઘટી શકે છે. જે વળી એક સમયના અંતરે ઉત્પાદ કહ્યો છે અર્થાતુ જ્યારે જાણે છે ત્યારે જોતા નથી, તે પરદર્શનીનું મંતવ્ય સમજવું. (૩૧)
વિશેષાર્થ : જ્ઞાનબિંદુ ગ્રંથમાં આ ગાથાનો અર્થ કરતાં મહોપાધ્યાયજી મહારાજાએ જણાવ્યું છે કે, સાદિ-અનંત હોવાથી તે કેવલરૂપબોધ જ્ઞાન-દર્શન ઉભયરૂપ છે, આ સ્વસિદ્ધાંત છે અને એક સમયના અંતરે ઉત્પાદ કહ્યો તે પરદર્શનનું મંતવ્ય સમજવું.
તાત્પર્યાર્થઃ પૂર્વમાં કહ્યું તેમ જો જ્ઞાન અને દર્શન ઉભયરૂપ એક કેવલોપયોગ સ્વીકારશો તો શાસ્ત્રમાં કહેલ જ્ઞાન અને દર્શનનું સાદિ-અનંતપણું ઘટી શકશે. આ રીતે યુક્તિથી અભેદ જ સિદ્ધ થાય છે. છતાં પણ શાસ્ત્રવિરોધ તો રહે જ છે; કારણ કે, જ્યારે કેવલી જાણે છે ત્યારે જોતા નથી અને જુએ છે ત્યારે જાણતા નથી, એવું સમયાંતરથી જ્ઞાન અને દર્શનની ઉત્પત્તિવાળું કથન તો શાસ્ત્રમાં છે જ. એટલે એ વિરોધનું શું કરવું ? એ પ્રશ્નનો ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે કે,
યુક્તિથી જે જ્ઞાન અને દર્શન બન્ને શબ્દથી વાચ્ય એક જ ઉપયોગરૂપ અર્થ સિદ્ધ થાય છે, તે જ સ્વસિદ્ધાંત છે; અને જો એકવાર સ્વસિદ્ધાંત નક્કી થયો, તો પછી બીજું જે કાંઈ પણ વર્ણન શાસ્ત્રમાં વિરોધવાળું જણાતું હોય તે વર્ણન ચોક્કસ નયને આશ્રયીને પ્રવર્તે છે. એમ જ માનવું જોઈએ. તેથી જે કેવલજ્ઞાન-દર્શનની ક્રમે ઉત્પત્તિ જૈન શાસ્ત્રોમાં નજરે પડે છે, તે દર્શનાંતરનાં મંતવ્યો છે એમ માનવું. શાસ્ત્રમાં બધાં વર્ણનો કાંઈ સ્વસિદ્ધાંત જ નથી હોતાં. એમાં ઘણી બાબતો દર્શનાંતરને માન્ય એવી પણ હોય છે. તેનો વિવેક કરી શાસ્ત્રનું તાત્પર્ય શોધવામાં જ યુક્તિની સાર્થકતા છે. (૩૧)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org