________________
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२७
१३३
છયા :
मनःपर्यवज्ञानं दर्शनमिति तेन इह भवति न च युक्तम् ।
भण्यते ज्ञानं नोइन्द्रिये न घटादयो यस्मात् ।।२६।। અન્યથાર્થ : તેur = તેથી, રૂદ = અહીં મ ળવાઇi = મન:પર્યવજ્ઞાન સંસVi
તિ = દર્શન દોફ = થાય છે અને નુત્ત = અને તે યુક્ત નથી. મUT = કહે છે કે, = મન:પર્યાયજ્ઞાન નોદિગ્નિ = મનોદ્રવ્ય
વિષયક, ના = કારણ કે, ઘમિ = ઘટ વગેરે વિષય ન = નથી. ગાથાર્થ : ઉપર જણાવેલ વ્યાખ્યા પ્રમાણે મન:પર્યાયજ્ઞાન એ દર્શન છે એમ માનવું પડશે; પણ એમ માનવું યોગ્ય નથી.ઉત્તરમાં સિદ્ધાંતકાર જણાવે છે કે, મન:પર્યાયજ્ઞાન એ મનોવર્ગણાસ્વરૂપમનવિશેષમાં પ્રવર્તમાન જ્ઞાન જ છે દર્શન નથી, કારણ કે અસ્કૃષ્ટ એવા ઘટ વગેરે પદાર્થો આ જ્ઞાનના વિષય નથી. (૨૩)
તાત્પર્યર્થ : ઇંદ્રિય વડે અસ્કૃષ્ટ કે અગ્રાહ્ય વિષયનું જ્ઞાન જ દર્શન છે” જો આ મુજબ વ્યાખ્યા કરશો તો મન:પર્યાયજ્ઞાનને પણ દર્શન કહેવાની આપત્તિ આવશે. કારણ કે, અન્ય વ્યક્તિએ મન દ્વારા વિચારેલાં ઘટ આદિ પદાર્થો કે જે આ જ્ઞાનના વિષય છે. તે ત્યાં અવિદ્યમાન હોવાથી ગ્રહણ કરનાર આત્મા માટે અસ્પષ્ટ પણ છે અને ઈન્દ્રિયગ્રાહ્ય પણ છે. તેથી મન:પર્યાયજ્ઞાન દર્શનરૂપે થશે. પરંતુ આ સ્વીકારવા યોગ્ય નથી. કારણ કે, શાસ્ત્રમાં મન:પર્યાય સાથે “દર્શન’ શબ્દનો વ્યવહાર ક્યાંય દેખાતો નથી, તો પછી આ વ્યાખ્યા પ્રમાણે વ્યવસ્થા શી રીતે થશે ? એ શંકાનું નિવારણ કરવા સિદ્ધાંતી કહે છે કે,
શંકા જ અસ્થાને છે, કારણ કે, જે એમ કહેવામાં આવ્યું કે મન:પર્યાય એ અસ્પષ્ટ ઘટાદિ પદાર્થોમાં પ્રવર્તે છે, તે જ ખોટું છે. કારણ કે, મન:પર્યાયનો વિષય પરકીય મન દ્વારા ચિંતિત થતા પદાર્થો નથી, પણ એ પદાર્થોની ચિંતામાં લાગેલ પરકીય મનોદ્રવ્ય જ છે. મનપર્યાયજ્ઞાની પર દ્વારા ચિંતિત થતા બાહ્ય પદાર્થોનું જ્ઞાન કરે છે ખરો, પણ તે મન:પર્યાયજ્ઞાન દ્વારા નહિ, પરંતુ પ્રત્યક્ષ દેખાતા મનોવર્ગણાના પુદ્ગલો વડે જે અનુમાન કરે છે તેના વડે. પ્રથમ તો એ પરકીય મનોદ્રવ્યને સાક્ષાતું જાણે છે અને પછી તે ઉપરથી તે ચિંતિત થતા બાહ્ય પદાર્થોનું અનુમાન કરે છે; એટલે ચિંતિત પદાર્થો મન:પર્યાયજ્ઞાનનો વિષય જ નથી; અને જે વિષય છે તે પરકીય મનોદ્રવ્યો તો તદ્દન અસ્પષ્ટ તો નથી જ; કારણ કે, તે દ્રવ્યો ગ્રાહક આત્મા વડે સ્પર્શાવેલ મનોવર્ગણાનાં સજાતીય હોવાથી સ્પષ્ટ જેવાં છે. તેથી, મન:પર્યાયમાં દર્શનનો પ્રસંગ જ નથી. (૨) अस्पृष्टाविषयावगाहि ज्ञानमेव दर्शनम् न ततः पृथगिति स्पष्टयन्नाह -
मइसुयणाणणिमित्तो छउमत्थे होइ अत्थउवलंभो । एगयरम्मि वि तेसिं ण दंसणं दंसणं कत्तो ? ।।२७।।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org