________________
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२५
१३१
અવ. અવગ્રહ એ મતિનો ભેદ છે અને મતિ એ જ્ઞાનરૂપ છે માટે, અવગ્રહ એ જ્ઞાનરૂપ છે અર્થાત અવગ્રહ એ દર્શનસ્વરૂપ નથી. તો પછી શાસ્ત્રમાં ચક્ષુદર્શન વગેરે ભેદોનો ઉલ્લેખ શા માટે છે ? આ શંકાનું સમાધાન આપતાં જણાવે છે કે, गाथा : णाणं अप्पुढे अविसए य अत्थम्मि दंसणं होइ ।
मोत्तूण लिंगओ जं अणागयाईयविसएसु ।।२५।। છાયા : ज्ञानम् अस्पृष्टे अविषये च अर्थे दर्शनं भवति ।
मुक्त्वा लिङ्गतो यद् अनागतातीतविषयेषु ।।२५।। અન્યથાર્થ : UTયાર્ફવિસલ્લુ = ભવિષ્યકાળ-ભૂતકાળના વિષયમાં નિકો =
અનુમાનથી નં = જે જ્ઞાન થાય છે તે મોજૂUT = છોડીને પુદ્દે = અસ્પષ્ટ ૨ = અને વિસર = અવિષયભૂત સ્થગ્નિ = પદાર્થમાં પ = જ્ઞાન
રંસ હોવું = દર્શન થાય છે. ગાથાર્થ ભવિષ્યકાળ અને ભૂતકાળના વિષયોમાં અનુમાનથી જે જ્ઞાન થાય છે તે સિવાય અસ્પષ્ટવિષયમાં (નેત્ર વડે) જે બોધ થાય છે તે જ્ઞાન હોવા છતાં ચક્ષુદર્શન કહેવાય છે તથા ઈન્દ્રિયોના અવિષયભૂત એવા પરમાણુ વગેરે વિષયોમાં મન વડે જે બોધ થાય છે તે જ્ઞાન હોવા છતાં અચક્ષુદર્શન કહેવાય છે. (૨૫)
તાત્પર્યાર્થઃ જો જ્ઞાન અને દર્શન ઉપયોગને પરસ્પર ભિન્ન ન માનવામાં આવે, તેમજ મતિના અવગ્રહ માત્ર અંશને પણ દર્શન કહેવામાં ન આવે, તો પછી શાસ્ત્રમાં જે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એવાં બે નામો ખાસ જુદા જુદા ઉપયોગ અર્થમાં વપરાતાં દેખાય છે, તેમની સિદ્ધિ તમે શી રીતે કરશો ? એ પ્રશ્નનો ઉત્તર આપવા સિદ્ધાંતી પોતાનો મત જણાવતાં કહે છે કે,
અનુમાનરૂપ જ્ઞાનને છોડી અપ્રાપ્યકારી ચક્ષુ અને મન દ્વારા જે જ્ઞાન થાય છે, તે જ અનુક્રમે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન કહેવાય છે.” આ વ્યાખ્યા પ્રમાણે “સ્પર્યા વિના જ સૂર્ય, ચંદ્ર વગેરે દૂર રહેલા પદાર્થોમાં ચક્ષુ વડે જે બોધ થાય છે, તે ચક્ષુદર્શન કહેવાય છે; અને કોઈપણ બાહ્ય ઇંદ્રિયના વિષય ન બની શકે તેવા પરમાણુ વગેરે સૂક્ષ્મ તથા વ્યવધાનવાળા પદાર્થોમાં મન દ્વારા જે ચિંતનાત્મક બોધ થાય છે, તે અચક્ષુદર્શન કહેવાય છે.' અચક્ષુદર્શનમાં માત્ર મનોજન્ય જ્ઞાન લેવામાં આવે છે; બીજી કોઈ ઇંદ્રિયથી જન્ય જ્ઞાન લેવામાં આવતું નથી. તેથી, વસ્તુત: ફલિત એમ થાય છે કે, અપ્રાપ્યકારી ઇંદ્રિયો બે છે : ચક્ષુ અને મન અને તે બે ઇંદ્રિયો દ્વારા થનાર જ્ઞાન જ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન શબ્દથી વાચ્ય છે.
આમાં આટલું વિશેષ સમજવું કે, જેમ અપ્રાપ્તપદાર્થવિષયક ચક્ષુજન્ય બધું જ જ્ઞાન ચક્ષુદર્શન કહેવાય છે તેમ ઇંદ્રિયગ્રાહ્યપદાર્થવિષયક બધું મનોજન્ય જ્ઞાન અચક્ષુદર્શન કહેવાતું
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org