________________
સંતિતરને,
g-૨, આથા-૨૩-૨૪
१२९
गाथा : एवं सेसिंदियदंसणम्मि नियमेण होइ ण य जुत्तं ।
अह तत्थ णाणमेत्तं घेप्पइ चक्खुम्मि वि तहेव ।।२४।। छाया : एवं शेषेन्द्रियदर्शने नियमेन भवति न च युक्तम् ।
अथ तत्र ज्ञानमात्रं गृह्यते चक्षुष्यपि तथैव ।।२४ ।। અન્યથાર્થ : પર્વ = આ પ્રમાણે (હોતે છતે) સિરિયર્વસ ગ્નિ = શેષ ઈન્દ્રિયોના
દર્શનમાં નિમેળ = નિચ્ચે (તે જ જ્ઞાન છે એવું ફલિત) દો = થાય છે.
૨ ગુd = અને તે યુક્ત નથી. સર = હવે જો તત્થ = તે અન્ય ઈન્દ્રિયોના વિષયમાં નામેd = જ્ઞાનમાત્ર પૂરૂ = ગ્રહણ કરવામાં
આવે તો વરઘુમિ વિ = નેત્રમાં પણ તદેવ = તે જ રીતે માનવું જોઈએ. ગાથાર્થઃ મતિના અવબોધમાં અવગ્રહ માત્ર એ દર્શન અને વિશેષગ્રહણ એ જ્ઞાન છે એમ જો તું માને, તો તેનાથી એ ફલિત થાય છે કે મતિજ્ઞાન જ દર્શન છે, પણ આ વાત યોગ્ય નથી. (૨૩)
અવગ્રહ એ દર્શન છે અને અપાયાદિ વિશેષગ્રહણ તે જ્ઞાન છે” આવુ માનવાથી શેષ ઇંદ્રિયોના દર્શનમાં પણ નિયમથી જ જ્ઞાન છે” એવું ફલિત થશે, પરંતુ તે ઘટતું નથી. હવે જો તે અન્ય ઇંદ્રિયોના વિષયમાં દર્શન હોતે છતે તે જ્ઞાન જ છે એવું માનવામાં આવે, તો ચક્ષુના વિષયમાં પણ તેમ જ માનવું ઘટે અર્થાત્ ચક્ષુજ્ઞાન માનવું જોઈએ પણ ચક્ષુદર્શન માનવું જોઈએ નહિ. (૨૪)
તાત્પર્યાર્થઃ એકદેશી સંમત અભેદ તો સિદ્ધાંતીને પણ માન્ય છે; પરંતુ તેણે આપેલ દૃષ્ટાંત સિદ્ધાંતીને ગ્રાહ્ય નથી, તેથી એ પોતાની અરુચિ જણાવવા તે દૃષ્ટાંત માનતાં શું શું અનિષ્ટ પ્રાપ્ત થાય છે એ સમાલોચના દ્વારા જણાવે છે.
સિદ્ધાંતી એકદેશીને કહે છે કે, જો તું એમ માનશે કે અવગ્રહાત્મક મતિ એ દર્શન છે અને વિશેષ ગ્રહણ એ જ્ઞાન છે, તો મતિજ્ઞાનને જ દર્શન માનવું પડશે અર્થાત્ મતિજ્ઞાન અને દર્શન એક જ છે તેમ સ્વીકારવું પડશે. પણ આ રીતે સ્વીકારતાં સૂત્ર સાથે વિરોધ આવે છે. કારણ કે, સૂત્રમાં તો જ્ઞાનના આઠ ભેદ તથા દર્શનના ચાર ભેદ માનવામાં આવ્યા છે તથા મતિજ્ઞાનના જે અાવીશ ભેદોનો ઉલ્લેખ મળે છે, તે પણ સૂચવે છે કે જ્ઞાન અને દર્શન ભિન્ન છે.
વળી તમારા વડે દૃષ્ટાંતમાં જેમ ચક્ષુઈન્દ્રિયવિષયક અવગ્રહાત્મક બોધને દર્શન કહી, જ્ઞાન અને દર્શનનો અભેદ સિદ્ધ કર્યો હતો, તેમ શેષ ઈન્દ્રિયોમાં પણ અવગ્રહને દર્શન માનવું પડશે. તેથી ત્યાં પણ દર્શન મતિજ્ઞાનરૂપે જ થઈ જશે. પરંતુ આ વાત અયુક્ત છે. કારણ કે ઉપર કહ્યું તેમ અહીં પણ સૂત્રનો વિરોધ આવે છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org