________________
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२३-२४
१२७
છદ્મસ્થઅવસ્થામાં જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમને કારણે કોઈપણ પદાર્થનો સામાન્યબોધ થયા બાદ વિશેષબોધ થાય છે, પણ વિશેષબોધ થયા બાદ સામાન્યબોધ થતો નથી અર્થાત્ જ્ઞાન થતાં પૂર્વે દર્શન અવશ્ય થાય છે પણ દર્શન થતાં પૂર્વે જ્ઞાન થતું નથી. આ રીતે કાર્યકારણભાવનો ક્રમ છે, જ્યારે કેવલીમાં પ્રથમ જ્ઞાન થાય છે પછી દર્શન થાય છે. કારણ કે, દરેક લબ્ધિની શરૂઆત સાકારોપયોગથી થાય છે, અને ક્ષયોપશમભાવને કારણે થતો ક્રમ પણ કેવલીમાં નથી. આ રીતે કેવલીના જ્ઞાન અને દર્શનમાં કથંચિત્ ભિન્નતા છે.
વળી, જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમને કારણે જે ક્રમ સંભવે છે તે કેવલીમાં નથી. છતાં છબસ્થઅવસ્થામાં જોવા મળતાં ક્રમિક જ્ઞાન અને દર્શનના સમાનજાતીય હોવાથી કેવલીના જ્ઞાન અને દર્શનમાં ભિન્નતા છે. આવું જે ટીકાકાર મહર્ષિએ વર્ણન કર્યું તે વિચારણીય છે કારણ કે, સ્વભાવભેદથી વિચારણા કરતાં આ વસ્તુ ઘટી શકે છે, પણ કેવલી અવસ્થામાં દર્શન એ જ્ઞાનનિમિત્તક નથી એવું જણાવીને જ્ઞાન અને દર્શનનો ભેદ છે તેવું જણાવવામાં પ્રયોજન જણાતું ન હોવાથી કઈ રીતે શોભે ? આ રીતે “જ્ઞાનબિંદુ'ગ્રંથમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ અસ્વરસ જણાવીને ગાથાનો જુદી રીતે અર્થ કરેલ છે.
ટીકામાં તેઓશ્રીજીએ જણાવ્યું કે, છદ્મસ્થ અવસ્થામાં દર્શનપૂર્વક જ જ્ઞાન થાય છે, તે વાત પ્રસિદ્ધ છે. કારણ કે, સામાન્યબોધ થયા બાદ જ વિશેષબોધ થાય છે, પણ વિશેષબોધ થયા બાદ સામાન્ય બોધ થાય છે તેવી પ્રસિદ્ધિ નથી અર્થાત્ જ્ઞાનપૂર્વક દર્શન થાય એ વાતની અપ્રસિદ્ધિ છે. આ રીતે દર્શનપૂર્વક જ્ઞાનનો ક્રમ જણાવવામાં આવેલ છે. તેથી અમે નિશ્ચય કરીએ છીએ કે, કેવલીમાં દર્શન અને જ્ઞાન ભિન્ન નથી અર્થાત્ કેવલીમાં ક્રમથી પ્રાપ્ત ભેદ હોતો નથી. કારણ કે, જો ક્રમ સ્વીકારવામાં આવે તો કેવલીમાં નિયમથી જ્ઞાન પછી દર્શન કહેવું જોઈએ. કારણ કે, જેમ દરેક લબ્ધિની પ્રાપ્તિ સાકારોપયોગમાં થાય છે તેમ કેવલલબ્ધિ પણ સાકારોપયોગમાં થાય છે તેથી, કેવલીમાં જ્ઞાનપૂર્વક દર્શન કહેવું જોઈએ અને જો તે કહેવામાં આવે તો અત્યંત અનુચિત જણાય છે. કારણ કે, વિશેષબોધના કારણે સામાન્યબોધ ઉત્પન્ન થાય છે તેવું ક્યાંય પણ માનવામાં આવ્યું નથી.
માટે, કેવલીમાં દર્શન અને જ્ઞાનમાં ક્રમથી પ્રાપ્ત ભેદ માનવામાં આવતો નથી. (૨૧-૨૨) एकदेशिना यदुक्तम्- “अवग्रहमानं मतिज्ञानमेव दर्शनम्” इत्यादि तद् गाथाद्वयेन दूषयन्नाह
जइ ओग्गहमेत्तं दंसणं ति मण्णसि विसेसि णाणं । मइणाणमेव दंसणमेवं सइ होइ निप्फण्णं ।।२३।। एवं सेसिंदियदंसणम्मि नियमेण होइ ण य जुत्तं । अह तत्थ णाणमेत्तं घेप्पइ चक्खुम्मि वि तहेव ।।२४।।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org