________________
સંમતિતપ્રજળે, ગણ્ડ-૨, ગાથા-૧૬-૧૭
છાયા :
तस्माच्चतुर्विभागो युज्यते न तु ज्ञानदर्शनजिनानाम् । सकलमनावरणमनन्तमक्षयं केवलं यस्मात् ।।१७।।
અન્નયાર્થ : તદ્દા = તેથી, પવિમાનો = ચાર જ્ઞાનમાં ક્રમનો વિભાગ મુન્નરૂ = ઘટે છે. ૩ = પણ બાળવૃંસનિળાબં = જ્ઞાન-દર્શન જેનામાં પ્રધાનપણે છે તેવા કેવલીભગવંતોના જ્ઞાન-દર્શનમાં ક્રમનો વિભાગ ण जुज्जइ ઘટતો નથી. નમ્હા = કારણ કે, વરું = કેવલજ્ઞાન સવર્લ્ડ = સંપૂર્ણ, અળાવતાં अक्खयं = અક્ષય.
=
= આવરણ વગરનું, ગળત અનંત,
=
ગાથાર્થ ઃ દ્વાદશાંગીસ્વરૂપ સંપૂર્ણ શ્રુતજ્ઞાનથી પરિકર્મિત બુદ્ધિનો વિષય શબ્દથી અભિલાપ્ય એવા ભાવો છે અને અવધિજ્ઞાનનો તથા મન:પર્યાયજ્ઞાનનો વિષય પરસ્પર વિલક્ષણ એવા પદાર્થો છે. અર્થાત્ અવધિજ્ઞાનનો વિષય રૂપીદ્રવ્યો અને મન:પર્યાયજ્ઞાનનો વિષય દ્રવ્યમનરૂપે પરિણામ પામેલા મનોવર્ગણાનાં પુદ્ગલદ્રવ્યો છે. (૧૬)
તેથી, મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનોમાં ક્રમનો વિભાગ ઘટી શકે છે, પણ જ્ઞાન અને દર્શન જેમનામાં પ્રધાન છે અર્થાત્ ઘાતિકર્મોનો જેમણે નાશ કર્યો છે એવા કેવલીભગવંતોમાં ક્રમ અને અક્રમનો વિભાગ ઘટી શકતો નથી. કારણ કે, કેવલજ્ઞાન એ સંપૂર્ણ છે, આવ૨ણ રહિત છે, અનંત છે અને અક્ષય છે. (૧૭)
વિશેષાર્થ : બાળવુંસનળાનું આ શબ્દનો અર્થ કરતાં જ્ઞાનબિંદુ ગ્રંથમાં પૂ. મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ જણાવ્યું છે કે, “નવંસજ્જ નિળાખ્ખું પ્રયોગમાં બાળવંસળ શબ્દ આર્ષપ્રયોગને કારણે વિભક્તિ વગરનો પ્રયોગ કરવામાં આવ્યો છે,” જ્યારે તર્કપંચાનનશ્રીજીની ટીકામાં “જ્ઞાનવર્શનપ્રધાનાનાં ખિનાનાં”. આ પ્રમાણે સમાસ કરવામાં આવ્યો છે.
તાત્પર્યાર્થ : છઠ્ઠી ગાથામાં કહેવામાં આવ્યું છે કે, જો કેવલજ્ઞાન અને કેવલદર્શનને મતિજ્ઞાન વગેરેની જેમ ક્રમવર્તી માનવામાં આવે, તો તે અનુક્રમે માત્ર વિશેષગ્રાહી અને માત્ર સામાન્યગ્રાહી હોવાથી અસર્વવિષયક ઠરે; અને જે ઉપયોગ અસર્વવિષયક હોય તે તો કેવલીભગવંતમાં મતિજ્ઞાન વગેરે જ્ઞાનના અસંભવની જેમ સંભવી જ ન શકે.
Jain Education International 2010_02
११९
આ કથનમાં મતિજ્ઞાન વગેરે જ્ઞાનના દૃષ્ટાંતથી ક્રમવર્તી કેવલોપયોગના અસર્વાર્થપણાની આપત્તિ સર્વજ્ઞમાં આપવામાં આવી છે. તેથી એ દૃષ્ટાંતમાં અસર્વાર્થપણું કેવી રીતે આવે છે એ જણાવતાં ગ્રંથકાર કહે છે કે,
For Private & Personal Use Only
www.jainelibrary.org